હઝરતે હુજ્જત (અજ.) ની ગયબત નું રહસ્ય

હઝરતે હુજ્જત (અજ.) ની ગયબત નું રહસ્ય

 

ખુદાવન્દે મુતઆલે ઇન્સાનને શ્રેષ્ઠતાનો ઉચ્ચ દરજ્જો આપ્યો અને વિશ્ર્વની તમામ નેઅમતો સોંપીને બીજી વસતુઓ પર કાબુ અને ફઝીલત આપી. ખુદાવન્દે આલમે ફરમાવ્યું કે : મેં ઇન્સાને સૌથી સારા અવયવો સાથે પૈદા કર્યા છે. જમીન હોય કે પર્યાવરણ, સમુદ્ર હોય કે પહાડ, જંગલ હોય કે રણ આ બધી કુદરતી સંપતિઓ ઉપર માત્ર શ્રેષ્ઠતા જ નહીં પણ કબજો અને કાબુ આપી તેની ઉપર પ્રભુત્વ આપ્યું પરંતુ તેની સાથે એ પણ ઇરશાદ ફરમાવ્યું કે : જ્યારે મેં ઇન્સાનને પાછો ફેરવ્યો ત્યારે તેને સૌથી ઝલીલ અને હલકી મખ્લૂકમાંથી ગણ્યો. ઇન્સાનની ફઝલીત અને શ્રેષ્ઠતા વ્યક્ત થઇ શકે તે માટે તેને જે કાંઇ કરવું હોય તે કરવાની શક્તિ પણ આપવામાં આવી તેને બધી બાબતો કરવાની શક્તિ અને છૂટ આપવાની સાથે તેની હીદાયતનો સંપૂર્ણ પ્રબંધ પણ કરવામાં આવ્યો. અને તેની રીત અને પદ્ધતિ પણ નક્કીકરી દેવામાં આવી. જેથી તે પોતાના અધિકારનો ખોઠો ઉપયોગ ન કરી બેસે અને શયાતાનની ચુંગલમાં ફસાઇ ન જાય. ઇન્સાને અકલ આપીને સારી અને ખરાબ વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપવામાં આવી તેમજ એક લાખ ચોવીસ હજાર અંબિયાનો એક ક્રમ નિશ્ર્ચિત કરવામાં આવ્યો જે માનવવંશને બુરાઇથી બચવા માટે એક જીવનશૈલી આપે અંબિયાઓના માર્ગદર્શનનું એક કારણ માનવને તેના છુપા દુશ્મનથી ચેતવવાનું હતું. જેથી તેની રૂહાની પ્રગતિમાં દુનિયાની ભૌતિક અગવડો અને એશોઆરામ રૂકાવટ પૈદા ન કરી શકે. એ અંબિયા પૈકી અમૂકને સરેરાશ જેટલી (માધ્યમ દરની) વય મર્યાદા આપવામાં આવી, કેટલાકોને લાંબી વય આપવામાં આવી, તો અમૂકને નાની ઉમરમાંજ ઉપાડી લેવામાં આવ્યા. કેટલાક અંબિયા એવા છે જેને પહેલા તો જાહેર કરવામાં આવ્યા, પરંતુ પછી તેમની ઉપર ગયબતનો પરદો નથી દેવામાં આવ્યો. કેટલાક નબી એવા હતા જેઓને ખાસ સાલેહ બંદાઓ માટે જાહેર કરવામાં આવ્યા પરંતુ જન સમાજ માટે ગુપ્ત રાખવામાં આવ્યા. જેમ કે હઝરત ખિઝર હઝરત ઇદરીસ વગેરે તે (અલ્લાહ) કાદીરે મુત્લક અને આલમુલ ગોયુબ છે તે પોતાની અદાલતના કારપણે વિશે પોતે જ વિશેષ જાણકારી ધરાવે છે. અલ્લાહ તઆલાએ જ પોતાની અદના મખ્લુક – ઇન્સાનને પોતાની અબુબીયતના ભદ અને રહસ્યોનું થોડું ઇલ્મ આપ્યું અને પોતાની સિફતોથી વાકેફ કર્યો.
જ્યારે નબીઓનો સીસીલો ખતમુલ મુરસલીન, અશરફુલ અંબિયા મોહમ્મદે મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ ઉપર પૂરો થયો ત્યારે તેઓની સીરત, શરીયત અને કિતાબના રક્ષણ માટે આં હઝરત (સ.અ.વ.) ના અવસીયા (અઇમ્મએ માસુમીન અ.સ.) નો સલસીલો શરૂ થયો. જે સીલસીલો કયામતના પ્રભાત સુધી ચાલુ રહેશે. અને તે સીલસીલો ચાલુ રાખવાની જવાબદારી ખુદ ઝાતે અહદીયત (ખુદાવન્દે કરીમ) ઉપર છે. અલબત વિલાયતનો હોદ્દો મન્સુસ મેનલ્લાહ (અલ્લાહ તરફથી નક્કી કરાએલો) છે. તેથી સુન્નતે ઇલાહીનો જે સીલસીલો અંબિયા માટે ચાલુ હતો તેજ સીલસીલો ઇમામતના હોદાને પાત્ર લોકો માટે ચાલુ રહેશે. ઇસ્લામનો ઇતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે અમૂક અંબિયાને લાંબી ઉમર આપવામાં આવી હતી. તો કેટલાક નબીઓની વય મર્યાદા ઓછી હતી. કેટલાક અંબિયા જાહેર (માં દેખાતા) હતા તો કેટલાક નબીઓ લોકોની નજરથી છુપાઉતા, અને આજે પણ લોકોની નજરથી છુપા છે. એક લાખ ચોવીસ હજાર પયગમ્બરો પૈકી જે પયગમ્બરોના નામોનો ઉલ્લેખ ઇતિહાસ અને આસમાની કિતાબોમાં જોવા મળે છે, તેની ટકાવારી કાઢવામાં આવે તો ગાયેબ પયગમ્મબરોની સંખ્યા ઘણી ઓછી છે. તેવી જ રીતે ખતમુલ મુસલ્લીન (સ.અ.વ.) ના જાનશીનો પૈકી ગાયબની સંખ્યા માત્ર એક છે. પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ન આગાહી મુજબ 12 ની સંખ્યા પૈકી 11 અઇમ્મએ માસુમીન (અ.સ.) દુનિયાના લોકોની સમક્ષ આવ્યા અને પોત – પોતાના યુગમાં રક્ષણ કરતા રહ્યા એટલે કે ઇમામતના હોદ્દાની ફરજ આગથી વધુ ગરમ, પ્રતિકૂળ અને કાતિલ વાતાવરણમાં બજાવતતા રહ્યા. અને એ ફરજ બજાવીને પોતાની પવિત્ર પ્રતિમા વડે નૂરના મિનારા સ્થાપિત કર્યા એ નૂરના મિનારા ઇતિહાસના અંધકારમાં હકને કયામતના દિવસ સુધી ચમકાવતા રહશે. એ અઇમ્મએ માસુમીન (અ.સ.) માં પણ અગાઉના નબીઓની જેમ વય અને ઇમામતની મુદ્દત વધારે કે ઓછી જોવા મળે છે. ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વય 28 વર્ષની હતી. તેઓનો ઇમામતનો યુગ હી. 254 થી 260 નો એટલે કે 6 વર્ષ સુધી રહ્યો. આપના ફરઝંદે અરજુમંદની વિલાદત હીજરી 255 માં થઇ હતી. એટલે કે આખરી ઇમામતનો હોદ્દો શરૂ થયો હતો. તે વખતે આપ (સ.અ.વ.) ની વય પાંચ વર્ષની હતી અને આપની વય કેટલી લાંબી છે તે ખુદાવન્દે અઝઝ – વ – જલ સિવાય કોઇ જાણતું નથી. જ્યારે આપ ઝુહુર ફરમાવશે ત્યારે દુનિયાને એવી રીતે અદલો ઇન્સાફથી ભરી દેશે, જે ઝુલ્મો – અત્યારચારથી ભરેલ હશે. આમ તો આજે પણ આપ (અ.સ.) ની હકુમત છે અને આપણે બધા તેઓ (અ.સ.) ની સંપતિન ઉપયોગ કરી રહ્યા છીએ. અને તમેની સત્તાના પરિધમાં નિવાસ કરી રહ્યા છીએ. આ આંતરિક અને જાહેરી હકુમતના યુગનું નામ ગયબત અને ઝુહર છે.
અત્રે અકે વિસ્મયકારક વાત એ છે કે વિદ્વાનો અને દાનીશમંદો ચિંતનની તેજ ધારાઓમાં ઠોકર ખાઇ રહ્યા છે. તેઓમાં રહેતો (આંતર) માનવ જાણે કે બોલી રહ્યો છે આ સમૂહને દરેક ઇન્સાન જાણે છે કે : નિર્દોષ માણસો સાથે અન્યાય, તેઓ ઉપર કરવામાં આવતા અત્યાચાર, બેસહારા લોકોનું દુ:ખ અને વ્યાકુળતા, વીરાન થએલા ઘર, પેટમાં ભડકી રહેલી ભૂખને આગના અંગારા, આંખોમાં છવાએલી સફેદી, માતાની છાતી સાથે વળગેલા નાદાર માસૂમ બાળકો, હાથોમાં ખાલી પ્યાલા, આ બધા લોકો કોઇ અજાણ્યા માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તેઓ કોઇ મંઝીલની શોધ કરી રહ્યા છે. કોઇને કોઇ જગ્યાએ તો તેમની મંઝલ હશે જ્યાં ન્યાય અને સમાનતા હોય, કુશળતા નજરે પડતી હોય, જ્યાં તેમનો અવાજ સાંભળનાર કોઇ હોય, જ્યાં નિરાંતનોદમ તેવી ઠંડી જગ્યા હોય. તમામ મઝહબોની દીવારોની તીરાડમાંથી આ અવાજ આવી રહ્યો છે અને માનવતાના કાફલાની ગતિ તેમની મંઝીલ ભણી આગળ વધી રહી છે. એટલે એક મંઝીલ એવી અવશ્ય છે. જ્યાં એ છૂટકારો ન મેળવી શકાય તેવી – અસાધ્ય બલાઓ સુરક્ષિત રાખનાર તેઓને પોતાની તરફ બોલાવી રહ્યા છે. જેના રસ્તાઓ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. પરંતુ મંઝીલ નજરોથી ગયાબ છે. જો એમ ન હોત તો આ તન્મયતા, તત્પરતા, આ હીચાલ આ આગેકૂચ થંભી જતે અને જુલ્મ અને જૌર પૈદા કરનારની તાકત કમજોર થઇ જવાની આશાનો પણ અંત આવી જાત. (આ આશાની રૂહ ગયબતનું એક કારણ છે.) કેટલો અજબ જાત. (આ આશાની રૂહ ગયબતનું એક કારણ છે.) કેટલો અજબ તર્ક છે. ત્રણ પ્રકારના કાર્યો એવા છે જે ગયાબ છે તેની ઉપર યકીન છે, જેમ કે :
(1) માનવજાતમાં ખાસ કરીને મઝલુમોનું માર્ગદર્શન.
(2) અંતિમ મંઝીલની આશા
(3) નજાત (મુક્તિ) અપાવનારની કલ્પના. પરંતુ આ ત્રીજા તબક્કે પહોંચીને યકીન ડગમગવા લાગે છે, જ્યારે નજાત આપવનાર ના અસ્તિત્વનો સવાલ આવે છે. ત્યારે વિદ્વાન લોકો કહે છે કે ન તો તેનું કોઇ અસ્તિત્વ છે અને ન તો તે કાળ અને સ્થળમાં જોવા મળે છે. અહીં ફક્ત ઇસ્લામ જ એક માત્ર એવા મઝહબ છે. જેમાં સ્થળ અને કાળ સાથે મુક્તિ અપાવનારના અસ્તિત્વનો આદર્શ જોવા મળે છે. અને તેઓના વજુદને એવી રીતે પારખવામાં આવે છે જે રીતે વાદળાની સફેદ કીનારી જોઇને સૂરજ હોવાની કલ્પના કરવામાં આવે છે.
ઉમ્મતે ઇસ્લામના મહાન આલીમો સામાન્ય રીતે અને શિયા આલીમો વિશેષ રીતે આ પાણીદાર મોતીને તહકીક (ખાત્રી) કરી, સમજી પારખીને દલીલ તેમજ ઇતિહાસ અને રિવાયતોના પ્રકાશમાં તપાસીને તેમના વજુદને સ્વીકારે છે. આ અકીદો એક એવી મજબૂત બુનીયાદ ઉપર રહેલો છે, જેને કોઇ જરા પણ હલાવી શકે તેમ નથી. આં હઝરાત (અ.જ.) નું નૂર મસ્લેહતે પરવરદિગારના પરદામાંથી નીકળીને વિશ્ર્વના અસ્તિત્વને હુંફ આપી રહ્યું છે.
એક પ્રશ્ર્ન જે આપણી અને બીજાઓની વચ્ચે ઘણો મહત્વનો છે અને આ પ્રશ્ર્ન ઘણા જ પૂર્વાગ્રહ સાથે ઉઠાવવામાં આવે છે, અને તે પ્રશ્ર્ન એ છે કે એ કઇ હસ્તી છે જે અલ્લાહના પ્રતિનિધી છે, જે દુનિયાના મઝલૂમો, બેક્સો અને નબળા લોકોને જબરદસ્ત અને જાલિમોના પંજામાંથી મુક્તિ અપાવનાર છે ? હકીકતમાં જો તે હસ્તી છે તો પછી બહાર (સામે) કેમ નથી આવતી ? ગયબતમાં શા માટે રહે છે ? અને ગયબતમાં છે તો ગયબતની આટલી લાંબી મુદ્દત – જેને અનંત (અસીમ) કહી શકાય એટલી લાંબી કેમ છે ? આખરે આ બાબતોના કારણ શું છે ?
પહેલી વાત તો એ કે આગળ આ લેખની પ્રસ્તાવનામાં કહી ગયા તે પ્રમાણે, જે બાબતો અંબિયા માટે જરૂરી ગણવામાં આવી છે તે જ બાબતો અવસીયા (વારસદારો) માટે પણ છે. નબીઓનો ઇતિહાસ એ વાતની સાક્ષીરૂપ છે કે, નબીઓ હીદાયતના રસ્તા ઉપર ચાલવાનું કહેતા કે તુરત જ તાગુતી (શયતાની) શક્તિઓ જાલિમ સત્તાધીશો સાથે ભળી જતી અને બંને શક્તિઓ સાથે મળીને નબીના માર્ગમાં એટલા બધા અવરોધરૂપ બની જતા કે તેઓ તેમના કામમાં આગળ વધી ન શકે. પરંતુ નબીઓએ તેમના મીશન (કાર્યસિદ્ધ કરવાના લક્ષ)ને છોડી દીધું ન હતું. તેઓ તેમના લક્ષની પૂર્તિ માટે આગળ વધતા જ રહ્યા. તેઓની વિચારધારામાં ક્યારેય ઢીલ કે ઓછપ આવી ન હતી. એટલું જ નહીં તેઓનો વિચાર સુદ્ધા ક્યારેય પણ ચલિત થયો ન હતો. કોઇ અંબિયા વિશે ઇતિહાસમાં એવું જોવા મળતું નથી કે તેઓ લોકો, વિરોધીઓ હકુમત, કે સત્તાધિશોથી ડર્યા હોય. અલબત એવું બન્યું છે કે જ્યારે કોઇ કોમ ગુન્હામાં ગળાડૂબ થઇ ગઇ હોય તે (ગુનાહોમાંથી બહાર નીકળવાજ ન માંગતી હોય એટલે કે ગુન્હા રૂપીસાગરના તળિયે પહોંચી ગઇ હોય) ત્યારે જે તે જમાનાના નબીએ બદદુવા કરી હોય અથવા મુસીબતો ઉઠાવીને ગમગીન હૈયે દુનિયાથી વિદાય લીધી હોય. અથવા તો ખુદાવન્દે આલમે તે નબીને ઉમ્મતની વચ્ચેથી છૂપાવી લીધા હોય એવું પણ બન્યું છે.
હઝરત મૂસા (અ.સ.) ના મીસ્રથી ચાલ્યા જવા અંગેના વાકેઆનો ઉલ્લેખ કુરઆનમાં પણ થયો છે. હઝરત ઇસા (અ.સ.) ને ચોથા આસમાન ઉપર બોલાવી લેવામાં આવ્યા. હઝરત ખીઝર (અ.સ.) અને હઝરત ઇલ્યાસ (અ.સ.) આ કાએનાતમાં મૌજૂદ છે પરંતુ તેઓ ક્યારથી ગાયેબ છે તેઓ ઉલ્લેખ ઇતિહાસમાં પણ નથી.
આવો, હવે જરા ઇતિહાસના પાનાઓ ઉથલાવીને જોઇએ કે ઇમામ મહદી અલયહિસ્સલામની ગયબતની પૂર્વભૂમિકા શું હતી ? એ પૂર્વભૂમિકા જોતા એ વાત સ્પષ્ટ થઇ જશે કે આં હઝરત (અજ.) ની ગયબતના એતિહાસિક કારણો પણ અંબિયાની ગયબતના ઇતિહાસ જેવા જ નજરે પડે છે.
હીજરી સન 220 માં સામર્રામાં બની અબ્બાસની હકુમત સ્થાપિત હતી. હીજરી સન 234 માં અબ્બાસી ખલીફા મુતવક્કીલે યહ્યા બિન હરસમાને મોકલીને હઝરત ઇમામ અલી નકી અલયહિસ્સલામને મદીનાથી સામર્રા બોલાવ્યા. આપની સાથે ઇમામ હસન અસ્કરી (અ.સ.) પણ હતા. તે સમયે આપ (અ.સ.) (ઇમામ હસન અસ્કરી અ.સ.) ની વય બે વર્ષની હતી હિજરી સન 247 માં મુતવક્કીલ નશાની હાલતમાં હતો તયારે તેની હત્યા થઇ ગઇ. એ ચૌદ વર્ષનો યુગ જેમાં ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામે એમના પિદરે બુઝુર્ગવારની સાથે જે સખ્તીઓ અને મુસીબતો ઉઠાવી હતી તે મુસીબતો લખી ન શકાય તેટલી અસહ્ય હતી. તે જમાનામાં ઇમામે હુસૈન (અ.સ.) ની કબ્રની ઝિયારત કરવા ઉપર પ્રતિબંધ હતો, તેમજ તેમની કબ્રના નિશાન મીટાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ નીવડ્યા હતા. ઇમામ હસન અસ્કરી (અ.સ.) અને ઇમામ અલી નકી (અ.સ.) ને તેઓના ઘરમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા. તેઓ ઉપર કડક ચોકી પહેરો મૂકવામાં આવ્યો હતો. ક્યારેક મુતવક્કીલ તેઓને કૈદમાં નાખી દેતો, તો ક્યારેક દરબારમાં બોલાવતો ક્યારે આપ (અ.સ.) ને શરાબની મહેફીલમાં બોલાવતો અને શરાબ પીવાનું કહેતો ઇમામ જ્યારે પીવાનો ઇન્કાર કરતા ત્યારે મસ્તીની હાલતમાં પોતે રડવા લાગતો. ઇમામો માટે જાસુસોની જાળ બીછાવી રાખવામાં આવ હતી. મુતવક્કીલના કત્લઅને મુન્તસીર અને તેના પદભ્રષ્ટ થવા પછી મુસ્તઇન ખીલાફતના હોદ્દા ઉપર આવ્યો. મુસ્તઇને ફરી બગદાદને પોતાન રાજધાની બનાવી. છેવટે મુસ્તઇને મોઅતઝીર બિલ્લાહે, સમક્ષ બયઅત કરી લીધી અને ફરીથી સામર્રા રાજધાની બની ગઇ. બસરામાં “સાહેબે ઝંજે” કત્લે આમ મચાવી દીધી હતી. ખુરાસાન અને અહવાઝમાં પણ બળવો થયો હતો, જે દબાવી દેવામાં આવ્યો હતો. એટલે કે કોઇ પણ જગ્યાએ જનતા માટે રાહત ન હતી. હીજરી સન 254 માં ઇમામે હાદી (અ.સ.) ની શહાદત થઇ. હીજરી સન 254 થી 260 સુધી ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની ઇમામતનો યુગ રહ્યો હીજરી સન 255 માં વલીએ અસ્ર મહદી મવઉદ ઇમામ આખરૂઝઝમાની વિલાદત થઇ. ઇમામે હસન અસ્કરી (અ.સ.) ની શહાદત વખતે આપ (અ.સ.) ની વય ફક્ત પાંચ વર્ષની હતી.
ઇમામ હસન અસ્કરી (અ.સ.) મોઅતમિદે અપાવેલ ઝેરથી હિજરી સન 260 ની 8 મી રબીઉલ અવ્વલના શહીદ થયા. આપ (અ.સ.) ના છ વર્ષના ઇમામતના યુગમાં જાસૂસીની પરિસ્થિતિ એવી હતી કે દાયણો ઇમામ (અ.સ.) ના ઘરમાં પરવાનગી વગર પ્રવેશી જતી હતી અને ઇમામે હસન (અ.સ.) ના કુટુંબની સ્ત્રીઓમાંથી કોઇ સ્ત્રી સગર્ભા છે કે નહીં તે બાબતની ચકાસણી કરતી હતી. પરંતુ ખુદાવન્દે મુતઆલે જેવી રીતે હ. મૂસા (અ.સ.) ને તેમની પવિત્ર માતાની પેટમાં સુરક્ષિત રાખ્યા હતા. તેવી જ રીતે ખુદાએ ઇમામે અસ્ર (અજ.) ને જનાબે નરજીસના પેટમાં એવી રીતે સુરક્ષિત રાખ્યા કે તેમના સગર્ભાવસ્થાના ચિહનો જ પ્રગટ થયા નહીં. જાસુસોની જાળ ઇમામ (અ.સ.) ના ઘરથી લઇને કૈદખાના સુધી ફેલાએલી હતી. એક વાર ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને સાલેહ બિન વસીફ (તુર્ક) ના કૈદખાનામાં બંધ કરી દેવામાં આવ્યા. જ્યાં પહેલેથી જ આપની પહેલા આપના ખાસ વિશ્ર્વાસુ માણસો જેમ કે અબુ હાશિમ જાફરી, દાઉદ બિન કાસિમ, હસન બિન મોહમ્મદ અકીકી, અને મહમમદ બિન ઈબ્રાહીમ અમરી કૈદ હતા. તેમાં એક જમઇ નામનો માણસ હતો. હઝરતે (અ.સ.) આપના અસ્હાબને ચેતવણી આપી કે આ માણસથી સવાધાન રહેજો તે જાસુસ છે તેની તલાશી લેતા તેની પાસેથી રોજની દીનચર્યાની નોંધનો કાગળ મળી આવ્યો. સારાંશ એ કે જાસુસોને (કૈદી સહીતના) દરેક વેશમાં મૂકવામાં આવતા હતા. હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) પહેલી રબીઉલ અવ્વલના બીમાર થયા અને 8 મી રબીઉલઅવ્વલના તેમની શહાદત થઇ આ આઠ દિવસમાં ખલીફા અબ્બાસીએ હકીમોના એક સમૂહને દરેક અવાતા જતા લોકો ઉપર કડક ચોકી પહેરો રાખવા માટે રોક્યો હતો. ફરઝંદે રસુલ સાથે અબ્બાસી ખલીફા દ્વારા આવો કડક જાપ્તો શા માટે રાખવામાં આવતો હતો ? રસુલે ખુદા (સ.અ.વ.) નો ઇરશાદ છે કે હ. મુસા (અ.સ.) ની ઉમ્મત ઉપર જે વીત્યું છે તે અમારી (ઉમ્મત) ઉપર પણ વીતશે. જે રીતે ફીરઔન એ વાત જાણતો હતો કે હઝરત મૂસા તેની ખુદાઇના દાવાને નેસ્તનાબુદ કરી દેશે. તેવી જ રીતે હદીસવેત્તા અને રિવાયત કર્તાઓ પણ અબ્બાસી ખલીફાને એ વાત યાદ દેવરાવતા રહેતા હતા કે : રસુલ ખુદા (સ.અ.વ.) ના બારામાં જાનીશન કયામ કરશે. અને તેઓ આ જમીનને જુલ્મ અને અત્યાચાર ના અસ્તિત્વથી પાક કરી દેશે. સાહેબે વહી રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમનો આ કૌલ છે જે અચૂક સાચો સાબિત થશે. (આ વાત યાદ દેવરાવામાં આવતા) તે યુગના ખલીફાઓને તેમની ખીલાફતની ગાદી આગની ભઠ્ઠી સમાન લાગવા માંડતી હતી. અને ગભરામણમાં તેઓ સાવચેતીના દરેક પ્રકારના હુક્મો આપવા લાગતા.
એ ભયાનક દિવસોમાં જ્યારે ચારે બાજુ જોખમના વાદળાઓ ઘેરાએલા હતા તે વખતે હિજરીસન 255 માં ઇમામ મહદી (અજ.) ની વિલાદત થઇ. (હ. મુસા અ.સ. ની વિલાદત પણ અવા કપરા સંજોગોમાં જ થઇ હતી.) ઇમામે હસન અસ્કરી અલયહીસ્સલામ ની ઇમામ તરીકે ની ફરજો પૈકીની એક ફરજ એ પણ હતી કે હઝરત હુજ્જત (અજ.) ને દુશ્મનોના જોખમથી સુરક્ષિત રાખે અને તેઓનો પરિચય પોતાના વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર અસ્હાબને કરાવે. જેથી તે લોકોને એ વાતની જાણકારી થાય કે મહદી – એ – મવઉદની વિલાદત થઇ ચૂકી છે. અને આપ (અ.સ.) (ઇમામે હસન અસ્કરી અ.સ.)ની શહાદત પછી પાંચ વર્ષમાં ઇમામતની ફરજ અદા કરશે. પરંતુ ખુદાવંદે મુતઆલની મરજી એ હતી કે તેઓતે એ સમયની પરિસ્થિતિ જોતા લોકોની નજરોથી છુપા રાખે. લોકોમાં ભય અને આંતક, હુકુમતની કડક નજર, જાસૂસોનીફેલાએલી જાળ, ચારેબાજુ ફેલાએલો પ્રપંચ, રાજધાનીમાં આં હઝરતનું રહેણાંક, હકુમતના સિપાહીઓની ચહલ, પહલ, ખાનવાદએ – રિસાલત ઉપર જુલ્મ, જબરદસ્તી, હઝરત (અ.સ.) ના મકાન ઉપર ચોકી પહેરો, આ બધી બાબતોને લક્ષમાં લઇને, જે રીતે આગાઉના નબીઓ માટે અલ્લાહ તરફથી ગયબતનો હકમ થયો હતો. તેવી જ રીતે હઝરતે હુજ્જત સાહેબે અસ્ર વઝઝમાન અરવાહના ફીદાહને પણ નિશ્ર્ચિત સમય મર્યાદા સુધી સુરક્ષિત રાખવા માટે અલ્લાહ તઆલા તરફથી ગયબત ઇખ્તેયાર કરવાનો હુકમ થયો હતો.
ગયબત એક ઇલાહી આયોજન
જો ઉંડાણથી વિચારવામાં આવે અને ઇમામ (અ.સ.) ની ગયબતના વિવિધ કારણો વિશે મનન કરવામાં આવે તો, ઇમામની ગયબતને એક ઇલાહી આયોજન કહેવામાં આવે તો કંઇ ખોટું નહીં કહેવાય. ઇમામ (અ.સ.) નો ઝુહરએ તે આયોજનનો અંતિમ ભાગ ગણાશે. માસૂમ (અ.સ.) ઇરશાદ છે.
મા – મિન મોઅજઝ તિમ – મિન મોઅજેઝાતિલ – અંબિયાએ વલ – અવસેયાએ ઇલ્લા – વ – યુઝહેરૂલ્લાહો – તબારક વ તઆલા મિસ્લહા – ફી – યદેહા એમેનાલે ઇત્મામિલ હુજ્જતે અલલ આઅદાએ. (મિક્યાલુલ મકારીમ પાના નં.95)
અનુવાદ : કોઇ અંબિયા કે અવસિયાને એવા મોજીઝા આપવામાં નથી આવ્યા જેવા મોજીઝા ખુદાવન્દે મુતઆલ અમારા કાએમ (અ.સ.) દ્વારા દુશ્મનો માટે ઇત્મામે હુજ્જત (અર્થાંત કોઇને જે તે વિષયની હકીકત છેલ્લી વખત સમજાવી ફરજ મુક્ત થઇ જવું) અને દુશ્મનોની બહાના બાઝીઓને બંધ કરવા માટે નિર્દેશીત અને જાહેર કરશે.
જેમ જેમ યુગ વીતતો ગયો અને આદમના સંતાનોની વિચારધારા વિવિધ વિચાર શ્રેણીઓમાં વ્હેંચવા લાગી અને જ્ઞાનના વિવિધ ક્ષેત્ર (જ્ઞાનની સુક્ષ્મ દર્શીતા) માં ઝીણવટ ભરી આલોચનામાં વધારો થવાની સાથે રાજકીય અને હુકુમતોના જુલ્મો-અત્યાચારના પ્રકાર પણ બદલાવા લાગ્યા. જ્યારે અંતિમ નબીનો યુગ પણ પસાર થઇ ગયો અને એ યુગ આવી ગયો જ્યારે હેતુ પ્રાપ્તી માટે આ ગયબતના વર્તુળમાં નવી નવી યોજનાઓ ઘડાવા લાગી. એ તમામ વસ્તુઓ જે મકરૂહાતને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરે છે, તે બધી વસ્તુઓ ને ભેગી કરવામાં આવે તો એ વાત જણાઇ આવશે કે તેની પૂર્વભૂમિકામાં (પર્દા પાછળ) એવા સ્વાર્થ અને મતલબ પરસ્તીની નાની – મોટી અગણિત ચળવળોએ જન્મ લઇને તે ઓઠા હેઠળ ઇલાહી આયોજનની નકલ સમા અસલ અકીદાને વિકૃત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એટલે કે બજારમાં અસલી સિક્કાની બદલે નકલી સિક્કાઓ આવવા લાગ્યા છે અને આવી કહેવાતી બુદ્ધિમાન વ્યક્તિઓની એક બહુમતી આવા ખોટા સિક્કાઓના ખણખણાટથી બહેકી જવા લાગી. કૈસાનીયહ, કાઝેમીયહ, ઇસ્માઇલીયહ, વહાબીયહ, બહાઇયહ, અને અહમદી યહ ફીરકાઓ અને આવાતો ઘણાં નામોનું એક લાંબુ લીસ્ટ બને તેમ છે જે આના પ્રકાર છે. સામ્રાજ્યવાદી શક્તિઓને પીઠબળ આપીને જુલ્મ અને અત્યાચાર વરસાવવાની દાસ્તાનોથી ઇતિહાસના પાનાઓ કાળા કરી દેવામાં આવ્યા અને બાર બાર સદીઓ વીતી જવા છતાં આજે પણ એ શક્તિઓ કાર્યરત છે. છેવટે આ ખોટા (નકલી) સિતારાઓ દુનિયા સામે ખરી પડતા દૃષ્ટિ ગોચર થશે. દુનિયામાં કોઇને પણ તેમનો વિરોધ કરવાની હિંમત નહીં હોય અને તેમની વિરૂદ્ધમાં ફરીયાદ કરવાની કોઇ ગુંજાઇશ બાકી નહીં રહી હોય.
ઇલાહી વાયદો
ગયબત ઉપર આધારિત આ આયોજન હેઠળ અલ્લાહ તઆલાનો ઘણી જગ્યાએ વાયદો આપવો, એ ગયબતે ઇમામનો સ્પષ્ટ પુરાવો આપી ગયબતના કારણોને સ્પષ્ટ કરી દે છે. વાયદો અને વાયદા પાલનની વચ્ચે ક્યારેક ઓછું અને ક્યારેક વધારે અંતર હોય છે. ક્યારેક પૂર્ણતા સુધી પહોંચવામાં વાયદો પૂરો કરવામાં ક્રમ શરૂ થઇ જાય છે. અલ્લાહ તઆલાએ પોતાના મોજીઝારૂપ કિતાબ કુરઆને મજીદમાં જે વાયદો આપ્યો છે. તેના કેટલાક નમૂનાઓ અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
(1) અલ્લાહ તઆલાનો એ વાયદો છે કે : જે રીતે તેણે અગાઉ આ જમીન પર પોતાનો જાનશીન મુકર્રર ફરમાવ્યો હતો તેવી જ રીતે તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમને માટે પોતાના ખલીફા આ જમીન ઉપર નીમશે. (સુ. નુર આયત 55)
(અલ્લાહે એવી વાયદો કર્યો છે કે તે તેમને અવશ્ય ભૂમિમાં વારસ બનાવશે જેમકે તેમની આગાઉના (લોકો) ના વારસ બનાવ્યા હતા…)
(2) આ પહેલા ઝબુરમાં પણ અલ્લાહ તઆલાએ એલાન ફરમાવ્યું છે કે તે આ જમીન ઉપર પોતાનો વારસદાર નિયુક્ત ફરમાવશે. (પૃથ્વીના વારસ બનશે.) (સુ. અંબિયા આયત 105)
(3) અય ઇમાનવાળાઓ, સાબિત કદમ રહો. ધિરજ ધરો, સંપર્ક કાયમ રાખો અને અલ્લાહથી ડરો, કદાચ તમે સફળતા પામો.
(4) જ્યારે જમીન મુર્દા થઇ જશે ત્યારે ખુદાવન્દે મુતઆલ પોતાની સંપૂર્ણ કુદરત વડે તેને નવજીવન આપશે.
ઉપરની આયતોથી એ વાત સાબિત થઇ જાય છે કે અલ્લાહ તઆલા આ જમીન પર પોતાના ખલીફા, જાનીશન અને વારસને નીમશે અને તેમને અદલો ઇન્સફાની હકુમત અર્પશે. તેઓ થકી આ દુનિયાને અલ્લાહ નવજીવન આપશે. તેમના શાસનકાળમાં બળવાન અને નીર્બળ વચ્ચે કોઇ ફેર નહીં રહે. એટલું જ નહીં તે યુગમાં કોઇ શક્તિશાળી નિર્બળને દબાવી નહીં શકે.
અલ્લાહ તઆલાને વાયદો ખરો છે અને તેના વાયદા પ્રમાણે અચૂક બનશે. પરંતુ હજુ ઝુહુર વખતે હુકુમતે ઇલાહીમાં જે પ્રમાણે બનવાનું છે તેના સંયોગ એકઠા થઇ રહ્યા છે, જે ઝુહુર વખતે સામે આવશે.
અલ્લાહ તઆલાએ પોતાની અંતિમ હુજ્જતને ગયબની લાંબી મુદ્દત આપી છે, જેથી કરીને મોમિનોનું ઇમ્તહાન પણ લેવાઇ જાય અને સાથો સાથે દુનિયાના તમામ વિરોધીઓ ભેગા થઇને તેમનાથી બની શકે તેટલો વિરોધ કરીને વિરોધનું નાટક પણ કરી શકે.
આ એક સાફ હકીકત છે કે જુલ્મો અત્યાચારનો સમૂહ દુનિયાભરને પોતાની લપેટમાં લેવા માંડ્યો છે. આમ છતાં જુલ્મો સિતમના સમૂહમાં એટલું તોફાન કે ગતિ આવી શકી નથી કે તે કિનારાના અવરોધોને સમગ્ર દુનિયા ઉપર ફેલાવી શકે. અથવા તો એ ઘટાટોપ અંધારા પોતાની સહીત જમીન ઉપર ઉતરવાના બાકી છે. જ્યારે તમામ બદીઓ તેની પરાકાષ્ટાએ પહોંચી જશે અને બુરાઇઓની કોઇ તમન્ના બાકી નહીં રહે ત્યારે આ ગયબતના રહસ્યનો સ્ફોટ થશે. (જરા કલ્પના તો કરો કે) ગયબત ન હોત તો શું થાત ? આ પ્રશ્ર્નનો જવાબ સહેલો છે, કે જો હઝરત વલીએ અસ્ર (અજ.) જાહેર અને હાજર હોત તો બીજા અઇમ્મા (અ.મુ.સ.) ની જેમ તેઓને પણ શહીદ કરી નાખવામાં આવત. અલ્લાહના નૂર ઇન્સાનના સ્વાંગમાં હતું. જાલીમો એ વાતની રાહ જોઇને બેઠા હતા, કે અંબિયા અને અવીયાની અંતિમ હુજ્જત પણ આ દુનિયામાં બાકી રહેવા પામે નહીં. જેનું પરિણામ બે સ્વરૂપે આવતે (1) કાં તો આ દુનિયા ફના થઇ જાત અથવા (2) આવનારી પેઢી એવું તારણ કાઢતે કે તેનો (અલ્લાહનો) વાયદો સંપૂર્ણ (સાબિત) થતો નથી.
આથી એકબાજુ તો ખુદાવન્દે મુતઆલે પોતાની અંતિમ હુજ્જતને આ દુનિયામાં બાકી રહેવા માટે (તેમને) એક લાંબી ગયબતના પરદામાં સુરક્ષિત રાખી દીધા અને બીજી બાજુથી બળવાખોરોને ખુલ્લુ મેદાન (છુટો દોર) આપીને ઇત્મામે હુજ્જત (છેલ્લી તક) માં કોઇ ગુંજાઇશ બાકી ન રાખી. તેમજ ઝુહુર વખતે વિરોધીઓની જીભોને બંધ રાખવાનું અને ઇલાહી ઉપાય (વચન પાલના)ની શરતનું પાલન કરવાનું બાકી રાખ્યું.
એહલેબૈત (અ.મુ.સ.) ની રિવાયતોમાં ગયબતના કારણો પૈકીનું એક કારણ એ પણ દર્શાવવામાં આવ્યું છે કે : જો હઝરત હુજ્જત જાહેરમાં હોત તો તેઓ (અ.સ.) ના બાપદાદાઓની જેમ, તેઓને પણ કોઇને કોઇ હુકુમત દબાણમાં રહેવું પડત. હકુમતના ટેકેદારો હંમેશા આપની ઉપર નજરો જમાવીને આપની ચોકી કરત. તે સંજોગોમાં અહકામે શરઇનો લોકો વચ્ચે પ્રચાર કરવો સરળ બની શક્ત નહીં. આ કારણસર ખુદાવન્દે આલમ હઝરત (અજ.) ના ઝુહર માટે એવો સમય પસંદ કરશે જ્યારે તેઓ ઉપર હુકુમતનું દબાણ અને પ્રભાવ ન હોય તેમજ તેઓ (અજ.) ને એ કુદરત (શક્તિ) આપશે કે તેઓ દરેક જાલિમ અને અત્યાચારીને હરાવી દેશે. એટલે સુધી તેઓ દુનિયાના ખૂણે ખૂણામાંથી નાપાક ફરમાવશે ત્યારે તેમની આપની ઉપર કોઇ પણ હકુમતમાં દબાણ નહીં હોય. સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) ઇરશાદ ફરમાવે છે : સાહેબો હાઝલ અમ્રે તોઅમા વલાદતોહુ અલા (હાઝાલ) ખલ્કે લે અલ્લા યકૂન લે અહદીન ફી ઓનોકેહી બયઅતન એઝા ખરજ. એ ઇલાહી હકુમતના માલિકની વિલાદત લોકોની નજરોથી ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે જ્યારે તેઓ ઝુહુર ફરમાવે ત્યારે તેઓની ગરદન ઉપર કોઇ ઝાલિમનું દબાણ નહીં હોય. જ્યાં સુધી તેઓ (અજ.) ની હકુમતના કામકાજનો સુવ્યવસ્થિત હોવાનો પ્રશ્ર્ન છે તો ખુદાવન્દે આલમ એ હઝરત માટે એક રાતમાં જ તમામ કાર્યો ને સુવ્વસ્થિત કરી નાખશે. કારણ કે હકીકતમાં તે ‘ઇલાહી હુકુમત’ હશે. હઝરત (અજ.) તો તે હુકુમતના પ્રતિનિધિ હશે.
રિવાયતો એહલેબૈત (અ.મુ.સ.) ના પ્રકાશમાં ગયબતના બીજા કારણોની સાથે એક કારણ એ પણ છે કે, આ હઝરત (અજ.) વિશે નબીઓની તમામ સુન્નત અને તરીકા સંપૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી તેઓની ગયબતની મુદ્દત ચાલુ રહેશે. સુદિરે ઇમામે સાદિક અલયહિસ્સલામથી રિવાયત કરી છે કે : આપે (અ.સ.) ફરમાવ્યું : અમારા કાયમ માટે એક લાંબી ગયબતછે સુરિદે અર્ઝ કરી કે : અય ફરઝંદે રસૂલ એવું શા માટે થશે ? આપે (અ.સ.) ફરમાવ્યું : ખુદાવન્દે આલમ એ વખત સુધી ઝુહરનો હુકમ નહીં આપે. જ્યાં સુધી એ તમામ અંબિયાની સુન્નતના હુકમો ઉપર અમલ ન થઇ જાય, જેની ઉપર અંબિયા (અ.સ.) ઓએ અમલ કર્યો હતો. ખુદાવનદે અઝઝ વ જલ્લ ઇરશાદ ફરમાવે છે : લતરકબુન્ન તબકન અન તબક (ઇન્શેકાક : આ. 19)
“એ તમામ સુન્નતો તો તમારી પહેલા હતી. (“ખચિત જ તમે એક સ્થિતિ પછી બીજી સ્થિતિએ પહોંચશો) એ ક્યારે પુરી થશે તે ખુદાવન્દે આલમ સિવાય બીજું કોણ જાણી શકે છે. તેથીજ તો ઇમામ (અજ.) ના ઝુહરનો સમય નિશ્ચિત કરવો જાએઝ નથી (એટલે કે અમૂક ચોક્કસ દિવસે ઇમામ ઝુહુર ફરમાવશે તે કહેવાની મનાઇ કરવામાં આવ છે.)
એહલેબૈત (અ.સ.) ની રિવાયતોમાં દ્વારા ગયબતના અમૂક કારણો તરફ ઇશારો કરવામાં આવ્યો છે, તેથી જાણી શકાય છે. પરંતુ તેનું વર્ણન કરવું અને તેના કારણોની ઉંડાણ વિશે ખાત્રી પૂર્વક કાંઇ કહેવું એ પોતાન જાત સાથે છેપરપીંડી કરવા સિવાય બીજું કોઇ ન હોય શકે. ગયબતની પૂર્વભૂમિકામાં જે કાંઇ સ્પષ્ટ હીકમત રહેલી છે તે ખાલીકે હીકમત જાણે છે અથવા તો જે પવિત્ર ઝાતને તેનું ઇલ્મ આપવામાં આવ્યું છે તેને તેની ખબર છે. કારણ કે તેનો સંબંધ “ઇલાહી ભેદ સાથે છે, અને અઇમ્મ-એ-માસૂમીન (અ.સ.) ને તે ઇલાહી ભેદ અને રહસ્યો પ્રકટ કરવાની રોકવામાં આવ્યા છે, આ હકીકતને સમજવા માટે હઝરત મૂસા અને હઝરત ખિઝર (અ.સ.) નો બનાવ લક્ષમાં રાખવો જોઇએ. હઝરતે ખિઝરે કશ્તીમાં કાણું પાડવા, છોકરાતે કત્લ કરવા, અને દીવાલનું સમારકામ કરવાના કારણો હ. મુસા (અ.સ.) ને એ સયમ સુધી ન જણાવ્યા જ્યાં સુધી બંનેનો છૂટા પડવાનો સમય ન આવ્યો. એ પહેલા તેઓ એ કામ કરતા રહ્યા, ને હ. ખિઝર (અ.સ.) ત્રણેયકામના રહસ્ય જણાવીને હ. મુસા (અ.સ.) થી છૂટા પડી ગયા. આ વિષયની વિગતને અલ ફઝલુલ હાશમીની રિવાયતમાં પ્રસ્તુત કરવામાં આવી છે. અલ ફઝલુલ અલયહેમુસ્સલામને બયાન કરતા સાંભળ્યા કે : આપે ફરમાવ્યું : એ કામના માલીક માટે ગયબત ફરજીયાત છે જેના વિશે બાતિલ પસંદ વ્યક્તિઓ શંકા અને સંદેહમાં પડી જાય. મેં પ્રશ્ર્ન કર્યો કે : આપની ઉપર કુરબાન થઇ જાઉં એવું શા માટે ? તેઓએ ફરમાવ્યું : તે હુકમના રહસ્યને જાહેર કરવાની અમોને પણ પરવાનગી આપવામાં આવી નથી. મેં પ્રશ્ર્ન કર્યો કે : ગયબત પાછળ શું હકીકત છે ? આપે ફરમાવ્યું : ગયબત પાછળ એજ હીકમત છે, જેનો ઉલ્લેખ ખુદાની અગાઉની હુજ્જત (અંબિયા અ.સ.) ની ગયબત માટે કરવામાં આવ્યો છે. પરંતુ આ (ઇમામે ઝમાના અજ.ની) ગબયત પાછળ કઇ હીકમત રહેલી છે, તેનું રહસ્ય ઇમામ (અજ.) ના ઝુહર પછી જાણવા મળશે. એટલે કે બિલ્કુલ એવી જ રીતે કે હું ખિઝર (અ.સ.) મેં હોડીમાં કાણું પાડવા, છોકરાને કત્લ કરવા અને દીવાલનું સમારકામ કરવા પાછળના રહસ્ય હ. મુસા (અ.સ.) થી જુદા પડવાનો સમય ન આવ્યો ત્યાં સુધી કર્યા ન હતા. અય ફઝલના ફરઝંદ આ હુકમ અલ્લાહના હુકમ પૈકીનું એક રહસ્ય છે. અને અલ્લાહના ઇલ્મે ગૈબમાંથી છે. જ્યારે આપણે (ઉસુલે દીનની બાબતોની જાણીને) એ વાતની ખાત્રી કરી ચુક્યા કે : અલ્લાહ તઆલાની ઝાત હીકમતપૂર્ણ છે તો આપણે એ વાતનું સમર્થન કરવું પડશે કે તેના તમામ કાર્યો (હુકમો) અને કથન પણ હીકમત ઉપર આધારિત જ હોઇ શકે, ભલે પછી તેના કારણો અને રહસ્યો આપણે જાણતા હોઇએ કે ન જાણતા હોઇએ. રિવાયતોમાં ગયબતના વિવિધ કારણોને ઉલ્લેખ મળી આવે છે. તેમાંના એક કારણ ગયબતના ઝમાનામાં હુજ્જતે ખુદા પર યકીન, ઇમાન અને તેઓની ઇતાઅતની જાંચ, પરખ કરવામાં આવી રહી છે – તે પણ છે. અંત: ઇમામે સાદિક (અ.સ.) ની એક લાંબી રિવાયતો છે, જેમાં આપે એ નિશાનીઓનું વર્ણન કર્યુ છે જે ઝુહુરની પહેલા જાહેર થશે. જે રિવાયતના અંતે આપ (અ.સ.) ફરમાવે છે વ ઝાલેક – બઅદ – ગયબતીન તવલતીન – લે યઅલમલ્લાહો અ મન અ યોતીઓહ – બિલ – ગયબે – વ – યઅમેનો બેહ. અને આ નિશાનીઓ એક લાંબી ગયબત પછી જાહેર થશે. જેથી ખુદાવન્દે તઆલા એ વાતી ચકાસણી કરી લે કે ગયબતના જમાનામાં તેની ઇતાઅત કરનારા કેટલા છે અને તેની ઉપર યકની અને ઇમાન કોણ રાખે છે ? (મુન્તખબુલ અસ્ર પ્રકરણ 35, હદીસ 1)
ગયબતના કારણો પૈકીનું એક કારણ આપણા દુષ્ટ કાર્યો અને બેદીનીનું વાતાવરણ પણ છે. આ વાતાવરણ એવું છે જેમાં દૂર સુદૂર સુધી સાચા ઇસ્લામી અને ઇમાની વાતાવરણનું નામો નિશાન પણ નજરે પડતું નથી. આપણો સમાજ પોતાની સ્વછંદી અને કાલ્પ્નીક વાતો (એવી વાતો જેનું શરીયતમાં કોઇ સ્થાન કે હુકમ નથી.) ઉપર અમલ કરીને તેની ઉપર ખુશ થાય છે અને (બિન ઇસ્લામી) વાતાવરણને ઇસ્લામી વાતાવરણ સમજે છે. આથી એ વાત સ્પષ્ટ છે કે આવા વાતાવરણમાં પયગમ્બર અથવા ઇમામની જાહેર થવાની ગુંજાઇશ ક્યાંથી હોઇ શકે ?
આ વાતાવરણની સરખામણી કુફા સાથે કરવામાં આવે તો અયોગ્ય નહી ગણાય.
(એ જમાનામાં) મૌલાએ કાએનાત તમામ મુસલમાનોને અમીરે શામની વિરૂદ્ધમાં જંગ કરવા માટે આહવાન આપે છે. અને લોકો બાતિલની વિરૂદ્ધમાં બળવો પોકારે તેવું ઇચ્છે છે, પરંતુ મુસલમાનો એવા છે કે, સખત ઠંડી અને સખત ગરમીના બહાના કરીને યોગ્ય ઋતૃ આવવાની રાહ જોવાનું કહીને જંગથી પીઠ ફેરવી લે છે. જેનું પરિણામ એ આવે છેકે મૌલાએ મુત્તકેયાનને શહાદતનો જામ પીવો પડે છે. બીલ્કુલ તેવી જ હાલત આપણા સમાજની છે. તેથીજ તો ઇમામે બાકિર (અ.સ.) ગયબતનું કારણ આ શબ્દોમાં બયાન ફરમાવે છે : મરવાન અંબારીનું બયાન છે કે મને ઇમામ મોહમ્મદે બાકિર (અ.સ.) નો એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે : “જ્યારે ખુદાવન્દે આલમને અમાં લોકો સાથે રહેવું ના પસંદ બન્યું ત્યારે અમોને લોકોના સમૂહથી અળગા કરી દીધા.” (મહદી મવઉદ – બેહાર 13 મું પુસ્તક)
ઉપરની રિવાયતથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઇ જાય છે કે ગયબતના કારણો અને રહસ્યો વિશે અટકળ કે તર્ક કરવો ન જોઇએ. અલબત્ત, તમારા ઇમામનો તકાઝો છે કે અઇમ્મએ માસૂમીન (અ.સ.) જે કાંઇ ફરમાવે તેને પુરતું ગણવું જોઇએ. કારણ કે આ વાત ખુદાના હુકમ અને કાર્ય પૈકીની છે, અને ખુદાની મસ્લેહત તેના સિવાય બીજુ કોઇ જાણતું નથી.
એક વાત બહ જ સ્પષ્ટ થાય છેકે ગૈબતના કારણો વિશે આપણી અટકળો અને ગુમાનને કોઇ અવકાશ નથી. અલબત્ત, માઅસુમો (અ.સ.) જે કાંઇ બયાન કરે છે તેના ઉપર સંપૂર્ણ વિશ્ર્વાસ રાખવો એ ઇમાનનો જ એક તકાઝો છે. કારણ કે આ વાત ખુદાના રાઝોમાંથી એક રાઝ છે. અને ખુદાની વાત ખુદાજ જાણે. ખુદા નથી ચાહતો કે ગૈબત વિશે સવાલ કરવામાં આવે. કારણ કે એ આપણાજ હક્કમાં સારૂ નથી. કેમ કે એ રાઝની વાત ખબર પડી જાય તો કદાચ આપણને ખરાબ લાગે, એ માટે, આ બાબતની એક રિવાયત રજુ કરીએ છીએ. નાહિયા – એ – મુકદ્દસાથી ઇમામ ઝમાન (અ.સ.) એ મોહમ્મદ બીન ઉસ્માન (આપના બીજા નાએબે ખાસ) મારફત લખી મોકલ્યું : જ્યાં સુધી ગૈબત થવા વિશેના કારણનો સવાલ છે, અલ્લાહ તઆલા ફરમાવે છે, “એ ઇમાન વાળઓ ! એ વસ્તુઓ વિશે ન પૂછો કે જેના વિશે તમે જાણી લો તો તમને ખરાબ લાગે અને તમે તેનાથી મુતઅસ્સીર થઇ જાવ (તમને તકલીફ પહોંચે). (માએદાહ : 101) (મહદીએ મવઉદ, બેહાર પુસ્તક : 13)
અલબત્ત, ગયબતના યુગને નેઅમત સમજીને ગનીમત જાણીને એહકામે ઇલાહી અને નબી (સ.અ.વ.) ના ઇરશાદાત અનુસાર અમલ કરતા રહીએ અને એક બા – અમલ શિયા બની રહીએ. જેથી જ્યારે ખુદાવન્દે તઆલાના હુકમથી હઝરત હુજ્જત અજ્જલલ્લાહ તઆલ ફરજહુ, ઝુહુર ફરમાવે ત્યારે આપણી મોહબ્બતની લાગણી કામ આવે. અને જો વઆપણા જીવનકાળ દરમ્યાન ઇમામ ઝુહુર ફરમાવે તો ઇમામ (અજ.) ની સાથે રહીને ઇસ્લામના દુશ્મનોનો મુકાબલો કરી શકીએ. તેમજ શોહદાએ કરબલાની શહાદતનો ભરપુર બદલો લઇ શકીએ. જે માટે આપણે ઇમામે હુસૈન (અ.સ.)ની શહાદતના પ્રારંભકાળથી લોહીના અશ્રુ વહાવી રહ્યા છીએ

 

Categories: Articles | Leave a comment

હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ

હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ

અબ્દુલ મલીક બીન મરવાન કે જે બની ઉમય્યાનો પાંચમો ખલીફો હતો તેનો પ્રતિનિધી અને ઈરાકનો ગર્વનર હજ્જાજ બીન યુસુફ એક ઝાલીમ અને નિર્દય શખ્સ હતો. જેના હાથો તાબેઈને કેરામ અને અમીલ મોઅમેનીન (અ.સ.)ના સહાબીઓ જેમકે કુમૈલ ઈબ્ને ઝિયાદ, કમ્બર અને સઈદ બીન ઝુબૈર વિગેરેના ખુનથી રંગાયેલા હતા. આ ઉપરાંત તેણે રસુલ (સ.અ.વ.)ના ખાનદાનના હજારો લોકોને કૈદ કરીને કત્લ કરાવી નાખ્યા. બન્ને (શીઆ અને સુન્ની) સમૂહના આલીમોએ હજ્જાજ બીન યુસુફનું હઝરત અમીલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યેનું મુનાફીકપણુ અને પૂવર્ગ્રિહવાળી દુશ્મનીનો ઉલ્લેખ કર્યો છે.

એક વખત એક મોઅમેના કે જેનું નામ “હુર્રા” (ર.અ.) કે જે હલીમાહ સાઅદીય્યાહના દિકરી હતા. જેણી ખુબજ બહાદુર અને અમીલ મોઅમેનીન અલી (અ.સ.)ના મુખ્લીસ મદદગાર અને ચાહવાવાળા હતા તેમને હજ્જાજના દરબારમાં લાવવામાં આવ્યા. તે બન્નેની દરમ્યાન નીચે મુજબનો એક ઐતિહાસીક વાદ-વિવાદ થયો.

હજ્જાજ: શું તમે હલીમાહ સાઅદીય્યાહની દિકરી છો?

હુર્રા ગૈરે મોઅમીન (બેદીન વ્યકિત) પાસેથી સમજદારીની અપેક્ષા નથી હોતી.

હજ્જાજ: ખુદા આજે તને મારા ઈખ્તિયારમાં લાવ્યો છે. મેં સાંભળ્યું છે કે તું અલી બીન અબી તાલિબ (અ.સ.)ને અબુબક્ર, ઉમર અને ઉસ્માનથી શ્રેષ્ઠ અને ઉચ્ચ સમજો છો?

હુર્રા લોકોએ તને ખોટી માહિતી આપી છે (કારણકે મેં આ ત્રણેયની સરખામણી કયારેય હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે કરી જ નથી). હકીકત તો એ છે કે હું હઝરત  અલી  બીન  અબી તાલિબ (અ.સ.)ને અંબિયા (અ.મુ.સ.)થી શ્રેષ્ઠ સમજું છું. જેમકે હઝરત આદમ (અ.સ.), હઝરત નૂહ (અ.સ.), હઝરત લુત (અ.સ.), હઝરત ઈબ્રાહીમ (અ.સ.), હઝરત મુસા (અ.સ.), હઝરત દાઉદ (અ.સ.), હઝરત સુલૈમાન (અ.સ.) અને હઝરત ઈસા (અ.સ.).

હજ્જાજ: લઅનત થાય તારા ઉપર. તું અલી (અ.સ.)ને બધાજ સહાબીઓ અને આઠ બુર્ઝુગ અંબિયા (અ.મુ.સ.) કે (જેમાં ઉલુલ અઝમ પયગમ્બર પણ શામેલ છે)થી વધારે શ્રેષ્ઠ અને બેમિસાલ માને છે. અગર તે તારા દાવાને સ્પષ્ટ દલીલો વડે સાબિત ન કર્યો તો હું તને કત્લ કરી નાખીશ.

હુર્રા ફકત હું જ નથી માનતી કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) આ પયગમ્બરો કરતા શ્રેષ્ઠ છે બલ્કે અલ્લાહ તઆલાએ અલી (અ.સ.)ની આ અંબિયા (અ.મુ.સ.) ઉપર શ્રેષ્ઠતાનું એઅલાન કુરઆને કરીમમાં કરેલું છે. હઝરત આદમ (અ.સ.)ના વિષે કુરઆને કરીમમાં ઈશારો કરવામાં આવ્યો છે કે:

وَعَصَىٰ آدَمُ رَبَّهُ

“અને આદમે પોતાના પરવરદિગારની નસીહત ઉપર અમલ ન કર્યો.

(સુરએ તાહા-20, આયત નં. 121)

(કુરઆનની આયતોનો તરજુમો અલ્લામા ઝિશાન હૈદર જવાદી સાહેબના તરજુમામાંથી લીધેલ છે.)

ઈમામ અલી (અ.સ.) (તેમની પત્નિ અને બાળકો)ના વિષે પરવરદિગારનું ઈરશાદ છે:

وَكَانَ سَعْيُكُم مَّشْكُوْرًا

“અને તમારી કોશીશો કબુલ કરવાને લાયક છે.’        (સુ. ઈન્સાન-76, આ. નં. 22)

હજ્જાજ: ખુબ સરસ! હવે એ બતાવ કે કેવી રીતે અલી (અ.સ.)ને હઝરત નૂહ (અ.સ.) અને હઝરત લુત (અ.સ.) ઉપર શ્રેષ્ઠતા હાસિલ છે?

હુર્રા આ બે પયગમ્બરો માટે અલ્લાહ તઆલાનો ઈરશાદ છે કે:

ضَرَبَ اللهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوْا اِمْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللهِ شَيْئًا وَقِيْلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِيْنَ

“અલ્લાહ તે લોકો માટે કે જેઓએ કુફ્ર ઈખ્તેયાર કર્યું છે તેના માટે હઝરત નૂહ (અ.સ.)ની પત્નિ તથા હઝરત લૂત (અ.સ.)ની પત્નિનો દાખલો વર્ણવે છે; કે આ બન્ને (સ્ત્રીઓ) અમારા નેક બંદાઓના નિકાહમાં હતી. પરંતુ તે બન્નેએ તેમની સાથે ખયાનત કરી, જેથી તે બન્નેને નબીની પત્નિ હોવા એ અલ્લાહની બારગાહમાં કંઈ ફાયદો ન પહોંચાડયો અને તે બન્ને (સ્ત્રીઓ)ને કહેવામાં આવ્યું કે તમે પણ તમામ જહન્નમમાં દાખલ થનારાઓની સાથે જહન્નમમાં દાખલ થઈ જાઓ.

(સુરએ તેહરીમ-66, આયત નં. 10)

જ્યારે કે અલી (અ.સ.)ની પત્નિના વિષે કહેવામાં આવ્યું છે કે હઝરત ફાતેમા (સ.અ.)ની ખુશ્નુદી અલ્લાહની ખુશ્નુદી છે અને હઝરત ફાતેમા (સ.અ.)નું ગઝબનાક થવું અલ્લાહનું ગઝબનાક થવું છે.

હજ્જાજ: ખુબ સરસ હુર્રા હવે હું એ જાણવા માંગુ છું કે કઈ રીતે હઝરત અલી (અ.સ.) આપણા છેલ્લા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના દાદા હઝરત ઈબ્રાહીમ (અ.સ.)થી શ્રેષ્ઠ છે?

હુર્રા અલ્લાહે હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ની વાતચીતને કુરઆનમાં આ રીતે નકલ કરી છે કે:

وَإِذْ قَالَ إِبْرَاهِيْمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتٰىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِنْ ۖ قَالَ بَلٰى وَلٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِيْ

“અને (અય રસુલ! તે સમયને યાદ કરો) જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) એ અરજ કરી કે અય મારા પરવરદિગાર! મને એ બતાવી દે કે તું મુદર્ઓિને કેવી રીતે ફરી સજીવન કરે છે. કહેવામાં આવ્યું, શું તમાં ઈમાન નથી? કહ્યું હા, ઈમાન તો છે પરંતુ મારા દિલનું ઈત્મેનાન ચાહું છું.

(સુરએ બકરહ-2, આયત નં. 260)

પરંતુ હઝરત અલી (અ.સ.)નું ઈમાન અને ભરોસો અલ્લાહ તઆલાના બારામાં ખુબજ ઉચ્ચ દરજ્જા ઉપર હતો. જેમકે ખુદ હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

‘અગર પદર્ઓિને હટાવી પણ દેવામાં આવે તો એ (અલ્લાહના વિષે) મારા ઈમાનમાં કોઈ ફર્ક નહીં આવે.’1

(એટલેકે ઈન્સાન તેના ઈમાનના દરજ્જા મુજબ વખાણને લાયક બને છે અને હઝરત અલી (અ.સ.)નું ઈમાન સંપૂર્ણ હતું. તેથી તેમને દિલના સુકુનની જરત ન હતી, જેવી રીતે હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ને હતી).

હજ્જાજ: ખુબ સરસ હુર્રા શું તું એ સ્પષ્ટ કરી શકે છે કે કેવી રીતે હઝરત અલી (અ.સ.) હઝરત મુસા (અ.સ.) (કે જેને કલીમુલ્લાહ કહેવાય છે)થી શ્રેષ્ઠ છે?

હુર્રા હઝરત મુસા (અ.સ.)ના બારામાં કુરઆન ફરમાવે છે:

فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ

“તો હઝરત મુસા (અ.સ.) ડરની હાલતમાં શહેરની બહાર નીકળ્યા.

(સુરએ કસસ-28, આયત નં. 21)

પરંતુ શબે હિજરત હઝરત અલી (અ.સ.) પોતાની ખુશીથી અને કોઈપણ પ્રકારના ડર કે ભય વગર રસુલે અકરમ (સ.અ.વ.)ના બિસ્તર ઉપર સુતા હતા અને અલ્લાહ તઆલાએ તેમની પ્રશંસા પોતાની કિતાબમાં આ રીતે કરી છે:

وَمِنَ النَّاسِ مَن يَشْرِيْ نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللهِ  ط وَاللهُ رَءُوْفٌ بِالْعِبَادِ

“અને લોકોમાંથી (કોઈ) એવા (પણ) છે કે જે અલ્લાહની ખુશી મેળવવા માટે પોતાના નફસને વેચી નાખે છે અને અલ્લાહ પોતાના બંદાઓ ઉપર ખૂબજ માયાળુ છે.2

(સુરએ બકરહ-2, આયત નં. 207)

હજ્જાજ: ખુબ સરસ હુર્રા હઝરત અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા હઝરત દાઉદ (અ.સ.) ઉપર કયા કારણે છે?

હુર્રા હઝરત દાઉદ (અ.સ.) વિષે અલ્લાહ તઆલા ફરમાવે છે:

يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُم بَيْنَ النَّاسِ بِالْحَقِّ

“અય દાઉદ! બેશક અમોએ તમને આ ઝમીન ઉપર અમારા જાનશીન બનાવ્યા છે, તેથી તમે લોકોની દરમ્યાન ન્યાયસર ચુકાદો આપતા રહો.

(સુરએ સાદ-38, આયત નં. 26)

હજ્જાજ: હઝરત દાઉદ (અ.સ.)નો શું ચુકાદો હતો?

હુર્રા ફેંસલો બે વ્યકિતના મતભેદના બારામાં હતો. જેમાંથી એક ગોવાળ અને બીજો ખેડુત હતો. ગોવાળના પશુઓ ખેડુતના ખેતરમાં દાખલ થઈ ગયા અને બધા જ પાકને નુકશાન કરીને ચાલ્યા ગયા. આથી તે લોકો હઝરત દાઉદ (અ.સ.) પાસે ગયા અને ખેડુતે પોતાની ફરિયાદ રજુ કરી.

હઝરત દાઉદ (અ.સ.) એ ફરમાવ્યું: ગોવાળ પોતાના બધાજ પશુઓને વેચી નાખે અને ખેડુતનું નુકશાન ચુકવી આપે.

હઝરત સુલૈમાન (અ.સ.) એ પોતાના પિતા હઝરત દાઉદ (અ.સ.)ને ફરમાવ્યું કે આ કરતા વધારે સાં એ છે કે ગોવાળ ખેડુતના (ફળ, ખેતીની ઉપજ) નું નુકશાન પશુઓના દૂધ અને મુલાયમ ચામડાથી ભરપાઈ કરે તો ખેડુતના નુકશાનની ભરપાઈ પણ થઈ જાય અને ગોવાળના પશુઓ પણ સલામત રહેશે (તેની પાસે જ રહે).

આ માટે જ અલ્લાહ (ત.વ.ત.)નો ઈરશાદ છે:

فَفَهَّمْنَاهَا سُلَيْمَانَ ۚ وَكُلًّا آتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُودَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ۚ وَكُنَّا فَاعِلِيْنَ

“પછી અમોએ સુલૈમાનને સાચો ચુકાદો સમજાવી દીધો અને અમે ચુકાદાની શકિત તથા ઈલ્મ દરેકને અતા કર્યું હતું અને અમોએ પર્વતોને દાઉદ (અ.સ.)ને આધિન કરી દીધા હતા કે જે તેની સાથે સાથે અલ્લાહની તસ્બીહ કયર્િ કરે અને એવીજ રીતે પક્ષીઓને પણ; અને અમે આવા કાર્યો કરતા રહીએ છીએ.

(સુરએ અંબિયા-21, આયત નં. 79)

પરંતુ અલી (અ.સ.) પોતાની ફઝીલતનું બયાન આ રીતે કરે છે:

سَلُوْنِي قَبْلَ أَنْ تَفْقِدُوْنِيْ

‘મને પુછી લ્યો એ પહેલા કે તમે મને ગુમાવી બેસો.’ 3

જ્યારે ખૈબરના વિજય પછી અમીલ મોઅમેનીન અલી (અ.સ.) પોતાના આકા હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થયા ત્યારે રસુલે અકરમ (સ.અ.વ.)એ તેમના સહાબીઓને સંબોધીને ફરમાવ્યું:

‘અલી (અ.સ.) તમારામાં સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વધારે આલીમ અને ફેંસલા કરવામાં સૌથી સારા છે.’ 4

હજ્જાજ: ખુબ સરસ હુર્રા હઝરત અલી (અ.સ.) એ હઝરત સુલૈમાન (અ.સ.) ઉપર શ્રેષ્ઠતા કેવી રીતે હાંસીલ કરી?

હુર્રા અલ્લાહ તબારક વ તઆલા એ હઝરત સુલૈમાન (અ.સ.)ની વાતચીતને પોતાની કિતાબ (કુરઆન)માં આ રીતે બયાન કરી છે:

قَالَ رَبِّ اغْفِرْ لِيْ وَهَبْ لِيْ مُلْكًا لَّا يَنبَغِيْ لِأَحَدٍ مِّنْ بَعْدِيْ

“(અને) તેણે કહ્યું કે અય મારા પરવરદિગાર! મને માફ કરી દે અને મને એવું રાજ્ય અતા કર, જે મારા પછી કોઈના માટે ન હોય.

(સુરએ સાદ-38, આયત નં. 35)

પરંતુ મારા મૌલા (અ.સ.) એ દુનિયાના બારામાં ફરમાવ્યું:

…فَقَدْ طَلَّقْتُكِ ثَلَاثاً

‘અય દુનિયા! મેં તને ત્રણ વાર તલાક આપી અને મને તારી જરત નથી.’

અને ખુદ ખુદા ફરમાવે છે:

تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِيْنَ لَا يُرِيْدُونَ عُلُوًّا فِيْ الْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ

“આ આખેરતનું ઘર અમે તે લોકો માટે નિમર્ણિ કરીએ છીએ કે જેઓ પૃથ્વી ઉપર બલંદી અને ફસાદને ચાહતા નથી અને સારો અંત તો પરહેઝગારો માટેજ છે.

(સુરએ કસસ-28, આયત નં. 83)

હજ્જાજ: ખુબ સરસ હુર્રા

અંતમાં તારો અકીદો સમજાવ કે કઈ રીતે હઝરત અલી (અ.સ.) હઝરત ઈસા (અ.સ.) કરતા વધારે શ્રેષ્ઠ અને ઉચ્ચ છે?

હુર્રા અલ્લાહે પોતાની કિતાબમાં હઝરત ઈસા (અ.સ.) વિષે આ રીતે ફરમાવ્યું:

وَإِذْ قَالَ اللهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُوْنِيْ وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُوْنِ اللهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُوْنُ لِيْ أَنْ أَقُوْلَ مَا لَيْسَ لِيْ بِحَقٍّ ۚ إِنْ كُنْتُ قُلْتُه فَقَدْ عَلِمْتَه ۚ تَعْلَمُ مَا فِيْ نَفْسِيْ وَلَا أَعْلَمُ مَا فِيْ نَفْسِكَ ۚ إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوْبِ

“અને જ્યારે અલ્લાહે કહ્યું કે અય મરિયમના પુત્ર ઈસા (અ.સ.)! શું તમે લોકોને એમ કહી દીધું છે કે અલ્લાહને છોડીને મને તથા મારી માઁને ખુદા માની લો? તો ઈસા (અ.સ.) એ અરજ કરી કે તારી ઝાત બેનિયાઝ છે, હું તેવી વાત કેવી રીતે કહીશ કે જેનો મને કાંઈજ હક નથી; અને અગર મેં તેવું કહ્યું હતું તો મને તો ખબર જ છે કે તું મારા દિલની હાલત જાણે છે અને હું તારા ભેદોથી અજાણ છું. બેશક તું ગય્બનો જાણનાર છે.

(સુરએ માએદાહ-5, આયત નં. 116)

આ રીતે અલ્લાહે તે લોકોને સજા કરવામાં મોડું કર્યું કે જેઓએ હઝરત ઈસા (અ.સ.)ને ખુદા માન્યા હતા. પરંતુ નુસૈરીઓ (કે જેમણે હઝરત અલી (અ.સ.)ના ત્બાને ઉચ્ચ કરીને ઓલુહીય્યત સુધી પહોંચાડી દીધો હતો) તેઓને સજા આપવામાં થોડું પણ મોડું ન કર્યું અને તેઓને સજા આપી.

હજ્જાજ: હું તારા સરળ અને સુંદર બયાનથી ખુબજ પ્રભાવિત થયો છું. અગર તું તારા દાવામાં નિષ્ફળ સાબિત થાત તો યકીનન હું તાં ગળું કાપી નાખત.

આ પછી હજ્જાજે હુરર્નિે બાઈઝઝત આઝાદ કરી દીધી બલ્કે તેને સારા ઈનામો પણ આપ્યા.5

 1) મનાકીબે આલે અબી તાલિબ ભા. 1, પા. 317, અલ તઆફ, પા. 512, સેરાતલ મુસ્તકીમ ભા. 1, પા. 230, બેહાલ અન્વાર ભા. 4, પા. 45, હિલ્યતુલ અબરાર ભા. 2, પા. 62, શરહે નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ, ભા. 10, પા. 142, ગાયતુલ મરામ ભા. 5, પા. 195, તફઝીલુલ નિશતય્ન પા. 46 અને 62, ઈલ્મુલ કેતાબ ખ્વાજા અમીર મોહમ્મદી હનફી પા. 266, મતાલેબુલ સોઉલ પા. 16, તબ્કાતુલ કુબરા, અબ્દુલ વહહાબ શાફેઈ ભા. 4, પા. 54, અલ મજાઝુલ જલીલ ફી બયાનુસ સવાલાત વ જવાબ મિન ગરાએબુત તન્ઝીલ ભા. 1, પા. 18, સવાએકુલ મોહર્રેકા પા. 77, નકલ અઝ શર્રહે એહકાકુલ હક્ક ભા. 7, પા. 605, યનાબીઉલ મોવદ્દત ભા. 1, પા. 203, ભા. 2, પા. 413, જવાહેલ મતાલીબ ભા. 2, પા. 50.

2) એહલે સુન્નતના પ્રખ્યાત તફસીરકાર સોઅલબી એ પોતાના રાવીઓના આધારે આ આયતના બારામાં કહ્યું છે કે: જ્યારે રસુલે અકરમ (સ.અ.વ.) એ હિજરતનો ઈરાદો કર્યો ત્યારે પોતાનું કર્ઝ અને અમાનતોને અદા કરવા માટે હઝરત અલી (અ.સ.)ની પસંદગી કરી. મુશ્રીકોએ આપ (સ.અ.વ.) ઉપર હુમલો કરવાના ઈરાદાથી આપના પવિત્ર ઘરને ચારેબાજુથી ઘેરી લીધું હતું. હિજરત પહેલા આ સમયે આપ (સ.અ.વ.) એ ઈમામ અલી (અ.સ.)ને હુકમ આપ્યો કે તે આપ (સ.અ.વ.)ની પથારી પર સૂઈ જાય અને પોતાની જાતને લીલા ધાબળા વડે ઢાંકી દે (જે આપ સ.અ.વ.થી સંબંધિત હતોે). આ સમયે અલ્લાહ તઆલા એ જ. જીબ્રઈલ (અ.સ.) અને જ. મીકાઈલ (અ.સ.) ઉપર વહી નાઝીલ કરી અને કહ્યું કે હું તમને બંનેને એક-બીજાના ભાઈ બનાવું છું અને તમારા બંનેમાંથી એકને લાંબી ઉમ્ર આપવા માંગું છું તો તમારામાંથી કોણ છે જે પોતાની ઝિંદગીની કુરબાની આપવા તૈયાર છે? અને પોતાની ઝિંદગીને બીજાની ઝિંદગી ઉપર મહત્ત્ાા આપશે? તો બેમાંથી કોઈ એકપણ તૈયાર ન થયું. ત્યારે અલ્લાહ (ત.વ.ત.) એ તેમના ઉપર વહી કરી કે હવે અલી (અ.સ.) રસુલ (સ.અ.વ.)ની પથારી ઉપર સુઈ જશે અને એ પોતાની જાન રસુલ (સ.અ.વ.) ઉપર કુરબાન કરવા તૈયાર છે. તો હવે તમે લોકો જમીન ઉપર જાવ અને હઝરત અલી (અ.સ.)ના રક્ષક બની જાવ. જ્યારે જીબ્રઈલ (અ.સ.) અલી (અ.સ.)ના સરે મુબારક પાસે બેઠા હતા અને જ. મિકાઈલ (અ.સ.) અલી (અ.સ.)ના પગ પાસે બેઠા હતા ત્યારે જ. જીબ્રઈલ (અ.સ.) એ ફરમાવ્યું:

અય અબુ તાલિબના ફરઝંદ મુબારક થાય! અલ્લાહ તઆલા ફરિશ્તાઓ સમક્ષ તમારી ઉપર ગર્વ અનુભવે છે. તે સમયે આ આયત (અને લોકોમાંથી (કોઈ) એવો (પણ) છે જે અલ્લાહની ખુશી મેળવવા માટે પોતાના નફસને વેચી નાખે છે અને અલ્લાહ સર્વે બંદાઓ પર ખૂબજ માયાળુ છે.) નાઝીલ થઈ. આ કારણે આ રાત્રી લયલતુલ મોબીતના નામથી મશ્હુર થઈ. તફસીરે સોઅલબી ભા.6, પા. 479. હકીકતમાં આ ‘લયલતુલ મોબીત’ (સુવાની રાત્રી)ની સંબંધિત હદીસને એહલે સુન્નતના અસંખ્ય આલીમોએ નકલ કરી છે, જેમાંના અમૂક આ મુજબ છે. કશફુલ બયાન અઝસોઅલબી, ભા. 1, પા. 409, તફસીરે ફખ્રે રાઝી, ભા. 3, પા. 222, તફસીરે નિશાપુરી, ભા. 2, પા. 8, તફસીરે એકામે ઝૈદી, ભા. 1, પા. 41, જામેઅુલ તાએફુલ તફસીર, ભા. 5, પા. 111, જવાહેરુલ મતાલીબ, ભા. 1, પા. 241, અસ્સલાતો ખૈમ મેનન નવ્મ, ભા. 5, પા. 13, શવાહેદુત તન્ઝીલ, ભા. 1, પા. 123, અસદુલ ગાબાહ ફી મઅરેફતે સહાબા, ભા. 4, પા. 25, યનાબીઉલ મોવદ્દત, ભા. 1, પા. 274, મજમઉઝ ઝવાએદ, ભા. 7, પા. 27, કોનુઝુલ હકાએક, પા. 31, ઝખાએલ ઉકબા, પા. 86, વિગેરે, વિગેરે.

3) અર રેયાઝુન નાઝેરહ અઝ મોહીબુત તબરી, ભા. 2, પા. 198, અત તબકાતુલ કુબરા અઝ ઈબ્ને સઅદ, ભા. 2, હાંસિયા, પા. 101, અલ એસાબહ અઝ ઈબ્ને હજરે અસ્કલાની ભા. 3, પા. 568, તેહઝીબુત તેહઝીબ અસ્કલાની ભા. 7, પા. 337-338, ફતહુલ બારી અઝ ઈબ્ને હજરે અસ્કલાની, ભા. 8, પા. 485, અલ ઈસ્તીઆબ અઝ ઈબ્ને અબ્દુલ બર, ભા. 3, પા. 1, 107-તારીખુલ ખોલફા અઝ જલાલુદ્દીન અસ સિયુતિ, પા. 124, અલ ઈત્ત્ોકાન અઝ જલાલુદ્દીન અસસિયુતિ, ભા. 2, પા. 319.

4) આ સંબંધની હદીસોને એહલે સુન્નતના જુદા જુદા સમૂહના આલીમોએ નોંધ કરી છે. જેમાં શવાહેદુત તન્ઝીલ ભા. 2, પા. 467, શેઆલ અલામુલ નબાલહ ભા. 14, પા. 206, ફૈઝુલ કદીર ભા. 5, પા. 668, તોહફુલ અહવાઝી ભા. 10, પા. 205, ફતહુલ બારી ભા. 10, પા. 487, શરહે નહજુલ બલાગાહ ભા. 1, પા. 18, ભા. 7, પા. 219, કશફુલ કહાફહ ભા. 1, પા. 162, તફસીરે કુરતોબા ભા. 15, પા. 162, અલ ઉસુલુલ અસ્લીય્હ પા. 112, અલ એહકામ ભા. 4, પા. 237, તારીખે દમીશ્ક ભા. 15, પા. 300, અલ જવાહીર ફી નસ્બે ઈમામે અલી અ.સ. વ આલેહ પા. 71, તારીખે ઈબ્ને ખલ્દુન ભા. 1, પા. 197, જવાહેલ મતાલીબ ભા. 1, પા. 76, અલ ગદીર ભા. 3, પા. 95 (અલ ઈસ્તીઆબ, ભા. 3, પા. 235 થી નકલ છે), મતાલેબુસ સોઉલ, પા. 23, તમીઝુત તીય્બ મેનલ ખબીસ, પા. 25… અને આ સઈદ બીન અબી ખુઝૈબ કે જે ઈ. સાદિક (અ.સ.)ના સહાબી હતા તેમનાથી નકલ છે કે ઈબ્ને અબી લૈલા અને હું મદીના પહોંચ્યા અને મસ્જીદે નબવી (સ.અ.વ.) પહોંચ્યા, જ્યાં ઈમામ સાદિક (અ.સ.) હાજર હતા. અમે ઈ. સાદિક (અ.સ.)ની પાસે ગયા ત્યારે તેમણે મારા અને મારા ઘરવાળાના બારામાં પુછયું. ત્યારબાદ તેમણે મારા સાથી ઈબ્ને અબી લૈલાના બારામાં પુછયું. મેં ઈમામ (અ.સ.)ને કહ્યું: આ ઈબ્ને અબી લૈલા મુસલમાનોના જજ છે. ઈમામ (અ.સ.) એ તેને પુછયું: શું તમે કોઈની મિલ્કત લઈને બીજાને આપી છે અથવા પતિ-પત્નિ વચ્ચે તલાક પઢી છે. આ કાર્ય કરવા માટે તમે કોઈનો ડર મહેસુસ કર્યો છે? તેણે કહ્યું: હા, ઈમામ (અ.સ.) એ પુછયું, તમે કઈ ચીજ વડે ફેંસલો કરો છો? તેમણે કહ્યું: તે હદીસો વડે જે મારા સુધી રસુલુલ્લાહ (સ.અ.વ.), અબુ બક્ર અને ઉમરથી પહોંચી છે. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘શું તારા સુધી રસુલે અકરમ (સ.અ.વ.)ની એ હદીસ નથી પહોંચી કે ફેંસલા કરવામાં અલી (અ.સ.) તમારામાં સૌથી શ્રેષ્ઠ છે.’ તેણે કહ્યું, હા! પછી ઈમામ (અ.સ.) એ તેને સવાલ કર્યો કે શા માટે તું તારા ફેંસલાઓ અલી (અ.સ.)ના ફેંસલાઓ મુજબ નથી કરતો. જ્યારે કે તમારા સુધી આ હદીસ પહોંચી ગઈ છે? રાવી કહે છે કે આ સાંભળતા જ ઈબ્ને અબી લૈલાનો ચહેરો ઉતરી ગયો અને તેણે મને કહ્યું: તું તારા માટે બીજો દોસ્ત શોધી લે હું તારી સાથે કોઈ દિવસ વાત નહીં કં. (કાફી ભા. 7, પા. 408) તેહઝીબુલ એહકામ ભા. 6, પા. 221, વસાએલુશ્શીઆ ભા. 18, પા. 8, અલ એહતેજાજ ભા. 2, પા. 102, બેહાલ અન્વાર ભા. 47, પા. 334.

5) અલ ફઝાએલ પા. 136, બેહાલ અન્વાર ભા. 46, પા. 134, ઈમામ અલી અ.સ. અઝ અર રહેમાની પા. 326, અલ મુનાઝેરાત ફીલ ઈમામીયહ, ભા. 125, મુસ્તદરકે ઈલ્મુલ રેજાલ ફીલ અહાદીસે અઝ અલી શહદી અન નમાઝી અ.ર. ભા. 8, પા. 565, કામુસુર રેજાલ અઝ તુસ્તરી ભા. 12, પા. 227, અલ મોઅય્યન બયઝહ પા. 218, બેહરીલ મનાકીબ અઝ ઈબ્ને હુસનાવી (શરહે એહકાકુલ હક ભા. 5, પા. 47 થી નકલ કરેલ છે).

Categories: Articles | Leave a comment

કુરઆનની રોશનીમાં જશ્નનું મનાવવું

કુરઆનની રોશનીમાં જશ્નનું મનાવવું

    જયારે આપણે કુરઆને કરીમ તરફ રજુ થઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કુરઆને કરીમે ન માત્ર આ રસમોને મનાવવા અને તેને યાદ કરવાનો ઝીક્ર કર્યો છે બલ્કે આપણને એ પ્રોત્સાહન પણ આપ્યું છે કે આપણે આવા મહાન કાર્યોને કરતા રહીએ અને એ ઇસ્લામી બનાવો કે જે ઈતિહાસમાં બન્યા છે તેને હંમેશા યાદ કરતા રહીએ.

 1. કુરઆને મજીદમાં એ આયતો જે હજના અનુસંધાનમાં નાઝીલ થઇ છે એમાં મોટા ભાગની આયતો એવી છે કે જે વાસ્તવમાં અંબીયા (અ.મુ.સ.) અને અલ્લાહના વલીઓની યાદગીરીના બારામાં છે. આપણે તેમાંથી અમુક આયતો તરફ નિર્દેશ કરશું.

(અ) મકામે ઇબ્રાહીમ (અ.સ.):

અલ્લાહ તઆલા કુરઆને મજીદમાં ફરમાવે છે:

“અને ઇબ્રાહીમ (અ.સ.)ની જગ્યાને મુસલ્લા (ઈબાદત કરવાની જગ્યા) બનાવો.              (સુરએ બકરહ : 125)

આ આયતમાં અલ્લાહ મુસલમાનોને હુકમ આપી રહ્યો છે કે જે જગ્યા એ જ. ઇબ્રાહીમ અ.સ.ના પગના નિશાન છે એ જગ્યા ઉપરથી બરકત હાસિલ કરો અને એ જગ્યાને તમારો મુસલ્લો અને ઈબાદતની જગ્યા બનાવો. જેથી જ. ઇબ્રાહીમ (અ.સ.) અને ખાનએ કાબાની તઅમીરની યાદ તાજી થાય.

બુખારી એ પોતાની સહીહમાં લખ્યું છે કે ખાનએ કાબાના ચણતર સમયે જ. ઈસ્માઈલ (અ.સ.) પત્થર લાવી રહ્યા હતા અને જ. ઇબ્રાહીમ (અ.સ.) ખાનએ કાબાનું ચણતર કરી રહ્યા હતા. ત્યાં સુધી કે તેની દીવાલો ઉંચી થઇ ગઈ. જ. ઈસ્માઈલ (અ.સ.) એક પત્થર લાવ્યા અને જ. ઇબ્રાહીમ (અ.સ.) તેના ઉપર ઉભા રહ્યા અને આ રીતે બંને હઝરાતે ખાનએ કાબાના ચણતરનું કામ પરિપૂર્ણ કર્યું.

(સહીહ બુખારી, કીતાબુલ અમ્બીયા ભા.2, પાના-158)

(બ) સફા અને મરવા

અલ્લાહ કુરઆનમાં ફરમાવે છે:

“બેશક સફા અને મરવા અલ્લાહના દીનની નિશાનીઓમાંથી છે. બસ જે કોઈ હજ અથવા ઉમરા બજાવી લાવે તેના માટે તેમાં કોઈ વાંધો નથી કે તે સફા અને મરવાની વચ્ચે સઈ કરે. (સુ. બકરહ: 158)

અલ્લાહે સફા અને મરવાની વચ્ચે સઈ કરવાને હજના આમાલમાં ગણ્યું છે કે જેથી જ. હાજરાની સફા અને મરવા વચ્ચેની સઈ કરવાની યાદ તાજી થાય.

બુખારીએ લખ્યું છે કે જ્યારે જ. ઇબ્રાહીમ (અ.સ.)એ જ. હાજરા અને પોતાના ફરઝંદ જ. ઈસ્માઈલ (અ.સ.)ને મક્કામાં છોડી દીધા પછી તેમની પાસે જે પાણી હતું તે ખત્મ થઇ ગયું અને તે બન્ને ઉપર પ્યાસની અસર વધી ગઈ. જયારે એમના ફરઝંદ પ્યાસની તીવ્રતાથી તડપવા લાગ્યા ત્યારે જ. હાજરા પાણીની શોધમાં સફાના પહાડ તરફ ગયા. અહિયાં સુધી કે તે હવે પોતાના ફરઝંદને જોઈ શકતા ન હતા અને કોશીશ કરી રહ્યા હતા કે કોઈ તેમને દેખાઈ જાય કે જેની પાસેથી તે પાણી માંગી શકે. પરંતુ તે નિરાશ થઇ પાછા ઉતયર્િ અને ઝડપથી મરવાના પહાડ તરફ આગળ વધ્યા. પહાડની ટોચ ઉપર પહોંચ્યા કે જેથી તેમને કોઈ દેખાય કે જેની પાસે તેણી પાણી માંગી શકે. પરંતુ ત્યાં પણ તેમને કોઈ ન દેખાયું. તેમણે સાત વખત આ અમલનું પુનરાવર્તન કર્યું. ઇબ્ને અબ્બાસ પયગમ્બર (સ.અ.વ.)થી રિવાયત કરે છે કે આજ કારણ છે કે અલ્લાહે હાજીઓને સફા અને મરવા વચ્ચે સાત વખત સઈ કરવાનો હુકમ આપ્યો છે.

(સહીહ બુખારી, કીતાબુલ અમ્બીયા, ભા.2, પાના 158)

(ક) કુરબાની

અલ્લાહ કુરઆનમાં ફરમાવે છે:

“પછી અમોએ તેને એક સહનશીલ ફરઝંદની ખુશખબર આપી. પછી જયારે તે તેની સાથે કામ કરવા લાગ્યો ત્યારે જ. ઈબ્રાહીમ (અ.સ.) એ તેને કહ્યું અય મારા વ્હાલા પુત્ર! મેં સ્વપ્માં જોયું કે હું તને કુરબાન કરી રહ્યો છું, આ બારામાં તમારો શું ખ્યાલ છે? તેણે અરજ કરી કે અય મારા પિતા! તમને જે આજ્ઞા આપવામાં આવી છે તે બજાવી લાવો અગર અલ્લાહે ચાહ્યું તો તમે મને સબ્ર કરનારાઓમાં જોશો. પછી જયારે બન્ને આધીન થયા અને (ઈબ્રાહિમ (અ.સ.)એ) તે (ઈસ્માઈલ (અ.સ.))ને (ભૂમિ પર) ઉંધે મોઢે સુવડાવ્યા ત્યારે અમે તેને પોકારીને કહ્યું કે અય ઇબ્રાહીમ (અ.સ.) ખરેખર તમે તમાં  સ્વપ્ સાચું કરી બતાવ્યું. ખચીતજ નેકી કરનારાઓને અમે એવીજ રીતે ઉમદા બદલો આપ્યા કરીએ છીએ. બેશક આ મહાન અને ખુલ્લી કસોટી છે અને અમોએ તેનો બદલો એક મહાન કુરબાનીને કરાર દીધો છે.

(સુરએ સાફ્ફાત, આયત 101 થી 107)

અલ્લાહે આ મહાન કુરબાનીના બદલામાં હાજીઓને હુકમ આપ્યો છે કે હઝરત ઇબ્રાહીમ અ.સ. ને અનુસરતા અને આ મહાન કાર્ય અને ખુબજ મોટી પરીક્ષાની યાદ મનાવતા મીનાના મૈદાનમાં ઘેટાની કુરબાની કરે .

(ડ) રમીએ જમરાત

એહમદ ઇબ્ને હમ્બ્લ અને તયાલસીએ પોતાની મુસ્નદમાં રસુલે ખુદા (સ.અ.વ.)થી આ હદીસ નોંધી છે કે જ. જિબ્રઈલ (અ.સ.) જ.ઇબ્રાહીમ (અ.સ.)ને જમરએ ઉક્બાની તરફ લઇ ગયા. અહિયાં જ. ઇબ્રાહીમ (અ.સ.)ને શયતાન દેખાયો, જ. ઇબ્રાહીમ (અ.સ.) એ તેને સાત પથ્થર એવી રીતે માયર્િ કે તેની ફરિયાદ ઉંચી થઇ ગઈ પછી એ જમરએ વુસ્તાની તરફ આવ્યા ફરી શયતાન દેખાયો. ફરીથી જ. ઇબ્રાહીમ (અ.સ.) એ સાત પથ્થર માયર્િ અને શયતાનની ચીખ ઉંચી થઇ. પછી તેઓ જમરએ કુસ્વાની તરફ આવ્યા ફરી શયતાન દેખાયો, ફરીથી જ. ઇબ્રાહીમ (અ.સ.)એ સાત પથ્થર માયર્િ ત્યાં સુધી કે શયતાનની ચીખ ઉંચી થઇ.

(મુસ્નદે એહમદ ભાગ 1 પાના નં. 306, મુસ્નદે અત્તયાલીસી હદીસ 2697)

આપણે એ વાતને અનુભવી શકીએ છીએ કે કેવી રીતે અલ્લાહે આ બનાવની યાદ મનાવવા માટે આ રમી (પથ્થર મારવાનો અમલ)ને હાજીઓ ઉપર વાજીબ કરાર દીધો છે કે જેથી આ બનાવની યાદ તાજી રહે અને આ બનાવ લોકોની યાદોમાં બાકી રહે.

 1. અલ્લાહ તઆલા કુરઆને મજીદમાં ફરમાવે છે:

“જે કોઈ અલ્લાહના દીનની નિશાનીઓની ઇઝઝત કરે છે, તો બેશક આ સિફત દિલના તકવાની નિશાની છે.

(સુરએ હજ્જ : 32)

આ આયતથી એવી રીતે દલીલ કરી શકાય છે કે શઆએર તે શઈરહનું બહુવચન છે, જેનો અર્થ છે નિશાનીઓ અને શઆએલ્લાહ એટલે કે અલ્લાહ અને તેના દીનની નિશાનીઓ. માટે જ દરેક તે અમલ કે જે લોકોને અલ્લાહ અને તેના દીનની તરફ દોરે, અલ્લાહ અને તેના દીનની યાદ અપાવે તે નિશાનીઓ અલ્લાહની નિશાનીઓ છે અને ગદીરનું જશ્ન મનાવવું તે નિશાનીઓમાંથી એક નિશાની છે. કારણકે આવા જશ્નમાં લોકો હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) કે જેઓ અલ્લાહની હુજ્જત અને તેમના વલી છે, તેમના ફઝાએલ અને તેમના કમાલાતનો ઝિક્ર કરે છે કે જેનાથી અલ્લાહ તઆલાની કુરબત હાસિલ થાય છે.

 1. અલ્લાહ તઆલા ફરમાવે છે:

“એ લોકોને અલ્લાહના દિવસોના બારામાં યાદ અપાવો.    (સુ. ઇબ્રાહીમ : 5)

અહિયાં અલ્લાહના દિવસોથી મતલબ એ દિવસો છે કે જે દિવસે હક્કે બાતીલ ઉપર વર્ચસ્વ હાસિલ કર્યુ અને ગદીર પણ એક એવો દિવસ છે કે જયારે હક્કે બાતીલ ઉપર વર્ચસ્વ હાસિલ કર્યું, કારણકે આ એવો દિવસ છે કે જયારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ લોકોને પોતાના વસી અને જાનશીન તરીકે ઈમામ અલી (અ.સ.)ની ઓળખાણ કરાવી કે જેથી ઈમામ અલી (અ.સ.) લોકોને રસુલે ખુદા (સ.અ.વ.)એ બતાવેલા રસ્તાનું માર્ગદર્શન કરતા રહે.

 1. અલ્લાહ તઆલા કુરઆને મજીદમાં ફરમાવે છે:

“(અય રસુલે ખુદા સ.અ.વ. પોતાની ઉમ્મતથી) કહી દો કે હું તમારાથી કોઈ અજ્રે રિસાલત નથી ચાહતો પરંતુ એ કે તમે મારી એહલેબય્તથી મોહબ્બત કરો.

(સુરએ શુરા : 23)

આપણે એ માટે ગદીરનું જશ્ન મનાવીએ છીએ અને તેમના વસી અને ઉત્તરાધિકારી અલી (અ.સ.)ના ફ્ઝાએલ બયાન કરીએ છીએ કે જેથી અજ્રે રિસાલત અદા કરી શકીએ.

 1. અલ્લાહ તઆલા ફરમાવે છે:

“કસમ છે રોશન દિવસની અને કસમ છે રાત્રીની જયારે તે ચીઝોને છુપાવી લે.

(સુરએ ઝોહા : 1-2)

હલ્બીએ સીરે હલ્બીયામાં નકલ કર્યું છે કે અલ્લાહે આ આયતમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની વિલાદતની રાતની કસમ ખાધી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આનાથી મતલબ મેઅરાજની રાત્રી છે અને આમાં કોઈ ખોટું નથી કે તેનાથી મતલબ બન્ને રાત્રીઓ હોય.

(અલ સીરતુલ હલ્બીયા, ભાગ-1, પાના નં. 57)

આ વાત એકદમ સ્પષ્ટ છે કોઈ પણ કિસ્સાનું વર્ણન કરવા પહેલા કસમ ખાવી તે કિસ્સાનું મહત્ત્વ દશર્વિે છે. એટલા માટે જ અલ્લાહ તઆલાએ કસમ દ્વારા લોકોના દિમાગમાં આ બનાવની યાદને જીવંત રાખી છે કે જેથી લોકો આ રાત્રીઓનો એહતેરામ કરે. ગદીરનું જશ્ન મનાવવું પણ એવુંજ છે. આપણે ગદીરનું જશ્ન મનાવીએ છીએ કે જેથી આ દિવસનો એહતેરામ અને આ બનાવ લોકોના દિલોમાં બાકી રહે.

 1. અલ્લાહ રસુલે ખુદા (સ.અ.વ.)ની મદદ કરનારાઓ અને તેમની ઈઝઝત કરનારાઓનું સમર્થન કરતા ફરમાવે છે:

“બસ જે લોકો તેમના (રસુલે ખુદા સ.અ.વ.) ઉપર ઈમાન લાવ્યા અને તેમનો એહતેરામ અને તે નુરનું અનુસરણ કરે છે જે તેમની સાથે નાઝીલ કરવામાં આવ્યું છે. આ લોકોજ ખરેખર કામયાબ છે. (સુ. અઅરાફ:157)

અલ્લાહે આ આયતમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઇઝ્ઝત કરનારાઓ અને તેમની મદદ કરનારાઓની પ્રશંસા કરી છે અને તે લોકોની નજાત પામવાની ખુશખબરી આપી દીધી છે. હવે સવાલ એ પૈદા થાય છે કે શું રસુલે ખુદા (સ.અ.વ.)ની વિલાદતનું જશ્ન મનાવવું અથવા તેમની બેઅસતનું જશ્ન મનાવવું અથવા ગદીરે ખુમનું જશ્ન મનાવવું કે જેમાં આપ (સ.અ.વ.) એ પોતાના વસીની જાનશીનીનું એઅલાન કર્યું શું તે તમામ બાબતો રસુલે ખુદા (સ.અ.વ.)ની ઇઝ્ઝત અને એહતેરામમાં શામીલ નહિ ગણાય?

 1. અલ્લાહ તઆલા રસુલે ખુદા (સ.અ.વ.)ની શાન બયાન કરતા ફરમાવે છે:

“અને અમે તમારા ઝીક્ર ને ઉંચો કર્યો.

(સુરએ ઇન્શેરાહ : 7)

આ આધારે ગદીરનું જશ્ન મનાવવું તે રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના જાનશીન ઈમામ અલી (અ.સ.) અને લોકોની દરમ્યાન રસુલે ખુદા (સ.અ.વ.)નો શું મરતબો છે, તે સંબંધે લોકોના વિચારોને બલંદ કરે છે.

અગર કોઈ ને શંકા હોય કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઇઝ્ઝત કરવી અને મદદ કરવી માત્ર પાલનહારની ઝાતથી મખ્સુસ છે તો આપણે તેઓને એ જવાબ આપીશું કે અલ્લાહ તઆલાએ એક બીજી જગ્યાએ ફરમાવ્યું છે કે:

“અને અલ્લાહ તમને એવી મદદ કરશે કે જે સર્વોપરી હશે.          (સુરએ ફત્હ : 3)

અગર કોઈ એમ વિચારે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની મદદ કરવી માત્ર અલ્લાહથીજ મખ્સુસ છે તો પછી શું આપણી આ સંબંધમાં કોઈ જવાબદારી નથી? એટલે કે બીજા શબ્દોમાં શું આપણે રસુલે ખુદા (સ.અ.વ.)ની કોઈ મદદ ન કરવી જોઈએ?

 1. આવી રીતેજ અલ્લાહ તઆલા કુરઆને કરીમમાં ફરમાવે છે:

“અને અમે અમ્બીયાના કિસ્સાઓ આપ (સ.અ.વ.) માટે બયાન કરીએ છીએ કે જેથી આપનું દિલ શકિતશાળી અને મજબુત રહે.            (સુરએ હુદ : 120)

આ આયતથી ફાયદો લેતા કહી શકાય કે રસુલે ખુદા (સ.અ.વ.) માટે અમ્બીયા (અ.મુ.સ.)ના જે કિસ્સાઓ બયાન કરવામાં આવ્યા, તેની હિકમત એ છે કે મુશ્કેલીઓમાં રસુલ (સ.અ.વ.)નું દિલ શકિતશાળી અને મજબુત રહે. આમાં કોઈ શંકા નથી કે આ ઝમાનાના મુસલમાનોને એ વાતની વધારે જરૂરત છે કે તેઓના દિલ ઈમાન ઉપર સાબિત કદમ રહે, આ માટે એ બહુજ જરૂરી છે કે તે ખાસ મૌકાઓ ઉપર જેવા કે રસુલે ખુદા (સ.અ.વ.)ની વિલાદતનો દિવસ, તેમની બેઅસતનો દિવસ, ગદીરે ખુમનો દિવસ કે જયારે અલ્લાહે પોતાના દીનને પરિપૂર્ણ થયાનું એઅલાન કર્યુ. આ બધા દિવસોમાં લોકોને એકઠા કરે અને તે દિવસ-રાતની ફઝીલતો લોકોની સમક્ષ બયાન કરે અને રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના બરહક જાનશીન ઈમામ અલી (અ.સ.)ના ફઝાએલ અને મનાકીબ લોકોને જણાવે કે જેથી તેઓના દિલો ઈમાન ઉપર સાબિત કદમ રહે. આમીન.

Categories: Articles | Leave a comment

હદીસે અશ્રએ મુબશ્શેરહ એક ઘડી કાઢેલી હદીસ

હદીસે અશ્રએ મુબશ્શેરહ એક ઘડી કાઢેલી હદીસ

એહલે સુન્નતની દરમ્યાન એ મશ્હુર અને પ્રખ્યાત હદીસોમાંથી એક હદીસ, હદીસે અશ્રએ મુબશ્શેરહ છે. અરબી ભાષામાં ‘અશ્રહ’ નો અર્થ થાય છે ‘દસ’ અને ‘મુબશ્શેરહ’નો અર્થ થાય છે ‘જેને બશારત આપવામાં આવી છે’. તેથી આ હદીસ વડે એહલે સુન્નત હઝરાત એવુ બતાવવા ચાહે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાના દસ સહાબીઓને જન્નતની બશારત (ખુશખબરી) આપી છે. તેથી તેઓ બધા એકમત છે કે રસુલે ખુદા (સ.અ.વ.) પછી આ દસ વ્યકિતઓ સૌથી અફઝલ વ્યકિતઓ છે. પરંતુ આ હદીસ ઉપર થોડો વિચાર અને ઉંડો અભ્યાસ કરવાથી એ માલુમ થાય છે કે આ હદીસ સનદ તથા સાબીતીની દ્રષ્ટિએ ભરોસાપાત્ર નથી. કારણકે આ હદીસ ઘણી બધી ઘડી કાઢેલી હદીસોમાંથી એક હદીસ છે.

આ વાત ઉપર પણ ધ્યાન આપવું જરી છે કે એહલે સુન્નત હઝરાતે આ દસ શખ્સોની તીવ્ર મોહબ્બતના કારણે આ હદીસ ઉપર સંશોધન કર્યું નથી. આ લેખમાં અમારો એ ઈરાદો છે કે જે કાંઈ આ હદીસમાં આવ્યું છે તેની ઉંડી તપાસ કરવામાં આવે અને તેમાં અમારો એવો ઈરાદો હરગીઝ નથી કે જે ફઝીલતો અને બશારતો સામાન્ય રીતે સહાબીઓના બારામાં જોવા મળે છે તેનો ઈન્કાર કરીએ. કારણકે અમે એ અકીદો ધરાવીએ છીએ કે સહાબીઓમાંથી અમૂક સહાબીઓ જેમકે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), જ. અમ્માર બિન યાસીર (ર.અ.), જ. સલમાને ફારસી (ર.અ.), જ. મીકદાદ બીન અસવદ (ર.અ.), જ. ઝૈદ બીન સોહાન (ર.અ.), જ. બીલાલે હબશી (ર.અ.), જ. અબ્દુલ્લાહ બીન સલામ (ર.અ.) અને અમૂક બીજા સહાબીઓને રસુલુલ્લાહ (સ.અ.વ.)તરફથી ચોક્કસપણે જન્નતની બશારત મળી હતી અને આ લોકો ખરેખર જન્નતી છે. બલ્કે અમૂક તાબેઈન જેમકે જનાબે ઔવેસ કરનીને પણ રસુલુલ્લાહ (સ.અ.વ.) તરફથી જન્નતની બશારત મળી ચુકી છે.

ઘડી કાઢેલી હદીસનું વર્ણન:

આ હદીસને અમૂક સહાબીઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી વર્ણવી છે.

(અ) હદીસ અબ્દુરરેહમાન બીન ઔફથી:

એહમદ બીન હમ્બલે ‘મુસ્નદ’માં અને તીરમીઝી એ ‘સોનન’માં અને નેસાઈ એ ‘ફઝાએલુસ્સહાબા’માં કુતયબા બીન સઈદથી તેણે અબુલ અઝીઝ બિન મોહમ્મદ દરાવરદીથી, તેણે અબ્દુરરેહમાન બીન હોમૈદથી તેણે તેના પિતા અબ્દુરરેહમાન બીન ઔફથી વર્ણવ્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘અબબુક્ર જન્નતમાં છે અને ઉમર જન્નતમાં છે અને ઉસ્માન જન્નતમાં છે અને હઝરત અલી (અ.સ.) જન્નતમાં છે અને તલ્હા જન્નતમાં છે અને ઝુબૈર જન્નતમાં છે અને અબ્દુરરેહમાન બીન ઔફ જન્નતમાં છે અને સાઅદ જન્નતમાં છે અને સઈદ જન્નતમાં છે અને અબુ ઉબૈદાહ બીન જરરાહ પણ જન્નતમાં છે. ’ 1

તીરમીઝીએ ઉપરોકત હદીસ નકલ કર્યા પછી લખ્યું છે: અમને મુસ્અબે ખબર આપી છે અબ્દુલ અઝીઝ બિન મોહમ્મદ થકી, તેણે અબ્દુલ અઝીઝ બિન હુમૈદ થકી, તેણે તેના પિતા થકી અને તેણે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આ રીતની હદીસને અને તેમાં તેણે અબ્દુરરેહમાન બિન ઔફથી નકલ કરી નથી.

હદીસની સમીક્ષા:

આ હદીસ ઘણા બધા પાસાઓથી શંકાસ્પદ છે:-

1. મુસ્અબ થકી તીરમીઝીની હદીસો કોઈપણ પ્રકારની શંકા વિના એક મુરસલ2 હદીસ છે. કારણકે હોમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફએ પયગમ્બર (સ.અ.વ.)ને જોયા નથી અને આ હદીસ જે પહેલા તરીકાથી પણ નકલ થઈ છે તે મુરસલ દેખાય છે. કારણકે હોમૈદ બીન અબ્દુરરેહમાન ફલ્લાસ અને એહમદ બીન હમ્બલ અને અબી ઈસ્હાકે હરબી અને ઈબ્ને અબી આસીમ અને ખલીફા બીન ખય્યાત અને યાકુબ બીન સુફયાન અને ઈબ્ને મોઈનના કથન મુજબ તે હીજરી 150 માં વફાત પામ્યો3 અને તે વરસે તેની વય 73 વર્ષ હતી. એટલેકે હીજરી સન 32 માં જ્યારે તેના પિતા અબ્દુરરેહમાન બીન ઔફનો ઈન્તેકાલ થયો તે સમયે અથવા તેના પછી તેની વિલાદત થઈ તેની ઉમ્ર મુશ્કીલથી 1 વર્ષની હતી. તો પછી તે કેવી રીતે શકય છે કે હોમૈદ તેના પિતાથી આ હદીસ નકલ કરે. જ્યારે કે તેણે તેના પિતાને અમૂક દિવસોથી વધારે જોયા પણ નથી?!

આજ કારણે બુખારીએ કહ્યું કે: હોમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફની હદીસ, તેના પિતા થકી સઈદ બીન ઝૈદ થકી છે તે કરતા વધારે સાચી છે.4

2. હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફને આ હદીસમાં તોહમત અને ખોટી હદીસો ઘડનારાથી પર ન ગણી શકાય કારણકે તે એ લોકો પૈકીનો એક છે કે જે લોકો મોઆવીયા તરફથી આવી હદીસો ઘડવા ઉપર નિમવામાં આવ્યા હતા.

3. આ હદીસના રાવી અબ્દુરરેહમાન બીન ઔફ તે દસ લોકોમાંથી છે કે જે હદીસમાં આવ્યા છે તે વાતથી એ બદગુમાની થાય કે શકય છે કે તેણે આ હદીસને પોતાની શાનમાં ઘડી કાઢી હોય.

4. અબ્દુલઅઝીઝ બીન મોહમ્મદ બીન ઓબૈદ દરાવરદી આ હદીસની સનદમાં આવ્યો છે. ઘણા બધા નિષ્ણાંત હદીસવેત્ત્ાાઓ વડે તે ટીકા પાત્ર, વખોડાયેલ અને બિનભરોસાપાત્ર ગણવામાં આવ્યો છે.

અબુ ઝરઆ કહે છે કે: તેની યાદશકિત બરાબર નથી.  નેસાઈ તેને હદીસ મજબુત5  નથી માનતા. અબુ હાકીમ કહે છે કે: તેની હદીસોને દલીલ ન બનાવી શકાય.6

ઈબ્ને હજર કહે છે કે: બુખારીએ તેનાથી બે હદીસો સિવાય બીજું કંઈ નકલ નથી કર્યું અને તે બન્ને હદીસોને પણ અબ્દુલ અઝીઝ ઈબ્ને અબી હાઝીમ અને બીજાઓથી સંબંધિત કરી છે.

(બ) સઈદ બીન ઝૈદ દ્વારા:

વધુ કરીને હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ની સનદો સઈદ બીન ઝૈદ બીન ઉમ્ બીન નુફૈલે અદવી તરફ પલટે છે કે રાવીઓમાંથી પાંચ લોકોએ તેનાથી આ હદીસ નકલ કરી છે.

1. અબ્દુલ્લાહ બીન ઝાલીમ માઝતીથી રિવાયત:

અકીલી એ તેની હદીસને સાચી ઠરાવેલી છે અને ઈબ્ને અદીએ બુખારીના હવાલાથી આ જ વાતને નકલ કરી છે.7  હાકીમ નેશાપુરી એ ‘અલ મુસ્તદરકે અલસ્સહીહૈન’માં લખ્યું છે કે: બુખારી અને મુસ્લીમે અબ્દુલ્લાહ બીન ઝાલીમની રિવાયતોથી દલીલ નથી કરી.8  ઝહબી એ પણ ‘તલ્ખીસુલ મુસ્તદરક’માં લખ્યું છે કે બુખારી અબ્દુલ્લાહ બીન ઝાલીમનું વર્ણન કરતા લખે છે કે તેની હદીસ સાચી નથી.9

2. અબ્દુરરેહમાન બીન અખ્નસથી રિવાયત:

ઈબ્ને હજરે તેને ‘મસ્તુર’ કહ્યો છે10 અને સરખ્ખીએ ‘મસ્તુર’ને ફાસીક અને કાફીર, અક્કલ વિનાનો અને ખ્વાહીશ પરસ્તોના સમૂહમાં ગણ્યો છે અને કહ્યું છે કે મોહમ્મદ બીન હસન શય્બાની એ તેની સ્પષ્ટતા કરી કે તેની રિવાયત ખબરે ફાસીક જેવી છે.11  જ્યારે કે સાચી ખબર વિષે શરત રાખવામાં આવી છે કે તેને નકલ કરનાર અદ્લ માટે મશ્હુર હોવો જોઈએ.

આ સનદમાં એક બીજી શંકા એ છે કે મોહમ્મદ બીન તલ્હા બીન મસરફયામી કુફી આ સનદમાં આવ્યો છે અને નિસાઈએ આ શખ્સને ભરોસાપાત્ર નથી સમજ્યો અને ઈબ્ને મોઈને તેને ઝઈફ કહ્યો છે અને ઈબ્ને સઅદ કહે છે કે તે નકારવા લાયક હદીસો ધરાવનારો છે.

3. હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફથી રિવાયત:

હદીસ હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફ, સઈદ બીન ઝૈદથી અને તેણે તેના દીકરા અબ્દુરરેહમાન બીન હુમૈદથી નકલ કરેલ છે અને તેણે ઉમર બીન સઈદ બીન શરીહે મદનીથી અને તેણે મુસા બીન યઅકુબ ઝમઈથી અને તેણે મોહમ્મદ બીન ઈસ્માઈલ બીન અબી ફદીકથી હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ને નકલ કરી છે.

હુમૈદ બીન અબ્દુરહેમાન વિષે અગાઉ ચર્ચા થઈ ચુકી છે.

પરંતુ મુસા બીન યઅકુબને અલી બીન મદીનીએ ઝઈફુલ હદીસ અને મુન્કેલ હદીસ કરાર દીધો છે અને નિસાઈએ તેને બીન ભરોસાપાત્ર કહ્યો છે.12  અને ઈબ્ને અબી ફદીકને ઈબ્ને સઅદ ગૈરે હુજ્જત જાણે છે.13

4. રીયાહ બીન હારીસની રિવાયત:

રીયાહની રિવાયતને સઈદ બીન ઝૈદથી વ્યકિતગત રીતે તેના પૌત્ર સદકા બીન મુસા બીન રીયાહે નકલ કરી છે અને સદકાથી યહ્યા બીન સઈદ કત્તાન અને ઈસા બીન યુનુસ અને તેણે હિશામ બીન અમ્માર અને અબ્દુલ વાહીદ બીન ઝેયાદથી અને તેણે અબુ કામીલ મુઝફફર બીન મદરકથી આ હદીસને નકલ કરી છે.

હિશામ બીન અમ્માર વિષે અબુ દાઉદ કહે છે કે તેણે ચારસો મુસ્નદ હદીસો વર્ણવી છે જેમાંની કોઈપણ હદીસ મુળ અને બુનિયાદ ધરાવતી નથી.14

અને અબ્દુલ વાહીદ બીન ઝેયાદ અબદી બસરીના વિષે ઝહબી એ તેના જીવનના ઈતિહાસ વિષે લખ્યું છે કે યહ્યા અને ઈબ્ને હબ્બાને તેને કોઈપણ ગણત્રીમાં શામીલ કર્યા નથી અને ઝહબી એ ખુદ તેના વિષે કહ્યું છે કે તે વહેમોનું સ્વપ છે.15

5. અબુત્તુફૈલથી રિવાયત:

અબુત્તુફૈલની રિવાયત આમીર બીન વાસેલાહ અને સઈદ બીન ઝૈદથી વ્યકિતગત રીતે, તેણે વલીદ બીન અબ્દુલ્લાહ બીન જુમૈએ કરશીથી અને તેના દીકરાએ તેનાથી અને મોહમ્મદ બીન લકીર ખઝરમીએ પણ સાબીતથી આ હદીસ વર્ણવી છે.

પરંતુ વલીદ બીન અબ્દુલ્લાહને ઈબ્ને હબ્બાને ઝઈફોમાં શુમાર કર્યા છે અને તેની હદીસો વડે દલીલ રજુ કરવાને બાતીલ જાણ્યું છે. અને અકીલી કહે છે કે: તેની હદીસમાં ઈઝતેરાબ છે અને હાકીમ નિશાપુરી કહે છે કે અગર મુસ્લીમે તેની હદીસને કાઢી નાખી ન હોત તો બેહતર હતું અને તેનો દીકરો સાબીત અજાણ્યા લોકોમાંથી છે અને મોહમ્મદ બીન બુકૈર પણ ‘સાહેબે ગરાએબ’તરીકે ઓળખાય છે.16

સઈદ બીન ઝૈદની રિવાયતો સનદની હેસીયતથી શંકાવાળી છે પરંતુ લખાણના હિસાબે પણ મુઝતરીબ છે.17 કારણકે અમુક સનદોમાં અબુ ઓબૈદહ બીન જરરાહ આ દસ લોકોમાં શામીલ થયો છે અને અમુક રિવાયતોમાં ઈબ્ને મસ્ઉદને પણ બશારત આપવામાં આવી છે.18 આ દરેક બાબતોની સાથે તે પણ કે સઈદ બીન ઝૈદ હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ના લખાણમાં આવ્યો છે અને એટલા માટે કે તે ખુદ પોતે પોતાની શુધ્ધતા અને વખાણ અને બીજાઓની શુધ્ધતા અને વખાણની યોજના પર અમલ કરી રહ્યો છે, તો આ દોષનું સ્થાન છે કે કેવી રીતે કોઈ વ્યકિત પોતાના ખુદના વખાણ અને તઝકીય્યહ કરે અને એ વાત તેની જગ્યાએ સાબિત થઈ ગયેલ છે કે અગર કોઈ શખ્સ બીજાનો તઝકીય્યાહ કરે જ્યારે કે તે બીજો તઝકીય્યાહ કરનારો શખ્સ આનો ‘મુઝક્કી’ હોય તો શરીઅતે ઈસ્લામમાં તેનો તઝકીય્યહ કબુલ થવાને પાત્ર નહીં હોય.19

(ક) અબ્દુલ્લાહ બીન ઉમર દ્વારા:

તબરાનીએ અહમદ બીન અલ-હુસૈન બીન અબ્દુલ મલીક કસરી મોઅદદ્ીબથી અને તેણે હામીદ બીન યહ્યાથી અને તેણે સુફીયાનથી, તેણે સુફયાન બીન ખમ્સથી, તેણે હબીબ બીન અબી સાબીતથી, તેણે અબદુલ્લાહ બીન ઉમરથી અને તેણે રસુલે ખુદા (સ.અ.વ.) થી હદીસે અશ્રએ મુબશ્શેરહ નકલ કરી છે. 20

આ હદીસની સનદમાં સુફયાન બીન અય્નીય્હ આવેલો છે કે જે એહલે તદલીસ21 માંથી છે22 અને તેની સનદમાં હબીબ બિન અબી સાબિત પણ છે કે જેને ખુઝૈમા અને ઈબ્ને હબ્બાને તેને મુદલ્લસ ગણ્યો છે.23

સામાન્ય શંકાઓ અને વાંધાઓ:

હદીસે ‘અશ્રહએ મુબશ્શેરહ’ની બધીજ સનદોમાં સામાન્ય રીતે પણ શંકાઓ અને વાંધાઓ રજુ કરવામાં આવ્યા છે. જેમાંથી અમુકની તરફ ઈશારો કરીએ છીએ.

1. આ હદીસોનો પ્રચાર અને પ્રસાર ફકત મોઆવીયાની હુકુમતના સમયમાં એટલેકે રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતના ત્રીસ વર્ષ પછી થયો. આ એક એવો વિષય છે કે આ હદીસોની સત્યતા ઉપર સવાલ પૈદા થાય છે કારણકે આ અગાઉ તેના પહેલાના ખલીફાઓની હુકુમત (ખીલાફત) તરફથી આ પ્રકારની હદીસોના પ્રસારણ માટે અનુકુળ વાતાવરણ ન હતું. તેથી ખુબજ પ્રબળ શકયતા એ છે કે આ હદીસ મોઆવીયાની હુકુમતના સમયમાં ખલીફાઓ અને અમૂક સહાબીઓની શાનમાં ઘડવામાં આવેલી તે હદીસોની જેમજ ઘડી કાઢવામાં આવી હોય.

2. આશ્ર્ચર્ય એ વાતનું છે કે તેમ છતાં કે બુખારી અને મુસ્લીમે સહાબીઓના બચાવ માટે સંપૂર્ણ યોજના બનાવી હતી. ખાસ કરીને શૈખૈનના બચાવ માટે. પરંતુ તેઓએ આ પ્રકારની હદીસોની નોંધ કરી નથી. આથી આપણે એ સમજવું જોઈએ કે અગર આ હદીસની કોઈ સહીહ અને સાચી સનદ મળતે તો તેઓ જર નોંધ કરતે.

3. તેનાથી પણ વધારે આશ્ર્ચર્ય તે વાત ઉપર છે કે સઅદ બીન અબી વક્કાસથી નકલ થયું છે કે તેણે કહ્યું: મેં રસુલે ખુદા (સ.અ.વ.) થી નથી સાંભળ્યું કે ઝમીન ઉપર ચાલનારા કોઈ જીવંત વ્યકિતના બારામાં સિવાયકે અબ્દુલ્લાહ બીન સલામ માટે કહેવામાં આવ્યું હોય કે તે જન્નતીઓમાંથી છે. 24 હવે સવાલ એ થાય કે કેવી રીતે આ હદીસ સઅદ બીન અબી વક્કાસથી છુપી રહી. જ્યારે કે તેઓ ખુદ તે દસ વ્યકિતઓમાંથી એક છે જેનું નામ હદીસમાં લાવવામાં આવ્યું છે.

4. કેવી રીતે આ હદીસને કબુલ કરવામાં આવે જ્યારે કે આ દસ લોકોમાંથી અમૂક લોકો એકબીજાના ખુનને મુબાહ (જાએઝ) ગણતા હતા અને તેના કત્લને હલાલ જાણતા હતા. શું તલ્હા અને ઝુબૈર ઉસ્માનના ખુબ જ સખત વિરોધી ન હતા? અને શું આ બન્નેએ આયેશા સાથે મળીને ઉસ્માનની વિધ્ધ સૌથી મોટી ચળવળ ચલાવી ન હતી? અને લોકોને તેના કત્લ માટે ઉશ્કેરયા ન હતા? ઉમર બીન ખત્ત્ાાબે કેવી રીતે અસ્હાબે શુરાના છ લોકોને કત્લની ધમકી આપી હતી જ્યારેકે આ બધાજ લોકો (અશ્રએ મુબશ્શેરહ)ના દસ વ્યકિતઓમાં શામેલ છે?

5. આ રિવાયત અકલની પણ વિધ્ધ છે. કારણકે કોઈએ પણ અને ખાસ કરીને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ કોઈને પણ જન્નતની અને તેમાં પણ નિશ્ચિત ખુશખબરી અને જહન્નમની સજાથી અમાન ન આપવી જોઈએ જ્યારે કે આવો વ્યકિત મઅસુમ ન હોય અને ખરાબ અમલો અને અંધકાર અને ગુમરાહીથી સુરક્ષિત ન હોય અને ખાસ કરીને તે બાબત (બશારત) કે જે તેઓને અભિમાની બનાવી દે અને ગુનાહ કરવા પ્રત્યે પ્રેરતી રહે? 25  શું નબીઓનું કામ એ નથી કે તેઓ લોકોને ખૌફ અને ઉમ્મીદની દરમ્યાન રાખે?

6. આ હદીસના ઝઈફ હોવાના પરિબળોમાંથી એક એ પણ છે કે ત્રણેય ખલીફાઓમાંથી કોઈએ પણ કોઈ એક પ્રસંગે પણ આ હદીસને દલીલ તરીકે રજુ કરી નથી. અબુબક્રએ સકીફામાં જ્યારેકે તેમના માટે તે યોગ્ય મૌકો હતો અને ઉસ્માને પણ જ્યારે તેઓને ઘેરી લેવામાં આવ્યા હતા ત્યારે આ હદીસથી દલીલ કેમ ન કરી? જ્યારે કે દલીલ રજુ કરવા માટે આ યોગ્ય અને અનુકુળ સમય હતો. શું એવું નથી કે જેઓ જન્નતી હોય તેમના ખુનની હિફાઝત વાજીબ હોય? ખુદ બીજી દલીલ છે આ હદીસના ઘડેલી હોવાની. અગર આ હદીસ સાચી હોય તો શા માટે ઉસ્માન બીન અફફાનનો જનાઝો ત્રણ દિવસ સુધી શહેરના કચરામાં પડયો રહ્યો. ત્યાં સુધી કે તેના કબીલાવાળાઓમાંથી અમૂક લોકોએ તેને ચારેય બાજુથી દીવાલોવાળા યહુદીઓના કબ્રસ્તાન કે જેનું નામ ‘ખશે કવકબ’ હતું તેમાં દફન કર્યો? અને આટલુંજ પુરતું ન થયું તદ્ઉપરાંત તેના જનાઝા ઉપર પથ્થરો વરસાવ્યા અને તેના જનાઝાની નમાઝ પણ ન પઢી?!! 26

7. અગર આ રિવાયત સહીહ અને સાચી હતી તો ખુદાની બખ્શીશ અને માફી ઉપર સંતોષ અને ભરોસો રાખવો જોઈએ. કારણકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેઓના જન્નતી હોવાની ખુશખબરી આપી હતી, જ્યારેકે આપણે ઐતિહાસીક રિવાયતો ઉપર નઝર કરીએ છીએ તો ખબર પડે છે કે અબુબક્ર મરતા સમયે ભયભીત અને પોતાના અંત અને અંજામથી ડરેલા હતા અને ઉમર પણ પોતાની મૌતના સમયે ખુદાથી તલબ કરતા હતા કે અય કાશ હું માટી હોતે અને મારી માં એ મને પૈદા ન કર્યો હોતે અને આ રીતે હું મારા આમાલથી નજાત પામ્યો હોતે. આજ રીતે જ્યારે ઉસ્માનને ઘેરી લેવામાં આવ્યા ત્યારે તેઓ પણ હુકુમતના ખૌફથી ચીખ-પુકાર કરતા હતા. જ્યારે કે ઘડી કાઢેલી રિવાયત ‘અશ્રએ મુબશ્શેરહ’ના આધારે તેઓ જન્નતી હતા. તો તેઓ માટે આ ચીખ અને પુકારનું સ્થાન ન હતું.

હદીસ ઘડનારા વિષે:

આ યોગ્ય મૌકો છે કે હદીસને ઘડવા અને તેને રસુલે ખુદા (સ.અ.વ.) તરફ નિસ્બત આપનારના અંજામની તરફ ઈશારો કરીએ:

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

مَنْ كَذِبَ عَلَيَّ مُتَعَمِّداً فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ

‘જે કોઈ જાણીજોઈને ખોટી વાતને મારા તરફ નિસ્બત આપે તો તે જાણી લે કે તેનું ઠેકાણું જહન્નમ છે. ’ 27

અને એક બીજી રિવાયતમાં અબુહુરૈરાથી નકલ થયું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

مَن تَقَوَّلَ عَلَيَّ   مَا لَمْ أَقُلْ فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ

‘જે કોઈ વાતને મારા તરફ નિસ્બત આપે છે જેને મેં નથી કહી તો તેણે પોતાનું ઠેકાણું જહન્નમમાં જોવું જોઈએ. ’ 28

આજ રીતે આં હઝરત (સ.અ.વ.) થી નકલ થયું છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

لَا تَكْذِبُوْا عَلَيَّ فَإِنَّ الْكِذْبَ عَلَيَّ يُوْلِجُ النَّارُ

‘મારાથી ખોટી વાતને નિસ્બત ન આપો કારણકે મારાથી જુઠની નિસ્બત જહન્નમમાં દાખલ થવાનું કારણ છે. ’ 29

અને આં હઝરત (સ.અ.વ.)થી આ પણ નકલ થયું છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

مَنْ حَدَّثَ عَنِّي حَدِيْثًا وَ هُوَ يَرى أَنَّه كَاذِبٌ فَهُوَ أَحَدُ الْكَاذِبِيْنَ

‘જે વ્યકિત મારાથી કોઈ હદીસ વર્ણવે જ્યારે કે તે જાણતો હોય કે તે જુઠો છે તો તે ખોટું બોલનારાઓમાંથી છે. ’ 30

સિયુતી કહે છે કે: ‘મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી જુઠ નિસ્બત આપવાથી વધીને બીજો કોઈ ગુનાહે કબીરા નથી જોયો કે કોઈ શખ્સ એહલે સુન્નતમાંથી તે કામ અંજામ આપનારને કુફ્રની નિસ્બત આપે તો તે કાફીર છે.

અને આથી શેખ અબુ મોહમ્મદ જુવૈની કે જે અમારા સહાબીઓમાંથી છે (ઈમામુલ હરમૈનના પિતા) તેણે કહ્યું:

જે કોઈ જાણીજોઈને રસુલે ખુદા (સ.અ.વ.) સાથે જુઠને બાંધે તો તેણે કુફ્ર કર્યું અને તેના કારણે તે ઈસ્લામથી બહાર થઈ ગયો અને આલીમોના એક સમૂહમાંથી જેમકે અઈમ્મએ માલેકીય્યહના ઈમામ નાસિદ્દીન બિન મુનીરે તેમનું અનુસરણ કર્યું છે અને આ બધી એ વાતની દલીલ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની તરફ જુઠી વાતની નિસ્બત આપવી તે સૌથી મોટા ગુનાહે કબીરામાંથી છે. કારણકે એહલે સુન્નતની નઝદીક ગુનાહાને કબીરામાંથી કોઈપણ ગુનાહ કુફ્ર નથી કહેવાતું.31

તેણે નોવવી અને બીજા લોકોથી પણ નોંધ કરી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની તરફ જૂઠની નિસ્બત આપવી એ ગુનાહે કબીરામાં શુમાર થાય છે. 32

 1. મુસ્નદે એહમદ બીન હમ્બલ ભાગ-2, પા. 193, તીરમીઝી ભાગ-5, પા. 627
 2. મુરસલ હદીસ તે હદીસ ને કહેવામાં આવે છે કે કોઈ વ્યકિતએ તે હદીસને પયગમ્બર અથવા ઈમામથી ન સાંભળી હોય અને કોઈ માધ્યમ વગર નકલ કરી હોય. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મુરસલ હદીસ તે છે કે જેનો અંતિમ રાવીનું વર્ણન અથવા જાણકારી ન હોય.
 3. તેહઝીબુત્તેહઝીબ 2/30
 4. સોનને તીરમીઝી 5/647
 5. તેહઝીબુત્તેહઝીબ 3/471
 6. મીઝાનુલ એઅતેદાલ 2/432
 7. તેહઝીબુત્તેહઝીબ 3/176
 8. અલમુસ્તદરકે અલસ્સહીહૈન 3/316-317
 9. અલમુસ્તદરકે અલસ્સહીહૈન 3/316-317

10. તકરીબે તેહઝીબ 1/472

 1. ઉસુલે સરખ્ખી 1/370

12. તેહઝીબુત્તેહઝીબ 5/585

13. તેહઝીબુત્તેહઝીબ 5/42

14. તેહઝીબુત્તેહઝીબ 6/37

15. તઝકેરતુલ હુફફાઝ 1/258

16. તેહઝીબુત્તેહઝીબ 6/90

17. મુઝતરીબ એવી હદીસને કહેવાય છે કે જે લખાણ અથવા સનદ બાબતે અલગ-અલગ રીતે વર્ણવવામાં આવી હોય અને અગર આ વિરોધાભાસ અર્થ અથવા સનદની સાંકળમાં હોય તો તેમાં નુકસાનનો ભય હોય છે અને ભરોસાપાત્રતાના દરજ્જામાંથી સાકીત થઈ જાય છે. નહીંતર તેના ઉપર અમલ થઈ શકે છે. પરંતુ આવા સંજોગો જ્યારે કે આવી બે રિવાયતોમાંથી એક રિવાયત હાફીઝ રાવી થકી વારીદ થઈ હોય તો આ હદીસ ઉપર અમલ થઈ શકે છે.

18. મુસ્તદરકે હાકીમ 3/316

19. અલ ઈફસાહો ફીલ ઈમામહ, પા. 71, તલ્ખીસુશ્શાફી, 3/241

20. અલ મોઅજમુલ અવ્સત-3, ક્ધઝુલ ઉમ્માલ 11/645

21. મુદ્દલ્લસ અને તદલીસ એટલે જેમાં ભેળસેળ અને ધોકાબાજી જોવા મળે. આવી હદીસોમાં મોહદ્દીસ (હદીસવેત્ત્ાા) જ્યારે રિવાયત નકલ કરે તો કહે છે કે મને ફલાણા એ ખબર આપી અને તે જાહેર કરે છે કે ખુદ પોતે તેનાથી હદીસ સાંભળી છે. જ્યારેકે હોય છે એવું કે તેણે તેનાથી મુલાકાત કરી હોય છે પરંતુ હદીસને તેનાથી સાંભળી હોતી નથી અથવા ભલે તે તેના સમયમાં રહ્યો હોય. પરંતુ મૂળભૂત રીતે તેનાથી મુલાકાત નથી કરી અથવા એક પરિસ્થિતિ એવી પણ છે કે સનદના સીલસીલમાંથી ઝઈફ રાવીને હટાવી દે છે કે જેથી કરીને હદીસને કબુલ કરી શકાય તેવી હદીસ દર્શાવે.

22. મીઝાનુલ એઅતેદાલ 2/170 નંબર-3327

23. તેહઝીબુત્તેહઝીબ 1/431

24. મુસ્નદે એહમદ 1/177, તેહઝીબો તારીખે દમીશ્ક 7/449, અલ એસાબહ 4/81

25. અલ ઈફસાહ ફીલ ઈમામત પા. 71-72, તલ્ખીસે શાફી 3/241

26. તારીખે તબરી 5/143-144, ઈસ્તીઆબ ઝીંદગાનીએ ઉસ્માન

27. સોનને ઈબ્ને માજા 1/13 અને 14

28. સોનને ઈબ્ને માજા 1/13 અને 14

29. સોનને ઈબ્ને માજા 1/13

30. સોનને ઈબ્ને માજા 1/14 અને 15

 1. તેહઝીલખવાસ-21
 2. અલ ખસાએસુલ કુબ્રા 2/254
Categories: Articles | Leave a comment

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત-

આયએ સાદેકીનની રોશનીમાં

    રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોમાં બે વિચારસરણીમાં સૌથી જરી અને સૌથી મોટો વિરોધાભાસ મુસલમાનોની દીની અને દુન્યવી હિદાયત અને રેહનુમાઈના બારામાં છે. એહલે સુન્નતની દ્રષ્ટિએ આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની હિદાયત અને રેહનુમાઈ માટે એહલે હલ્લ વ અક્દ મુસલમાનોમાંથી જેની પસંદગી કરી લે, ઈમામત માટે જેની બયઅત કરી લેવામાં આવે અથવા તો માણસ પોતેજ પોતાની તાકતથી ખિલાફત ઉપર કબ્જો કરી લે તો તેની ઈતાઅત વાજીબ છે અને તેનો વિરોધ કરવો હરામ છે. એહલે સુન્નતના મોટાભાગના લોકો આ બાબતને સ્વિકારે છે, જ્યારે કે શીઆઓ ઈસ્લામી ઉસુલો અને અકીદાની બુનિયાદ ઉપર આ અકીદો ધરાવે છે કે આપ (સ.અ.વ.) એ પોતાની પાકીઝા ઝીંદગીમાં અલગ અલગ જગ્યાએ અને વિવિધ પ્રકારે મુસલમાનોની દીની હિદાયત અને રેહનુમાઈ માટે પોતાના પછી હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) અને તેમની પાક ઔલાદની ઈલાહી હોદ્દા ઈમામત અને ખિલાફત માટે અલ્લાહ તબારક વ તઆલા તરફથી નિયુકતિ અને નિમણુંક કરી દીધી હતી. આથી આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની સાચી દીની અને દુન્યવી માર્ગદર્શન અને રેહનુમાઈ અને ઈમામત અને હિદાયતનો હક્ક ફકત એહલેબૈત (અ.મુ.સ.)ને પ્રાપ્ત છે કે જેના માટે કુરઆને કરીમની અસંખ્ય આયતો અને આપ (સ.અ.વ.)ની તરફથી બયાન થયેલી ઘણી બધી નસ્સ પુરાવો આપે છે.

કુરઆને કરીમમાં અને નબી (સ.અ.વ.)ની નસ્સમાં એહલેબૈત (અ.મુ.સ.)ને દીની મરજઈય્યત અને હુકુમતનો હક્ક અતા કરવામાં આવ્યો છે. આ બાબતમાં વિસ્તારથી ચચર્િ માટે ઈમામતની કિતાબો તરફ રજુ થવું જોઈએ. અહિં આપણે ફકત કુરઆનથી નસ્સ અને એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને દીની મરજઈય્યતના વિષય ઉપર ફકત આયએ ‘સાદેકીન’ના બારામાં ચચર્િ કરવા ઈચ્છીએ છીએ. વાંચકોને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.

 

ખુદાવંદે મોતઆલ સુરએ તૌબાની 119 મી આયતમાં ફરમાવે છે:

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا اتَّقُوْا اللهَ وَكُوْنُوْا مَعَ الصَّادِقِيْنَ

“અય ઈમાનવાળાઓ! અલ્લાહથી ડરો અને સાચાઓની સાથે થઈ જાઓ.

ખુદાવંદે આલમે આ આયતમાં મોઅમીનોને સાચાઓની ઈતાઅત અને ફરમાંબરદારી કરવાનો હુકમ કર્યો છે. સદાકત અને સચ્ચાઈની ઝીંદગી વિતાવવી અલગ બાબત છે અને સાચાઓની ઈતાઅત કરવી અલગ બાબત છે. સાદેકીન અને આ સાચા લોકો કોણ છે? અને તેમની શું વિશિષ્ટતાઓ છે? હવે પછીના પેરેગ્રાફમાં તેની ચચર્િ થશે.

સિદ્કનો અર્થ:

શબ્દકોષના લેખકોએ તેના અમૂક અર્થો જણાવ્યા છે.

 1. ખલીલ બિન એહમદ કહે છે કે દરેક સંપૂર્ણ વસ્તુને સિદ્કથી વર્ણવાય છે.

1.ઈબ્ને મન્ઝુરે શબ્દ ‘સિદ્ક’ માટે વિવિધ પ્રકારના ઉપયોગ અને અર્થની તરફ નિર્દેશ કરેલ છે.

(અલ અય્ન: માદહ સિદ્ક)

અ) સાચું જે જુઠની વિધ્ધ વપરાય છે.

બ) સાચો માણસ જે ખરાબ માણસના સામે વાપરવામાં આવે છે.

ક) સિદ્ક કપડું એટલે સાં કાપડ.

ડ) સાચો માણસ.

હ) તે ઈન્સાન કે જે સારા અખ્લાક ધરાવતો હોય અને આશાવાદી હોય.

(લેસાનુલ અરબ, ભાગ-10, પાના નં. 193-196)

રાગીબે ઈસ્ફેહાની કહે છે: જાહેરમાં અને છુપી રીતે નેક અને પસંદીદા કાર્યો સાચાના અર્થમાં વપરાય છે અને જેનામાં આ સિફત હોય તેને સાચો કહેવામાં આવે છે.

શબ્દ ‘સાચો’ કુરઆનની પરિભાષામાં:

કુરઆને કરીમમાં ‘સિદ્ક’ શબ્દ અમૂક બાબતો માટે વાપરવામાં આવ્યો છે.

1. કદમની સિફત:

وَبَشِّرِ الَّذِيْنَ آمَنُوْا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِنْدَ رَبِّهِمْ

“અને તે લોકો કે જેઓ ઈમાન ધરાવનારા છે તેઓને ખુશખબર આપી દયો કે તેમના પરવરદિગારની પાસે તેમના માટે સૌથી ઉચ્ચ દરજ્જો છે. (કદમ – મરતબા અને ફઝીલતને કહે છે. સિદ્ક તેની સિફત છે)              (સુરએ યુનુસ, આયત નં. 2)

2. મકાન અને મરતબાની સિફત:

અ) وَلَقَدْ   بَوَّأْنَا   بَنِي   إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ

“અને અમે બની ઈસ્રાઈલને શ્રેષ્ઠ દરજ્જો અતા કર્યો છે.     (સુરએ યુનુસ, આયત નં. 93)

બ) فِي مَقْعَدِ صِدْقٍ عِنْدَ مَلِيْكٍ مُّقْتَدِرٍ

“તે પાકીઝા સ્થાન ઉપર કે જે શકિતશાળી બાદશાહની બારગાહમાં છે.

(સુરએ કમર, આયત નં. 55)

3. દાખલ થવાના અને બહાર નિકળવાની સિફત:

وَقُل رَّبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ

“અને અય પયગમ્બર! કહો, પરવરદિગાર મને (દરેક કાર્યોમાં) સચ્ચાઈની સાથે દાખલ કર અને સચ્ચાઈની સાથેજ બહાર કાઢ.

(સુરએ બની ઈસ્રાઈલ, આયત નં. 80)

અને આ ઉપરાંત ઈન્સાનનું અલગ અલગ રીતે નેકીઓની સાથે થઈ જવાને પણ કુરઆને કરીમે શબ્દ સાચાથી વર્ણન કરેલ છે અથવા તો વાયદા પ્રમાણે અમલ કરવાને પણ શબ્દ સાચા વડે ઉપયોગ કરવામાં આવ્યો છે.

કુરઆનમાં અલગ અલગ વિષયો હેઠળ શબ્દ ‘સિદ્ક’ વાપરવામાં આવ્યો હોવાથી આ બાબત વિષે વિશેષ રીતે ખબર પડે છે કે શબ્દ ‘સિદ્ક’ ખૂબજ વિશાળ અર્થ ધરાવે છે. તે ફકત વાતચીત, ચચર્િ અથવા કોઈ ખબરની હદ સુધી મર્યિદિત નથી, બલ્કે તે ઈન્સાનનો સ્વભાવ, વિચારો અને ઈન્સાનની રફતાર અને ચારિત્ર્યને પણ આવરી લે છે.

આયતમાં સાદેકીનથી મુરાદ:

આયતના વિશે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે સાદેકીનથી મુરાદ એ લોકો છે કે જેઓ વાતચીત અને વર્તણુંકમાં સાચા છે, પરંતુ કુરઆનમાં અલગ અલગ પાસાથી આ શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેના વિશાળ અર્થને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો તે એવો એક અર્થ પોતાની અંદર ધરાવે છે કે જે ‘ઈસ્મત’ના અર્થથી મળતો આવે છે. એટલા માટે કે:

 1. જે બાબત જરી અને આવશ્યક છે તે એ છે કે ઈન્સાન જુઠુ બોલવાથી બચે અને સાચો ઈન્સાન બને. પરંતુ સાચા લોકો સાથે થઈ જવું તે તો શરીઅતના કોઈપણ વાજીબ હુકમમાં શામેલ નથી. એહકામે શરીઅતમાં કોઈ એવો વાજીબ ઝીક્ર બયાન નથી કરવામાં આવ્યો કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે સાચા લોકોની સાથે થવું એ શરીઅતનો એક વાજીબ હુકમ છે અથવા તો શરઈ હુકમ છે. જ્યારે કે આયતમાં સાચા લોકોની સાથે થઈ જવાને આજ્ઞાર્થવાચક ક્રિયાપદ બયાન કરવામાં આવ્યું છે જે ‘વાજીબ’ ના અર્થમાં હોવા બાબતે દલીલ પેશ કરે છે.
 2. كونوامع الصادقين આ વાકય  اتقوالله  ના સંદર્ભમાં વર્ણવવામાં આવ્યું છે, જે અલ્લાહનો તકવા રાખવાનો હુકમ આપે છે અને તે વાજીબ હુકમના અર્થમાં આવ્યો છે અને તકવાને પણ સામાન્ય અર્થમાં વર્ણવવામાં આવ્યો છે.

આ આધારે આ વાત કહી શકાય કે કુરઆનમાં શબ્દ ‘સાચા’ એક વિશાળ અર્થની સાથે વર્ણન થયાનું દશર્વિે છે કે તેમાં વિચારધારા, અખ્લાક, રફતાર અને ચારિત્ર્ય પણ શામીલ છે અને કારણકે સાચા લોકોની સાથે થઈ જવાનું આ આયતે કરીમામાં વાજીબના બંધન સાથે વર્ણવવામાં આવ્યું છે, તો આનાથી એ પરિણામ નિકળે છે કે સાચા લોકોની સાથે થઈ જવાનો હેતુ ફકત ભૌતિક રીતે નજદીક થઈ જવું અને સંગાથ કેળવવો નથી પરંતુ દરેક તે વસ્તુમાં નઝદીકી અને સંગાથ પ્રાપ્ત કરવો જેમાં સચ્ચાઈ, ક્ષતિહીનતા અને યોગ્યતા જોવા મળતી હોય.

આયતમાં ‘સાદેકીન’ના મિસ્દાક:

પવિત્ર આયતમાં ‘સાદેકીન’ના મિસ્દાકના બારામાં બે શકયતા જોવા મળે છે.

 1. ‘સાદેકીન’થી મુરાદ સામાન્ય મોઅમીનો છે.

1.તેનાથી અમૂક ખાસ મોઅમીનો મુરાદ છે.

પહેલી ધારણા અક્કલની વિધ્ધ છે અને આ ઉપરાંત આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું છે:

كَثُرَتْ عَلَيّ الكَذَّابَةُ …

‘જે લોકો મારી તરફ જુઠની નિસ્બત આપે છે, તેઓ ખૂબ વધારે છે.’

(સહીહ બુખારી, ભાગ-1, પાના નં. 3, કિતાબુલ ઈલ્મ)

પરંતુ બીજી ધારણા હકીકત અને વિજદાન (અનુભૂતિ) તથા હકીકત અને વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે અને જે બાબતો અગાઉ ચચર્િ થઈ ચૂકી છે કે શબ્દ ‘સાચા’થી તમામ કાર્યોમાં સંપૂર્ણપણે સચ્ચાઈ મુરાદ છે તેનાથી પણ સુસંગત છે આ ધારણા અને આ અર્થ ફકત મઅસુમો માટે જ સાચો ઠરે છે.

‘સાદેકીન’થી મુરાદ કુરઆનના મુફસ્સીર અને શિક્ષક પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના સાચા જાનશીન, કુરઆન અને શરીઅતના અમીન, દીને ઈસ્લામની હિમાયત તેમજ હિદાયત કરનારા, અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) છે. આજ એ પાક હસ્તીઓનો સિલસિલો છે કે જેમનાથી ખુદાવંદે આલમે દરેક પ્રકારની નજાસતો અને ગંદગીને દૂર રાખીને પાકો પાકીઝા રાખેલ છે, જેની પહેલી મઅસુમ કડી હઝરત અમીલ મોઅમેનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) છે અને છેલ્લી કડી હઝરત ઈમામ મહદી (અ.ત.ફ.શ.) છે.

અલ્લામા બેહબહાની ફરમાવે છે કે ‘સાદેકીન’થી મુરાદ બાર મઅસુમ ઈમામો છે અને જેમકે બન્ને ફિરકાઓને ત્યાં પણ આ વાત વર્ણવાએલ છે કે જેની દલીલ આ છે કે અગર પવિત્ર આયતમાં ‘સાદેકીન’ના વિષયમાં સાચાથી મુરાદ સંપૂર્ણ સત્ય અને સચ્ચાઈ હોત કે જેમાં દરેક દરજ્જા અને તબક્કાના લોકોનો સમાવેશ હોતે તો પછી આયતમાં وَكُوْنُوْامَعَ الصَّادِقِيْنَ માં مَعَ ની જગ્યાએ مِنْ નો સંદર્ભ આવવો જોઈતો હતો, જેનો અર્થ થાત કે દરેક મુસલમાનો માટે જરી છે કે તેઓ સાચા લોકોમાંથી થઈ જાય અને જુઠથી દૂર રહે. مع الصادقين નો શબ્દ આ મુદ્દાને સ્પષ્ટ કરે છે કે સિદ્કથી ખાસ, વિશિષ્ટ દરજ્જો અને મન્ઝેલત મુરાદ છે અને ‘સાદેકીન’થી મુરાદ ખાસ અને વિશિષ્ટ ઉચ્ચતા અને ફઝીલત ધરાવનાર વિશેષ લોકો છે. સિદ્કનો સંપૂર્ણ દરજ્જો અને ફઝીલત તે જ ઈસ્મત અને તહારત છે. જેને પ્રાપ્ત કયર્િ પછી ઈન્સાનની રીતભાત અને ચારિત્ર્યમાં ખરા અર્થમાં સચ્ચાઈ અને યોગ્યતા સંપૂર્ણ રીતે પ્રસ્થાપિત થઈ જાય છે. અગર ‘સાદેકીન’ ‘સાચા’થી અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) સિવાય બીજું કોઈ મુરાદ હોત તો આયતે તત્હીર અને દરેક બીજી નસ્સો અને દરેક મુસલમાનોના એકમત હોવાના આધારે ઉમ્મતમાં એક મઅસુમનું હોવું જરી છે, તેથી આનો સ્પષ્ટ અર્થ એ થશે કે બધાંજ લોકો ત્યાં સુધી કે મઅસુમ ઈમામ માટે પણ ગૈરે મઅસુમનું અનુસરણ કરવું જરી અને વાજીબ થઈ જશે જ્યારે કે આ બાબત અક્લી રીતે ખરાબ છે. તેથી આ દરજ્જો અને ફઝીલત ઈસ્મત અને તહારતના ખાનદાન એટલેકે મઅસુમીન (અ.સ.) સિવાય બીજા કોઈને માટે યોગ્ય નથી.

અને બીજી દલીલ એ છે કે ખુદાવંદે આલમે આયતની શઆતમાં બધાજ મોઅમીનોને તકવા હાસીલ કરવાનો અને ગુનાહોથી દૂર રહેવાનું આમંત્રણ આપ્યા પછી ‘સાચાઓની’ સાથે થઈ જવાનો હુકમ આપ્યો છે અને આ બાબત ચોક્કસ છે કે તેમનો સાથ ત્યારે જ મળી શકે જ્યારે તેમની ઈતાઅત કરીએ અને તેમનો વિરોધ કરવાથી બચીએ અને ખરેખર તો ઈમામતનો અર્થ એજ છે કે મામુન ઈમામની ઈતાઅત કરે.

 

(મિસ્બાહુલ હિદાયહ, પા નં. 92-93)

ફખ્રે રાઝીની આડી સમજણ: આ બાબતમાં ફખ્રે રાઝી કહે છે કે ‘ખુદાવંદે આલમે પહેલા તબક્કામાં મોઅમીનોને તકવા ધારણ કરવાનો હુકમ આપ્યો છે અને આ હુકમ એ બધાંજ લોકોને આવરી લે છે કે જેઓ શકય છે કે મુત્ત્ાકી ન હોય એટલે કે આ સંબોધનથી મુરાદ ભુલ કરનાર લોકો છે કે જેઓથી ભુલ થવી શકય છે અને આ આયત એ બાબતને સાબિત કરે છે કે આ પ્રકારના ભુલ કરનાર લોકો હંમેશા એવા લોકોની સાથે રહે કે જેઓ ભુલથી સુરક્ષીત છે કે જેથી કરીને ભુલ-ચુકથી તેમનું રક્ષણ કરે અને આ બાબત દરેક ઝમાનાને આવરી લે છે. ફકત પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનાથી મખ્સુસ નથી.       (તફસીરે કબીર, ભાગ-16, પાના નં. 220)

રાઝીના શબ્દો વખોડવાલાયક છે:

ફખ્રે રાઝીની આ કોઈ નવી ભુલ નથી. બલ્કે ઘણી જગ્યાએ તેમણે પોતાના અભિપ્રાયમાં ભુલ કરી છે અને મુફસ્સીરે કુરઆન અને મોઅલ્લીમે કુરઆનથી હટીને ચાલનારાઓની આજ ખાસીયત હોય છે. ફખ્રે રાઝીએ આયતે કરીમાની તફસીરમાં અધર્િ ભાગ સુધી આપણી સાથે ચાલવાની કોશીશ કરી છે અને આયતની દલીલને આજ મતલબમાં સ્વિકારી છે કે મઅસુમ લોકોની સાથે રહેવાથી અને તેમનું અનુસરણ કરવાથી અને તેમની પાછળ ચાલવાથી ગુનાહો અને ભુલોથી બચી શકાય છે પરંતુ તેમણે ‘સાદેકીન’ સાચાઓને સંપૂર્ણ ઉમ્મત માટે લાગુ કર્યો છે અને કહે છે કે ‘અમારો દ્રષ્ટિકોણ એ છે કે સંપૂર્ણ ઉમ્મત સામુહિક રીતે મઅસુમ છે અને તમે (શીઆ) લોકો કહો છો કે ઉમ્મતમાંથી કોઈ એક વ્યકિત મઅસુમ હોય છે અને કહે છે કે અમે કહીએ છીએ કે બીજો કૌલ બાતીલ છે એટલા માટે કે ખુદાવંદે આલમે મોઅમીનોમાંથી દરેક ઉપર વાજીબ કરેલ છે કે તેઓ સાચાઓની સાથે રહે. આ ત્યારેજ થઈ શકે છે કે જ્યારે ઈન્સાન તે ‘સાદિક’ના બારામાં ઈલ્મ અને જાણકારી ધરાવતો હોય. એમ નહીં કે મુળભુત રીતે તેને ન ઓળખી શકાતો હોય. અગર કોઈ વ્યકિતને હુકમ આપવામાં આવે છે કે તે એક માણસ કે જે ‘સાચો’ છે, તેનાથી જોડાઈ જાય અથવા તેની સાથે થઈ જાય. તો આ હુકમ ‘મા લા યોતાક’ (ક્ષમતા કરતા વધારે જવાબદારી આપવી) કહેવામાં આવશે. એટલે કે ઈન્સાન જે બાબત ઉપર અમલ કરવાની તાકત નથી ધરાવતો, તેનો તેને હુકમ આપવામાં આવી રહ્યો છે અને આ અક્લથી વિધ્ધ છે.

કારણકે આપણને નથી ખબર કે આપણામાંથી કોણ ઈસ્મત, પાકીઝગી અને ઈલ્મથી જોડાયેલા છે. જેમકે દરેક માટે સ્પષ્ટ છે, તેથી આ આધારે કહી શકાય કે كونوامع الصادقين માં કોઈ એક ચોક્કસ વ્યકિતની સાથે થઈ જવાનું અને તેનું અનુસરણ કરવાનો હુકમ આપવામાં નથી આવ્યો.

(તફસીરે કબીર, ભાગ-16, પાના નં. 240)

જવાબ: સૌથી પહેલી વાત એ છે કે અમે એ અકીદો ધરાવીએ છીએ કે દરેક ઝમાનામાં એક મઅસુમ શખ્સનું અસ્તિત્વ હોવું જરી છે. લુત્ફના કાયદા પ્રમાણે તે બાબત જરી છે કે ખુદાવંદે આલમ દરેક શકય રીતે તે મઅસુમ શખ્સની ઓળખ લોકોને કરાવે. જેમકે દરેક ઝમાનામાં તેણે અંબીયા અને મુરસલીનની ઓળખ લોકોને કરાવી. અગર તેમ ન હોત તો લોકોને કેવી રીતે ખબર પડત કે આ વ્યકિત ખુદાવંદે આલમ તરફથી પ્રતિનિધિ અને મઅસુમ બનીને આવ્યા છે. જેમકે હઝરત નુહ (અ.સ.), હઝરત મુસા (અ.સ.) અને હઝરત ઈસા (અ.સ.). જેમને દલીલો અને મોઅજીઝા થકી લોકોને ઓળખાવ્યા, એજ પ્રમાણે આપ (સ.અ.વ.) પછી જે આપના ઈલ્મ અને મઆરીફના વારસદાર બન્યા અને જેમની છાતીમાં પયગમ્બર (સ.અ.વ.)નું ઈલ્મ ટ્રાન્સફર થયુ, અલ્લાહે તેમને પણ ખાસ નિશાનીઓ વડે લોકો સમક્ષ રજુ કયર્િ છે કે જેમની અલગ તરી આવતી સિફતો અને તેમના અખ્લાક અને ચારિત્ર્ય આપ (સ.અ.વ.)ની જેવા છે, તેથી તેઓ નબી તો નથી પરંતુ પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન બનીને આપ (સ.અ.વ.)ની જવાબદારીઓ પૂર્ણ કરી રહ્યા છે કે જેમની ઈસ્મત માટે કુરઆનની નસ્સ અને પયગમ્બર (સ.અ.વ.)ની હદીસો બન્ને ફિરકાઓ દરમ્યાન મૌજુદ છે, દલીલ કરે છે. જેનો અભ્યાસ કરવાથી આ બાબત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપ (સ.અ.વ.) પછી ‘સાચા’ અને મઅસુમ વ્યકિતઓ એક પછી એક કોણ છે? તેઓજ છે કે જેમના સિલસિલાની પહેલી કડી હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.) અને છેલ્લા ઈમામ મહદી (અ.સ.) છે.

બીજી બાબત એ કે ફખ્રે રાઝીના નજરમાં સંપૂર્ણ ઉમ્મત સામુહિક રીતે મઅસુમ છે તો આ બાબતમાં આ અરજ છે કે સમગ્ર ઉમ્મતના મઅસુમ હોવાની માન્યતા અત્યંત કમઝોર અને અક્કલને અસ્વિકાર્ય બાબત છે અને તેનો કોઈ અર્થ જ નથી થતો. કારણકે સામૂહિક ઉમ્મત કોઈ એવો સમુહ તો નથી કે જે ચોથા આસ્માનથી અથવા ઝમીનના કોઈ તબક્કામાંથી અસ્તિત્વમાં આવ્યો, જ્યારે કે તે આ સમુહ ઉમ્મતના લોકો જ હોય છે કે જે તેને સમુહનું સ્વપ આપે છે અને આ ફખ્રે રાઝીના કહેવા પ્રમાણે જેનો કોઈપણ વ્યકિત ઈસ્મતના સ્થાન ઉપર આવી શકતો નથી એટલે કે ઉમ્મતનો કોઈ એક વ્યકિત મઅસુમ હોય તેવો દ્રષ્ટિકોણ સ્વિકારતા નથી બલ્કે સંપૂર્ણ ઉમ્મત મઅસુમ છે, તો પછી ઉમ્મતનો સમુહ પણ લોકોથીજ તો બને છે. બીજા શબ્દોમાં એક તરફ તેઓ એવું માને છે કે કોઈ એક વ્યકિત મઅસુમ નથી તો સમૂહનું પછી કેવી રીતે ઈસ્મતના સ્થાન ઉપર આવવું સાચું થઈ જશે? તેથી ફખ્રે રાઝી ખુદ પોતે સમજી નથી શકયા કે તેઓ શું કહી રહ્યા છે? આ રીતે ફખ્રે રાઝીનો દ્રષ્ટિકોણ રદ થઈ જાય છે અને આપણો દ્રષ્ટિકોણ દલીલો, સ્પષ્ટ નિશાનીઓ, હદીસો અને નસ્સની રોશનીમાં સાબિત અને આધારભૂત છે.

 

રિવાયતોનો અભ્યાસ:

અગર ઈસ્લામી રિવાયતો તરફ રજુ થઈએ તો આ બાબત ખુબજ સારી રીતે પ્રકાશિત થઈ જાય છે કે આયતમાં સાદેકીનથી મુરાદ એહલેબૈતે ઈસ્મત અને તહારત મુરાદ છે અને ફકત અને ફકત તેઓજ તેના હકીકી મિસ્દાક છે.

 1. આયતની તફસીરમાં હાકીમે હસ્કાનીએ અબ્દુલ્લા બિન ઉમરથી નકલ કરેલ છે કે اِتَّقُوالله માં અલ્લાહ તઆલા એ પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ના તમામ સહાબીઓને અલ્લાહથી ડરવાનો હુકમ આપ્યો છે. ત્યાર પછી તે લોકોને સંબોધીને ફરમાવ્યું છે કે كونوامع الصادقين એટલેકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને તેમના એહલેબૈતે તાહેરીનની સાથે થઈ જાઓ.       (શવાહેદુત્તન્ઝીલ 1/34)
 2. બુરૈર બિન મોઆવીયા અજલી કહે છે કે: મેં ઈમામે મોહમ્મદ બાકીર (અ.સ.)થી આયત اتقوالله وكونوامع الصادقين વિષે સવાલ કર્યો તો ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘અલ્લાહે ફકત અમારી જ ઈતાઅતનો ઈરાદો જાહેર કર્યો છે.’

(ઉસુલે કાફી, ભાગ-1, પાના નં. 208)

 1. હઝરત અમીલ મોઅમેનીન અલી (અ.સ.) એક ડીબેટમાં ફરમાવે છે:

‘હું તમને બધાને અઝીમ ખુદાની કસમ આપું છું કે તમે બતાવો કે શું તમને ખબર છે કે જ્યારે આ આયત يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ  નાઝીલ થઈ તો આપ (સ.અ.વ.) એ શું ફરમાવ્યું? તે વખતે આપ (સ.અ.વ.)થી કોઈએ પુછયું કે શું આ આયત બધાજ લોકો માટે છે કે અમૂક ખાસ લોકો માટે? તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે મોઅમીન લોકો તેનાથી સામાન્ય રીતે મુરાદ લેવામાં આવ્યા છે કે તેમને (તકવા અને સાચાઓની સાથે થઈ જવાનો) હુકમ આપવામાં આવ્યો છે, પરંતુ ‘સાદેકીન’ થી મુરાદ મારા પછી ખાસ ઈમામ અલી (અ.સ.) અને (તેમની ઔલાદમાં) કયામતના સુધીના વસીઓ છે.

(ફરાએદુસ્સીમતૈન, ભાગ-1, પા. 312,                કમાલુદ્દીન, પા. 264, બેહાર, ભાગ-33, પા. 149)

 1. સિબ્તે ઈબ્ને જવ્ઝી હનફી કહે છે: તફસીરકારોએ સ્પષ્ટતા કરી છે કે આ આયતથી મુરાદ એ છે કે તમે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ની સાથે રહો.            (તઝકેરતુલ ખવાસ, પા. 16)

વિરોધી હદીસોનું વિશ્લેષણ:

એહલે સુન્નત હઝરાતને ત્યાં અમૂક હદીસોમાં ‘સાદેકીન’થી મુરાદ અબુબક્ર અને ઉમરના બારામાં તફસીર કરવામાં આવી છે. ઈબ્ને અસાકીરે ઝહાકથી રિવાયત નકલ કરી છે કે તે ‘સાદેકીન’ની સાથે થઈ જવાનો હુકમ આપવાથી મુરાદ અબુબક્ર અને ઉમરની સાથે થઈ જવું એમ થાય છે.

(તારીખે મદીનએ દમીશ્ક, ભાગ-3, પા. 310)

જવાબ: આ બાબતમાં ટુંકાણમાં ફકત બેજ બાબતો રજુ કરીએ છીએ.

 1. સૌ પ્રથમ તો આ પ્રકારની રિવાયતોની સનદોમાં જુબૈર બીન સઈદે અઝદી જેવો રાવી આવ્યો છે કે જેના બારામાં ઈબ્ને હજરે ‘તેહઝીબુત તેહઝીબ’માં ઘણા બધા ઈલ્મે રેજાલના આલીમો જેમકે ઈબ્ને મોઈન, અબુ દાઉદ, ઈબ્ને અદી, નિસાઈની તરફથી આ રાવીના ઝઈફ હોવાના બારામાં નોંધ્યુ છે અને બીજી સનદમાં ઈસ્હાક બીન બશ્રે કાહેલી જેવો રાવી જોવા મળે છે કે ઝહબીએ ઈબ્ને અબી શય્બા, મુસા બીન હાન, અબુ ઝરઅ અને દારે કુત્નીના વર્ણન પ્રમાણે તેને જુઠી હદીસો ઘડનાર દશર્વ્યિો છે.

(મિઝાનુલ એઅતેદાલ, ભાગ-1, પા. 186)

bીજી વાત એ કે અગાઉ વર્ણવેલી ભરોસાપાત્ર અને બન્ને ફિરકાઓ દરમ્યાન સર્વસમંત હદીસો થકી એ સાબિત થઈ ગયું છે કે ‘સાદેકીન’થી મુરાદ અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) છે અને તેઓજ આપ (સ.અ.વ.)ની પછી પવિત્ર વસીઓનો સિલસિલો છે અને ઈતિહાસ, તફસીર અને જીવન ચરિત્ર્યની કિતાબો તરફ રજુ થવાથી માલુમ પડે છે કે તે બંને અબુબક્ર અને ઉમરના જીવન ચરિત્ર્ય અને રિત-ભાતથી પણ એ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ મઅસુમ હોવાની વાત તો દુરની છે પરંતુ ઈમાન, અદ્લ, અખ્લાક અને ચારિત્ર્યના સૌથી ઉતરતી કક્ષાએ  પણ ન હતા, એટલુંજ નહિં પરંતુ ઐતિહાસિક અને જીવન ચારિત્રના પુસ્તકોમાં તેમનું ગાસીબ હોવું, ઝાલીમ હોવું ત્યાં સુધી કે તેમનું કાફીર હોવું પણ સાબિત થાય છે. પરવરદિગારની ઝાત આ બાબતથી ઘણીજ ઉચ્ચ અને મહાન છે કે તે આવી વ્યકિતની સાથે થઈ જવાનો હુકમ આપે.

ખુદાવંદે કરીમ! તારી બારગાહમાં દર્દભરી અને આજેઝી સાથે દોઆ કરીએ છીએ કે ‘સાદેકીન’ના મિસ્દાકના છેલ્લા મઅસુમ વ્યકિત હઝરત હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર કે જેથી કરીને સમગ્ર દુનિયાને સાચાઓની સાથે થઈ જવાનો મૌકો પ્રાપ્ત થાય. આમીન.

 

Categories: Articles | Leave a comment

અલી (અ.સ.)ની વિલાયતનું ફળ

બિસ્મીલ્લાહીર રહમાનીર રહીમ                સલ્લલ્લાહો અલય્ક યા વલીય્લ અસ્રે અદરીકના

અલી (અ.સ.)ની વિલાયતનું ફળ

જ્યારે મક્કાની ઝમીન ઉપર પહેલીવાર લાએલાહની આવાઝ બલંદ થઈ ત્યારે દરેક ઘરના દરો દિવાલો સાથે ટકરાઈ. કુરશી દિમાગ આ આવાઝથી બે પ્રકારની અસર અનુભવવા લાગ્યા. એક તરફ જ્યાં તેમના દિલો આ આવાઝ તરફ આકર્ષિત થયા હતા ત્યાં બીજી તરફ પથ્થર, લાકડી, માટી અને ખજુરના બૂતોના ખૌફે દરેક માણસના અસ્તિત્વમાં પરેશાની પૈદા કરી નાખી હતી. શંકા એ અને વહેમે રસ્સીના ટુકડાઓને મોટા મોટા અજગરો બનાવી દીધા હતા. હજારો વર્ષોથી ચાલતા આવતા કાફીરોના પરંપરાગત રીવાજોનો સિલસિલો ટુટવાનો ભય સ્પષ્ટ દેખાતો હતો. જેના પરિણામપે સખ્તીઓ, ધરપકડો અને છેવટે ખૂનામરકીનું બજાર ગરમ થતું જતું હતું અને દરેકે જોયું કે પહેલી વખત બે મઝલુમોના જનાઝા ઉઠયા અને માટીના હવાલે કરી દેવામાં આવ્યા. અમ્મારની સામેજ તેમની માતા સુમૈય્યા અને તેમના પિતા યાસીરને અબુ સુફયાને ખુબજ બેરેહમીથી મારી નાખ્યા. આ પહેલા શહીદોની મૌત અગાઉ તેમને એટલી બધી તકલીફો આપી અને તડપાવી તડપાવીને માયર્િ છે કે અગર તેની કલ્પના કરવામાં આવે તો તેના કારણે શરીરના ંવાટા ઉભા થઈ જાય. પરંતુ આ જીવલેણ બનાવ ને લીધે એ જર બન્યું કે તૌહીદ પરસ્તીના જઝબા એ આસ્માનોની હદોને પણ પાછળ છોડી દીધી (કારણ કે અર્શે ઈલાહીની નજદીકી પ્રાપ્ત કરી લીધી અને એક અલ્લાહે તેઓની ઈસ્તેગાસા ઉપર લબ્બયક કહ્યું હશે) જ્યારે શઆત આટલી બધી સખત અને મુશ્કેલ હોય કે ન તો હ માટીના શરીરમાંથી નિકળી ને આઝાદ થઈ શકે છે અને ન તો શરીરના હાડકાઓ ટુટે છે અને ન તો રંગ ખેંચાય છે અને ન તો શ્ર્વાસ રોકાય છે. ન તો હાલતમાં અને ઈઝા પહોંચવામાં કોઈ મોહલત નસીબ થાય છે બલ્કે આગળ વધીને તેના કરતા પણ વધારે મુશ્કેલ મંઝીલો છે. મક્કામાં એજ ઝાલીમો, બેરેહમો અને સિતમગારોની દરમ્યાન નુબુવ્વત પહોંચાડવામાં તેર વર્ષની તકલીફો ભોગવવાની છે, સામનો કરવાનો છે. એક તરફ ખૂનરેઝી ફેલાવનાર કૌમ છે તો બીજી તરફ ખાતેમુલ મુરસલીનનો સ્પષ્ટ સંદેશો છે અને અમુક એવા વફાદાર સહાબીઓ છે કે જેઓ ઉપર ઝુલ્મો સિતમ ગુજારવામાં આવ્યા છે. આગ છે ઈબ્રાહીમ (અ.સ.) છે અને નમદ છે, શું ફરી કોઈને ઈમ્તેહાન લેવું છે? અરે ભાઈ કયાંની આગ અને કયાંનો નમદ? હા, ખલીલીય્યત, રિસાલત અને ઈમામતના વારીસ પોતાના આખરી ઈલાહી સંદેશા લઈને આવ્યા છે. આગ અને નમદનો કિસ્સો તો જુનો થઈ ગયો છે. હવે એવી આગ છે કે જે બેગુનાહો ઉપર ચારેય તરફથી વરસે છે અને એવા નમદ સીફત ધરાવતા લોકો છે કે જેઓના નામ નમદ પોતે જહન્નમમાં સાંભળીને ચીસો પાડી ઉઠે. અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ પોતાના આખરી નબી માટે, ઈલાહી હિદાયત માટે, પોતાની હુજ્જતની સંપૂર્ણતા માટે મક્કાની ઝમીનની પસંદગી કરી અને અહિં તેમના માટે ઈમ્તેહાનનો સમયગાળો તેર વર્ષનો રાખ્યો. હાલત એ હતી કે સવાર થઈ નથી કે અહિં ઝુલ્મ અને હિંસાની નવી યોજનાઓ તૈયાર રહેતી. દિવસ ચઢતા ચઢતા તો આપ (સ.અ.વ.) અને આપની નઝદીકમાં રહેતા લોકો ઉપર તકલીફો પહોંચાડવા માટે કુરૈશના લોકો ઉભા થતા. ઈતિહાસમાં તકલીફો પહોંચાડયાનો પળે પળનો હિસાબ લખાતો ગયો. જ્યારે તકલીફો હદથી વધારે થવા લાગી તો ઈલાહી મશીય્યતે અમૂક રાહત ભર્યો સમય નાઝીલ કર્યો અને મુરસલે આઝમ (સ.અ.વ.)એ મક્કાની ઝમીનને ખુદા હાફીઝ કર્યું અને મદીના તરફ હિજરત કરી. માહોલમાં વિલાયતનું પ્લેટફોર્મ મજબુતીની સાથે તૈયાર થઈ ગયું અને મુરસલે આઝમ (સ.અ.વ.)ના માનનારાઓના દિમાગમાં, તેમની સોચમાં વિલાયત તેના અર્થ અને મતાલીબની સાથે ઉતરી ગઈ. પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની મદીનાએ મુનવ્વરામાં તબ્લીગે  રિસાલતની મુદ્દતઓછા વત્ત્ાા પ્રમાણમાં દસ વર્ષની છે. આ દસ વર્ષમાં ઘણી બધી જંગો થઈ. તેમાં સૌ પ્રથમ તો યહુદીઓ અને ઈસાઈઓની મુનાફેકતભરી ઉંડી ચાલોના કારણે મક્કાના કુરૈશ લડવા માટે તૈયાર થયા અને નવબત ત્યાં સુધી પહોંચી કે એક સમય એવો પણ આવ્યો કે સુલેહ હુદૈબિયાના કરાર હેઠળ ઈસ્લામના ઉસુલો અને કાનૂની હદની હિફાઝત કરવી પઢી. પરંતુ ઈસ્લામની તબ્લીગ અને તેના શિક્ષણના મૂળ ઉંડા હતા. હવે અલ્લાહની  રિસાલતનું ફળ પણ સામે આવવા લાગ્યું અને વિલાયતનું નુર તબ્લીગાતથી ફુટી નિકળ્યું હતું. અબ્દુલ્લાહ ઈબ્ને ઓબય અને ઈબ્ને સાલૂન અને આમીરની મુનાફેકત ભરી ચાલો ઉઘાડી થઈ ચુકી હતી. પરંતુ ન તો લડાઈઓના સિલસિલા બંધ થઈ રહ્યા હતા અને ન તો પયગમ્બર (સ.અ.વ.)ની તે તઅલીમાત (શિક્ષણ)ના સિંચનને લીધે ઈસ્લામ વિકસી રહ્યો હતો તે મંદ પડતો. તે સમયે ઈસ્લામનો ચહેરો વધારે ચમકી ઉઠયો કે જ્યારે મુબાહેલાના મયદાનમાં પંજેતને પાક રાહીબોના સામે પ્રકાશિત થયા. રાહીબો ત્યાંથી ભાગવાનું પસંદ કર્યું. અલ્લાહની મશીય્યત ખુશ થઈ અને ઝુમીને મુબાહેલાની આયતોમાં મુબાહેલાના કિસ્સાનું કંઈક એવી રીતે રક્ષણ કર્યું કે માલથી ખરીદાયેલા ઈતિહાસકારો, તફસીરકારો, હદીસવેત્ત્ાાઓના સર ચકરાવા લાગ્યા પરંતુ તેના પાછળના દ્રશ્યમાં કોઈપણ પ્રકારની સમજૂતિ, ફેરફાર કે ખોટા કારણોના કિસ્સાઓ ઘડી ન શકયા.

ટુંકમાં આજ દસ વર્ષના ગાળામાં મક્કા જીતી લેવામાં આવ્યું અને સમસ્ત અરબસ્તાનમાં ઈસ્લામની બોલબોલા થઈ ગઈ. એ ધ્યાનમાં રહે કે આજ દસ વર્ષોમાં બધી જ લડાઈઓ અને બનાવો અને ઈસ્લામના દુશ્મનો સાથે જંગ તો બીજી તરફ કુરઆનનું જમા થવું, કુરઆનના નાઝીલ થવાનો સમય અને જગ્યાનું યકીન, તેના નાઝીલ થવાનું કારણ અને સાથે સાથે ઉસુલ અને ઈસ્લામના અરકાન (હુકમો) નિયુકત કરવા અને રસુલે ખુદા (સ.અ.વ.)ની સિરતનું એક

cronicale તૈયાર કરવું એક ખુબજ મોટું કારનામું થયું. તેનું કારણ આ હતું કે હજી આપણે મુરસલે આઅઝમ (સ.અ.વ.)ની સાથે બેસનારાઓની વિલાયતનો પગરવ તો સાંભળી રહ્યા હતા પરંતુ ખુલુસની કમીને કારણે તેને પામી શકતા ન હતા તેથીજ આ દસ વર્ષના સમયગાળા દરમ્યાન સૌથી મહત્ત્વનું અને સૌથી વધારે જે પાસુ સિરતે નબી (સ.અ.વ.)માં જોવા મળ્યું તે રિસાલતની તબ્લીગના કાર્યમાં એહલેબૈત (અ.મુ.સ.)ની ઓળખાણનું તે રિસાલતી સ્થાન હતું જે વિસાયતની સાથે જોડાએલું હતું અથવા એમ કહો કે એકજ સિક્કાની બે બાજુ હતી કે જે ધીમે ધીમે સામે આવતું ગયું.

(A“yk„^p“ ‘p“p “„. 21)

dદીનાના લોકો શું ન જોઈ રહ્યા હતા કે મુરસલે અઅઝમ (સ.અ.વ.) એ તરીકો અપનાવ્યો હતો અથવા તો એ રિત અપનાવી હતી કે જ્યારે મુસાફરી માટે જતા અથવા તો લશ્કરની સાથે જંગના મયદાન તરફ જતા તો જનાબે ફાતેમા (સ.અ.)ના ઘરનો દરવાજો ખખડાવતા, સલામ કરતા અને આમ પણ સામાન્ય રીતે દરરોજ સવાર-સાંજ પોતાની દિકરીના ઘરે આવતા ખબર-અંતર પૂછતાં રહેતા. શું ઈતિહાસે હદીસે કિસાઅને નોંધીને એહલેબૈતે નબી (અ.મુ.સ.) અને રિસાલતની ખાણને બધાએ લખીને સિરતે નબી (સ.અ.વ.)નો એહલેબૈત (અ.મુ.સ.)ની સાથેનો અતુટ સંબંધ કાએમ નથી કર્યો અને એહલેબૈત (અ.સ.) ની વ્યકિતઓની ઓળખ પ્રકાશિત દિવસની જેમ દશર્વિેલ નથી? શું સુરએ દહર તે પવિત્ર નફસોની ઉચ્ચ અઝમત અને જલાલતને વર્ણવતો આજ ઘરમાં નાઝીલ નથી થયો? શું રસુલે ખુદા (સ.અ.વ.) એ આ નથી ફરમાવ્યું કે મારી બેટી મારો જીગરનો ટુકડો છે, જેણે તેમને તકલીફ પહોંચાડી તેણે મને તકલીફ પહોંચાડી. શું આજ પવિત્ર ઘર ઉપર સિતારો નથી ઉતર્યો? શું જન્નતના ફરિશ્તા રીઝવાન દરજી સ્વપે શેહઝાદાઓ માટે જન્નતનો લિબાસ લઈને આજ ઘરે આવ્યા ન હતા? શું ઈદના દિવસે શેહઝાદાઓને ખભા ઉપર સવાર કરીને એમ ફરમાવ્યું ન હતું કે સવારીને ન જુવો બલ્કે એ જુવો કે સવાર કેટલા મહાન મર્તબાના માલીક છે. ટુંકમાં કહેવાનું એ કે ડગલે અને પગલે ઓળખાણ કરાવવા લાગ્યા અને છેવટે એમ પણ ફરમાવી દીધું કે આ હુસૈન (અ.સ.) મારાથી છે અને હું હુસૈન (અ.સ.)થી છું. આ અર્થસભર શબ્દો આપણને આમંત્રણ આપે છે કે આપણે વિચારીએ અને તેના ઉપર અમલ કરીએ, પછી અલી (અ.સ.)ની તરફ એવી રીતે મોતવજ્જેહ રહ્યા કે દરેક મૌકાઓ ઉપર આપની વિસાયતનું એઅલાન કર્યું. કયારેક કહ્યું કે હક્ક અલી (અ.સ.)ની સાથે છે અને અલી (અ.સ.) હક્કની સાથે છે. કયારેક ફરમાવ્યું કે અય અલી (અ.સ.) તમે મારા માટે એમજ છો જેમ હાન (અ.સ.) મુસા (અ.સ.) માટે હતા. કયારેક બયાન કર્યું કે અય અલી (અ.સ.) અગર લોકો તમારી સાથે દુશ્મની કરવા તૈયાર ન હોતે તો અલ્લાહ (સુ.વ.ત.) જહન્નમને પૈદા જ ન કરત. અય અલી (અ.સ.) અગર તમે ન હોતે તો મોઅમિનોને તમારી દોસ્તી થકી અને મુનાફીકોને તમારી દુશ્મની થકી ઓળખી ન શકાત. આ બધી કોશિશો ઈલાહી મશીય્યત તરફથી નબી (સ.અ.વ.)ની વિલાયત અને વસીના સિલસિલામાં હુજ્જત તમામ કરવાનો એક સફર હતો અને કુરઆનની આયત વસલ્લેમુ તસ્લીમાની તફસીર માટે, સમજણ માટે અને ઈસ્લામની હને પામવા માટેના દરવાજાઓ હતા કે જેના ખુલવાની સાથેજ ઈસ્લામની ખુબસુરત દિલ તથા હને પસંદ પડે તેવી વાદીઓ નજરે પડવા લાગે છે.

الذين بذلو مهجهم دون الحسين عليه السلام  એક પરિણામ પ તમન્નાનું નામ છે જે વિલાયતના ઈમ્તેહાનમાં સફળતાના પછી જન્મ પામે છે. ઝોહૈર, સઈદ, હુર્ર, હબીબ એ તે પવિત્ર નફસો છે કે જેઓ આ ધરતી ઉપર રહીને આસ્માનોની સફર કરતા હતા. તેઓ રસ્તાની ધુળ છે. બની બેઠેલા બાદશાહોની મદદથી પોતાનું રીઝકની શોધતા ન હતા, બલ્કે તેઓની આંખોમાં સમાતા ન હતા. તેઓ ઉંચી ઉડાણ અને બલંદ હોંસલામાં જીબ્રઈલ (અ.સ.) થી પણ આગળ હતા. ઈદે ગદીરનો દિવસ એક એવો દિવસ છે કે જે બધીજ ઈદો કરતા ઘણીજ વધારે બરકતોવાળો છે. આ દિવસે મુરસલે આઅઝમ (સ.અ.વ.) સાહેબે મેઅરાજ પોતાની વિલાયત અને તેમના વસીની વિલાયતને ખભેથી ખભા મેળવીને હંમેશ માટે સ્થાપિત કરી દીધી અને મોઅમીનો, સાલેહો, પસંદીદા અને નેક લોકોને ખુબજ મહાન નેઅમત અર્પણ કરી, જેના છાયા હેઠળ જ. મિસમ ઝાડ ઉપર કપાએલા હાથ-પગ અને કપાએલી ઝબાનથી મુસ્કુરાઈ રહ્યા છે. રોશય્દે હુજરી શહાદતની ખુશીમાં બે રકાત નમાઝ ઉતાવળથી પઢી રહ્યા છે. અમ્માર તેમના અંતિમ સમયે દુધના પ્યાલામાં પોતાની આખેરતની ઝીંદગીની આરામગાહોને જોઈને ખુશ થઈ રહ્યા છે. એક સિલસિલો છે કે જેઓએ વિલાયતની નેઅમતોથી ફાયદો મેળવ્યો છે અને વિલાયતના ઝરણાઓથી તૃપ્ત થનારાનો કે જેઓ વર્તમાન ઝમાનાના યુવાનો, વિદ્વાનો અને સાહેબે ઈમાન લોકોને અવાજ આપી રહ્યા છે. આ જમીનથી ગ્રહોની તરફ જવાવાળાને હસરતથી ન જુવો, બલ્કે એ જુવો કે તમારી પોતાની તાકત, કુવ્વત અને આવડત વિલાયતે અલી (અ.સ.) થકી એટલી છે કે તમે આસ્માનોની બલંદીઓને ઝમીન ઉપર ઉતારી શકો છો. આસ્માનના રહેવાસીઓને ઈમામે હુસૈન (અ.સ.)એ આશુરાના દિવસે આજ કહ્યું હતું. ‘અગર તમે કહેતા તો હું મારા બયતુશ્શરફ (પવિત્ર ઘર) માં ફરીશ્તાઓની પાંખો દેખાડુ. થોડા વિલાયતની રાહમાં પગલાઓ જમાવીને ચાલ્યા હોત તો જન્નતમાં રહેનારાઓને જમીન ઉપર બતાવવાની કુવ્વત એહલેબૈત (અ.મુ.સ.)માં હતી. અય અલી (અ.સ.)ની વિલાયતના ઉપર યકીન ધરાવનારાઓ! અલી (અ.સ.) વિલાયતના તાજદાર ઈન્સાનોની ઉન્નતીનું કેન્દ્ર છે, જેઓ સમગ્ર કાએનાતની ખિલ્કતનો મકસદ છે. નુકશાનમાં છે તે લોકો કે જેઓ ચારિત્ર્ય બનાવવા બારામાં વિલાયતે અલી (અ.સ.)ના મતાલીબથી અજાણ છે. એટલા માટે કે તેઓજ સમગ્ર કાએનાતના બાકી રહેવાનું કારણ છે અને તેમનાજ વારસદારે તેની તમામ ઈમામત અને વિલાયતના હોદ્દાની ફરજો સાથે ગયબતના પદર્મિાં રહીને પણ ઝાલીમો અને ઝાલીમ સત્ત્ાાધીશો અને તેઓનું નમક ખાનારાઓને તેના અંતિમ પરિણામ સુધી પહોંચાડીને બધા નિ:સહાય અને મિલ્લતના સમગ્ર લોકોને પોતાના મહેરબાનીના દામનમાં લઈ લીધેલ છે. જ્યારે આ બળતી દુનિયામાં જ્યાં ફકત આગ જ આગ છે નિરાંતે શ્ર્વાસ લેવો અને ઈત્મિનાનથી મંઝીલ ઉપર ઠહેરવા અને દિલની ઠંડકને મહેસુસ કરવા માટે ઝીંદગીની ક્ષણોને ઉપલબ્ધ કરાવી આપે છે અલી (અ.સ.) નો લાલ….. તો ઝુહુર પછી આપણે કઈ રીતે અને કેવી ખુશી અને આનંદની દુનિયામાં હશું તેને કોઈ કલ્પનામાં નથી લાવી શકતું. પરંતુ વિલાયતના ઈમ્તેહાનમાંથી તો જર પસાર થવું પડશે અને આપણે ઈન્શાઅલ્લાહ તેમાંથી પસાર થઈ જશું. મંઝીલ ખુબજ નઝદીક છે, દુરથી રોશની દેખાય રહી છે અને આપણે હરગિઝ થાકયા નથી. આપણા પગલાઓ આગળ વધી રહ્યા છે અને વધતાજ રહેશે.

 

Categories: Articles | Leave a comment

અગર જાનશીની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો હક છે તો પછી તેના વિરુધ્ધ પગલા કેમ નહિ???

અગર જાનશીની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો હક છે તો

પછી તેના વિરુધ્ધ પગલા કેમ નહિ???

આં હઝરત (સ.અ.વ.)ની વફાત પછી ખિલાફત અને ઈમામત અલી (અ.સ.)નો હક હતો. આપ (અ.સ.) એ તે સાબિત કરવા માટે કે ખિલાફત ફકત મારો હક છે અને બીજા લોકો તેના ગાસીબ છે તે માટે અમૂક પગલા પણ લીધા છે. પરંતુ આપ (અ.સ.) એ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વફાત પછી પોતાને એકલા જાણ્યા અને લોકોને પોતાની તરફ એટલે કે આં હઝરત (સ.અ.વ.) એ સોંપેલી ખિલાફતની ઈતાઅત ઉપર ભેગા ન થયા. પરંતુ દરેક યોગ્ય જગ્યા અને મૌકા પર પોતાની ખિલાફત છીનવાઈ ગઈ હોવાનું અને પોતાની નારાજગીનું એલાન જરૂર અને જરૂર કર્યું છે. પછી ભલે તે લોકોની દરમ્યાન હોય અથવા પછી પોતાના વફાદાર સાથીઓની દરમ્યાન અથવા પછી તે ખલીફાઓની સામે દલીલો કરતી વખતે હોય. દરેક મૌકા પર આ વાતને ભારપૂર્વક બયાન કરી છે કે ખિલાફત ફક્ત મારો હક છે અને આમાં બીજાઓને કોઈનો જરા બરાબર પણ હક નથી. આ અલ્લાહ તઆલાની તરફથી નક્કી થઈને પયગમ્બરે આલમ (સ.અ.વ.)ના ઝરીયા થકી લોકો સુધી પહોચાડી દેવામાં આવી છે. તેથી અમીરુલ મોઅમેનીન (અ.સ.) આં હઝરત (સ.અ.વ.)ની ખલીફાની નિમણુંકના માટે બીજા કોઈ ઉસુલ અને કાનુનને સાચો અને ભરોસાપાત્ર નહોતા સમજતા.

અને આ વાતના ટેકામાં અમીરુલ મોઅમેનીન (અ.સ.)નું ગોશાનશીની થવું શ્રેષ્ઠ દલીલ તરીકે આપી શકાય એમ છે. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની વફાત પછી આપ (અ.સ.) ગોશાનશી ઈખ્તિયાર કરી અને હરગીઝ બયઅત ન કરી ત્યાં સુધી કે આપના ઘરને આગ લગાડી દીધી. પયગમ્બર (સ.અ.વ.)ની એક માત્ર દુખ્તર અને હઝરત અલી (અ.સ.)ની શરીકે હયાત જનાબે ફાતેમા (સ.અ.) ને ઈઝા પહોચાડી અને આપ (સ.અ.)ના ફરઝંદ જનાબે મોહસીન (અ.સ.)ને શીકમે માદરમાં જ શહીદ કરી દેવામાં આવ્યા અને તેઓનો હમલ પડી ગયો અને અમીરુલ મોઆમેનીન (અ.સ.)ને બળ વાપરીને જબરદસ્તી બયઅત માટે લઇ ગયા. આ રીતે હઝરત અલી (અ.સ.) એ પોતાના હકને જાહેર કર્યો જેથી તે લોકો ઉપર હુજ્જત તમામ થઈ જાય જેઓએ આં હઝરત (સ.અ.વ.) એ સોંપેલી ખિલાફતથી એટલે કે આપ (સ.અ.વ.) એ નિયુક્ત કરેલા ખલીફાથી ફરી ગયાં છે. એટલા માટે કે અગર આપ (અ.સ.) તેઓએ  બળજબરી કરી તે પહેલા આવો વિરોધ કાર્ય વગર પોતાની મેળે પોતીના ઈરાદા અને ઈખ્તિયારથી દરબારમાં હાજર થઈ જાત તો હુજ્જત તમામ ન થાત.

તેથી કોઈપણ સંજોગોમાં એમ નહિ કહી શકાય કે હઝરત અલી (અ.સ.) એ પોતાનો હક હાસીલ માટે કોઈ પગલાં ભર્યાજ નથી. અલબત્ત એક બીજા સવાલનો ટુંકમાં જવાબ આપી શકાય કે ‘અલી (અ.સ.)એ પોતાનો હક હાસીલ કરવા માટે તે સમયે શા માટે તાકતનો ઉપયોગ ન કર્યો?’ તેના જવાબમાં અમૂક કારણો નીચે મુજબ આપી શકાય.

૧. ઉમ્મતના મુરતદ થાય જવાનો ડર:

હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને એ વાતનો ડર હતો કે ખિલાફતની સ્પષ્ટ નસ્સની ઉપર આગ્રહ કરવામાં આવશે તો તે લોકો જેઓ હજી હમણાં જ મુસલમાન થયાં છે એટલે કે ઉમ્મતે ઇસ્લામ  ઇસ્લામથી ફરી જશે. કારણકે  તે એવો સમય હતો જ્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વફાતના કારણે મુનાફીકોને તાકત મળી ગઈ હતી અને તેઓના પીઠબળમાં વધારો થઈ ગયો હતો. મુસલમાનોના દિલો અસ્થિર થઇ ગયા હતા. દીનના સ્તંભો ડગમગી ગયા હતા. પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની હાલત એવા ઘેટા જેવી થઈ ગઈ હતી કે વરસાદમાં પલળીને ઠંડીની અંધારી રાતમાં આશરો શોધી રહી હોય અને ચારેબાજુ ફાડી-ખાનારા વરુઓ તેઓને પોતાના ખોરાક સમજીને તેને શિકાર કરવાની રાહ જોતા બેઠા હોય. ત્યાં સુધી કે અરબના અમૂક કબીલાઓ મુરતદ થઇ ચુક્યા હતા અને અમૂક તેવા ઈરાદા તરફ જઈ રહ્યા હતા.

૨. મુસલમાનોમાં મતભેદ / ઝગડાનો ડર

અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ જે કારણોના લીધે તે સમયે પોતાની તાકત અને તલવારનો સહારો લીધો ન હતો તેમનું એક કારણ મુસલમાન ઉમ્મતમાં મતભેદ અને ફાટફુટનો ડર હતો તે સમયના મુસલમાનોની હાલત એવી હતી કે જેમાં કાફિરો અને મુનાકીફોને પોતાની ભયાનક ચાલબાજીઓને પૂરી કરવાનો સર્વશ્રેષ્ઠ મૌકા હતો, ત્યાં સુધી કે મુહાજીરો અને અન્સારોની વચ્ચે મતભેદો ઉભા થઇ ગયો હતો અને દરેક જણ કોઈને કોઈ બહાના હેઠળ ખિલાફતની ખુરશી ઉપર બિરાજમાન થવા માંગતો હતો.  (અથવા તે બનાવ જયારે અબુ સુફયાને અલી (અ.સ.)ને પોતાની મદદની દરખાસ્ત રજુ કરી હતી પરંતુ આપ (અ.સ.) એ તેને એમ કહીને ટાળી દીધો કે તું ક્યારથી ઇસ્લામનો સહાયક અને મદદગાર બની ગયો?)

૩. ઇસ્લામની બકા:

હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.) દરેક હાલતમાં ઇસ્લામને બચાવવા માંગતા હતા. આવા નાજુક સમયમાં પણ અલી (અ.સ.)નું ધ્યાન અલ્લાહના દીનની તરફ હતું જેના લીધે આપે ખિલાફત હાસિલ કરવા માટેના વહેવારીક પગલા ભરવા કે બળપ્રયોગને સમયના હિતની વિરુદ્ધ સમજતા હતા. અમીરુલ મોઅમેનીન (અ.સ.) અગર તે સમયે હથિયારો લઈને પોતાના અમૂક સાથીઓને લઈને કયામ (જંગ) કરતે તો તે પયગમ્બરની વફાત પછી તરતજ આ પગલુ ઇસ્લામની નાબુદીનું કારણ બનતે, લોકો દરમ્યાન ફિત્ના અને ફસાદની આગમાં ખુબ વધારો થઇ જાત અને અત્યાર સુધીની બધી કુરબાનીઓ અને બલિદાનો નકામાં થઇ જાત. એટલા માટે અલી (અ.સ.) ઇસ્લામની બકા માટે અને સામાન્ય મુસલમાનોની કામ્યાબી પ્રગતિ અને હિતો માટે પોતાના ખિલાફતના હક ઉપર અગ્રતા આપી અને કયામ કરવાના ઈરાદાને જાહેર પણ ન કર્યો, અને આ છેલ્લું કારણ ઉપરના બધા કારણો પર વધારે મહત્વ ધરાવે છે જેની બુનિયાદ પર અમીરુલ મોઅમેનીન (અ.સ.) પોતની તાકાતને જાહેર ન કરી અને ન તેમની નિમણુંકની સનદ ધરાવતી ખિલાફત મેળવવા માટે તલવાર ઉપાડી.

Categories: Articles | Leave a comment

ઈમામ મહદી (અ.સ.) નો અકીદો પવિત્ર કુરઆનમાં (ભાગ-૧)

ઈમામ મહદી (અ.સ.) નો અકીદો પવિત્ર કુરઆનમાં (ભાગ-૧)

મુસલમાનોનો એક ગીરોહ શીઆઓ પર ઈમામ મહદી (અ.સ.) ના અકીદાની બિદઅતનો આક્ષેપ મુકે છે. તેઓ દાવો કરે છે કે આવા અકીદાની ઈસ્લામમાં કોઈ જગ્યા નથી. તેઓની દ્રષ્ટિએ તે ઈલાહી પ્રતિનિધિનો અકીદો, કે જે આખર ઝમાનામાં ઈસ્લામિક સત્તા સ્થાપિત કરવા આવશે તે દિનમાં એક બિદઅત છે અને તેના જવાબમાં ઈજમાઅનો આશરો લે છે એટલે કે મુસલમાનોનો ઈજમાઅ ઈમામ મહદી (અ.સ.) ના અકીદાની વિરૂધ્ધ છે.

જવાબ:-

એક કાલ્પનીક વાતથી વિશેષ, ઈમામ મહદી (અ.સ.)નો અકીદો કુરઆન અને સુન્નતમાંથી અને તૌહીદ, નબુવ્વત અને કયામત જેટલોજ ઇસ્લામનો ભાગ છે.

સુન્ની અને શીઆ ઈમામ મહદી (અ.સ.) નો એક સમાન અકીદો રાખે છે કે આખર ઝમાનામાં એક શખ્સ ઝુહુર ફરમાવશે જે આખી દુનિયાને અદ્લો ઈન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને જોરથી ભરેલી હશે. આ એક સર્વસ્વિકૃત અકીદો છે તેથી જે કોઈ ઈમામ મહદી (અ.સ.) નો ઈન્કાર કરે તેણે સર્વસ્વિકૃત વાતનો ઈન્કાર કર્યો અને મુસલમાનોએ તેમનો વિરોધ કરવો જોઈએ.

મહત્વની વાત એ છે કે ઈમામ મહદી (અ.સ.) નો અકીદો હાલના ઝમાનાના આલીમોના લખાણમાં પણ જોવા મળે છે. જેમકે, પ્રોફેસર શેખ અબ્દુલ મોહસીન બિન અબ્બાદ પોતાના શિક્ષક શેખ અબ્દુલ અઝીઝ બિન બાઝ (વફાત: 1999) જે સાઉદી અરેબીયાના મહાન મુફતી હતા, 1993 થી લઈ પોતાની વફાત સુધી અને 20 મી સદીના વહાબી આલીમ તરીકે ખુબ પ્રખ્યાત હતા, તેમની હાજરીમાં નિબંધ વાંચ્યો જેનું શિર્ષક હતું:

عقيده اهل السنة والاثر في المهدى المنتظر

(મહદીએ મુન્તઝરના બારામાં એહલે સુન્નતનો અકીદો અને હદીસો)

આ નિબંધ ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુર સંબંધિત છે અને જાહેર કરે છે કે આ ઈસ્લામીક અકીદો છે. તે સાબિત કરે છે કે આ અકીદો ભરોસાપાત્ર અને મુતવાતીર હદીસોથી કબુલીય્યતને પાત્ર છે અને ટીકાને પાત્ર નથી. નવાઈની વાત એ છે કે આ નિબંધને શેખ અબ્દુલ અઝીઝ બિન બાઝ એ માન્ય રાખ્યો અને પ્રકાશિત કરવાની ઈચ્છા વ્યકત કરી.

હકીકતમાં પ્રોફેસર શેખ અબ્દુલ મોહસીન બિન અબ્બાદ ઈમામ મહદી (અ.સ.) ના અકીદામાં એટલો પ્રબળ હતો કે તે જે કોઈ તેનો ઈન્કાર કરે તેનો વિરોધ કરતો હતો. દા.ત. તેણે એક બીજી કિતાબ લખી છે જે જવાબ છે તે ઝમાનાના કુવૈતના આલીમ શેખ અબ્દુલ્લાહ બિન ઝૈદનો જેણે આ અકીદા વિધ્ધ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો. પ્રોફેસર શેખ અબ્દુલ મોહસીનની કિતાબનું શિર્ષક છે.

الرد علي من كذب بالاحاديث الصحيحة في المهدي

(જે કોઈ ઈમામ મહદીના બારામાં હદીસોનો વિરોધ કરે તેને જવાબો)

આ કિતાબમાં તેણે આ કુવૈતી આલીમના વાંધાઓને રજુ કર્યા છે પછી તેને જવાબ આપ્યા છે.

ઈમામ મહદી (અ.સ.) પવિત્ર કુરઆનમાં:

કોઈપણ અકીદો ઈસ્લામીક છે કે નહી તે જાણવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો કુરઆન અને તેની તફસીર છે. તેથી, ઈમામ મહદી (અ.સ.) ની માન્યતા ઈસ્લામીક છે જેવી રીતે તૌહીદ અને અદ્લ નીચે અમૂક કુરઆનની આયતોનું વર્ણન છે. નીચે કુરઆનની આયતોનું લીસ્ટ આપ્યું છે જે ઈમામ મહદી (અ.સ.) તરફ ઉલ્લેખ કરે છે, એ ધ્યાનમાં રહે કે આ લીસ્ટ માત્ર હવાલા પૂરતુંજ વિસ્તૃત નથી.

(અ) સુ. તૌબા (9): આયત નં. 33

لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ

“એ માટે કે તે (સત્ય ધર્મ) ને સર્વે ધર્મો પર પ્રબળ કરી દે, (પછી) ભલેન મુશ્રીકોને અણગમતું (કાં ન) લાગે.”

સઈદ બિન જુબૈર (ર.અ.) કહે છે કે ઉપરની આયત ઈમામ મહદી (અ.સ.)ના બારામાં છે જે હઝરત ઝહરા (સ.અ.)ની નસ્લમાંથી છે.

 1. અલ બયાન ફી અખ્બારે સાહેબઝઝમાન, લેખક: અબુ અબ્દીલ્લાહ બિન મોહમ્મદ યુસુફ ગન્જી અલ શાફેઈ (વહાત 658 હિ.) ભાગ-25, પાના નં. 155.
 2. નુરૂલ અબ્સાર ફી મનાકીબે એહલેબૈતે નબી અલ મુખ્તાર, લેખક: સૈયદ હસન બિન મોઅમીન બિન હસન મોઅમીન અલ શીબલન્જી, પાના નં. 186.

(બ) સુ. ઝુખ્ રૂફ (43): આયત નં. 61

મુકાતીલ બિન સુલયમાન અને તેના જેવા સમાન વિચારવાળાઓએ નીચેની આયતની તફસીર આ પ્રમાણે કરી છે:

وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ

“અને નિ:સંશય તે કયામતની એક નિશાની છે.”

ઉપરની આયત ઈમામ મહદી (અ.સ.)ના બારામાં છે જે આખર ઝમાનામાં જાહેર થશે. તેઓનો મત છે કે તેમનો ઝુહુર આખર ઝમાનામાં થશે અને તેમનો ઝુહુર કયામતની નિશાનીઓની પ્રસ્તાવના રૂપે હશે.

(અલ બયાન ફી અખ્બારે સાહેબઝઝમાન, લેખક: અુ અબ્દીલ્લાહ બિન મોહમ્મદ યુસુફ ગન્જી અલ શાફેઈ

(વફાત 658 હી.સ.) ભાગ 25, પાના નં. 155).

(ક)    સુ. અંબિયા (21): આયત નં. 105

આ આયતની તફસીરમાં

وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِن بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ

“અને ખચીતજ અમોએ ઝબુરમાં નસીહત કર્યા બાદ આ લખી લીધું હતું કે મારા નેક બંદાઓ જ તે (પૃથ્વી)ના વારસ બનશે.”

ઈમામ બાકિર (અ.સ.) અને ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે આ આયત હઝરત કાએમ (અ.ત.ફ.શ.) અને તેના સાથીદારો વિષે છે.

(યનાબીઉલ મવદ્દહ, ભાગ-71, પાના નં 425, ઈસ્તાનબુલ પ્રકાશિત, ભાગ-3, પાના નં. 80)

કા’બ અલ અહબાર કહે છે: મેં મહદી (અ.સ.) ની જાહેરાત અગાઉના નબીઓના પવિત્ર લખાણમાં પણ જોઈ છે. અને આ બધા લખાણ તે વાત ઉપર એકમત છે કે ઈમામ મહદી (અ.સ.) નું શાસન ન્યાયસભર હશે. જેમાં કોઈપણ પ્રકારનું ઝુલ્મ અને અત્યાચાર નહિં હોય.

 1. અલ બુરહાન ફી અલામાતે મહદી આખેઝઝમાન, લેખક: મુત્તકી હિન્દી, પ્રકરણ-1, પાના નં. 87, હદીસ નં. 18.
 2. એકદ્દુદદોરર ફી અખ્બારીલ મુન્તઝર વ હોવલ મહદી (અ.સ.), લેખક: અલ્લામા યુસુફ બિન યહ્યા બિન અલી બિન અબ્દુલ અઝીઝ મુકદ્દસી શાફેઈ સુલ્લમી, પ્રકરણ-7, પાના નં. 155).

(ડ) સુ. શુરા (42): આયત નં. 18

મુફઝઝલે ઈમામ સાદિક (અ.સ.)ને નીચેની આયતના બારામાં પૂછયું:

أَلَا إِنَّ الَّذِينَ يُمَارُونَ فِي السَّاعَةِ لَفِي ضَلَالٍ بَعِيدٍ

“ખબરદાર રહો! જે લોકો કયામતના સંબંધમાં હઠાગ્રહ કરે છે તેઓ ખચીતજ મોટી ગુમરાહીમાં છે.”

ઈમામ (અ.સ.) જવાબ આપ્યો: શંકાશીલ લોકો (ઈમામ મહદી .અ.સ. ના બારામાં) પૂછશે, કયારે તેમનો જન્મ થશે? શું કોઈએ તેમને જોયા છે? અત્યારે તેઓ કયાં છે? તેઓ કયારે ઝુહુર ફરમાવશે? દર હકીકતમાં, આ શંકાશીલપણું અલ્લાહની કઝા અને કદરમાં અકીદો ન રાખવા બરબાર છે. આ તે લોકો છે જેઓ નુકસાનમાં છે. આ દુનિયામાં અને આખેરતમાં પણ.

(યનાબીઉલ મવદ્દહ, પ્રકરણ-71, પાના નં. 428).

(ખ) સુ. યુનુસ (10): આયત નં. 20

وَيَقُولُونَ لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۖ فَقُلْ إِنَّمَا الْغَيْبُ لِلَّهِ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ

“અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર (અમારી ઈચ્છા મુજબની) કોઈ નિશાની કેમ નથી ઉતરી? તો (અય રસુલ!) તું કહે કે ગૈબનો માલિક તો અલ્લાહજ છે માટે તમે રાહ જુઓ. નિ:સંશય હું પણ તમારી સાથે રાહ જોનારાઓમાંથી છું.”

ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે આ આયતમાં ‘ગય્બ’ થી મુરાદ અહિં કાએમ (અ.ત.ફ.શ.) છે.

(યનાબીઉલ મવદ્દહ, પ્રકરણ-71)

અગાઉ જણાવ્યા પ્રમાણે, અહિં ફકત અમૂક કુરઆનની આયતો જે ઈમામ મહદી (અ.સ.) ના બારામાં છે તેનું વર્ણન કર્યું છે અને અગર સવિસ્તાર વર્ણન કરીએ તો આવી આયતોની સંખ્યા 100 કરતા પણ વધારે છે.

Categories: Articles | Leave a comment

અલી (અ.સ.) ફઝાએલનું સર્વોચ્ચ શિખર

અલી (અ.સ.) ફઝાએલનું સર્વોચ્ચ શિખર

પહેલી નજરે અલી (અ.સ.) ના જીવનની ઘટનાઓને જોતા એવું લાગે કે તેમની ભવ્યતા અને ફઝાએલને હાંસિલ કરી શકાય છે. પરંતુ હકીકતમાં આ એવો મહાસાગર છે જેની ઉંડાઈને માપવી અશક્ય છે. ખરેખર તો હ. અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના આશ્ચર્યચક્તિ ફઝાએલને બયાન કરવા કોઇપણ ઈન્સાનની તાકત નથી. જેટલી વધારે કોઈ વ્યક્તિ તેમના ફઝાએલને ભેગા કરવાની કોશિશ કરે તેટલોજ તેનો સંઘર્ષ આ બાબતે વધતો જાય છે.

જ્યારે ખલીલ બીન અહમદ ને હ. અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના ફઝાએલના બારામાં પૂછવામાં આવ્યું તો તેણે જવાબમાં કહ્યું :

“હું તે શખ્સની ફઝીલતો કેવી રીતે વર્ણવી શકું જેની ફઝીલતોને  દુશ્મનોએ ઈર્ષાના લીધે છુપાવી હોય અને તેના દોસ્તોએ તેમની ઝીંદગી જવાના ડરના લીધે છુપાવી. હોય, તેમ છતાંય, પૂર્વ અને પશ્ચિમ તેમના ફઝાએલની ગવાહી આપે છે.”

(રવઝતુલ મુત્તકીન, ભાગ-૧, પાના નં. ૨૬૫)

આ લેખમાં ખુબજ ટુંકાણથી હ. અલી અ.સ. ના ફઝાએલનું વર્ણન કરવામાં આવ્યું છે. તમામ હદીસો એહલે સુન્નતની કિતાબોમાંથી લીધી છે. કારણકે તે વખાણ સૌથી નિખાલસ હોય છે જે વિરોધીઓથી બયાન થાય.

ફકત અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) અલી (અ.સ.) ને ઓળખે છે :-

કોઈપણ વ્યક્તિ અલી (અ.સ.)ના બારામાં મુંજવાએલો કેમ ન હોય કે જેમની શહાદત / મૃત્યુના વિષે વાદ-વિવાદ જોવા મળે છે? અમુક લોકોએ તેમને ખુદા માને છે કે જે ઈબાદતને લાયક હોય અને બીજી તરફ અમુક લોકોને એવો વિચાર આવ્યો કે ખરેખર તે નેક અને મુત્તકી હતા કે નહીં. આ પ્રકારના લોકો આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેઓએ સાંભળ્યું કે ઈમામ અલી અ.સ. નમાઝની હાલતમાં મસ્જીદે કુફામાં શહીદ થયા. તેઓ તઅજ્જુબથી બોલી ઉઠ્યા: “શું અલી નમાઝ પણ પડતાં હતા?”

હકીકતમાં ફકત અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.), અલી (અ.સ.) ને ઓળખવાનો દાવો કરી શકે છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ હ. અલી (અ.સ.) ને જણાવ્યું :

“અય અલી! હકીકતમાં મારી અને તમારી સિવાય કોઈ અલ્લાહને ખરી રીતે નથી ઓળખતું અને તમને કોઈ ખરી રીતે ઓળખી શકતું નથી સિવાય અલ્લાહ અને હું.”

(મનાકીબે શહરે ઇબ્ને આશોબ, ભાગ-૩, પાના નં. ૨૭૩)

બીજી જગ્યાએ આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“અય અલી! કોઈએ અલ્લાહ (ત.વ.ત.) ને નથી ઓળખ્યો સિવાય કે મેં અને તમે, અને કોઈએ મને નથી ઓળખ્યો સિવાય અલ્લાહે અને તમે, અને કોઈએ તમને નથી ઓળખ્યા સિવાય અલ્લાહે અને મેં.”

(રવઝતુલ મુત્તકીન, મોહમ્મદ તકી મજલીસી, ભાગ-૧૩, પાના નં. ૨૭૩)

અલી (અ.સ.)ની અગણીત ફઝીલતો :-

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અલી (અ.સ.) ની સાચી મઅરેફત વિષે ફરમાવ્યું :

“અલી (અ.સ.) ની ફઝીલતો ગણી શકાતી નથી.”

ઈબ્ને અબ્બાસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી વર્ણવે છે :

“અગર બધા વૃક્ષો અને બગીચાઓ કલમ બની જાય અને સમુદ્રો શાહી થઈ જાય અને જીન્ન હિસાબ કરવાવાળા બની જાય અને લોકો લખવા બેસી જાય તો પણ તેઓ અલી (અ.સ.) ની ફઝીલતો ને ગણી શકશે નહીં.”

બીજા એક મૌકા ઉપર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“અલ્લાહે મારા ભાઈ અલી (અ.સ.) ને અગણીત ફઝીલતો આપી છે. અગર કોઈ તેમાંથી ફઝીલતનો ઈકરાર કરે અને તેને બયાન કરે તો અલ્લાહ તેના પહેલાના તથા પછીના ગુનાહોને માફ કરી દેશે.”

“અગર કોઈ અલી (અ.સ.)ની એક ફઝીલતને લખે, જ્યાં સુધી તેનું લખાણ બાકી ફિરશ્તાઓ તેના માટે ઈસ્તેગ્ફાર કરશે રહેશે અને અગર કોઈ તેમની એક ફઝીલતને સાંભળે, અલ્લાહ તેના તે બધા ગુનાહો જે કાનથી થયાં હશે તેને માફ કરશે અને અગર કોઈ તેમની એક ફઝીલતને જુએ, અલ્લાહ તેના બધા ગુનાહો જે આંખથી થયાં હશે તેને માફ કરશે.”

(બેહારૂલ અન્વાર, ભાગ-૨૮ પાના નં. ૧૯૭, ભાગ-૩૫ પાના નં. ૮-૯)

અલી (અ.સ.) ફઝીલતોનો મજ્મુઓ:

અલી (અ.સ.) ની શખ્સીયતમાં ફક્ત દુનિયાના તમામ લોકોના ફઝાએલ નથી થતો બલ્કે અલી (અ.સ.) પયગમ્બરોની પણ ખાસીયતો ધરાવે છે, ખાસ કરીને ઉલુલ અઝમ પયગમ્બરો (અ.સ.)ની સીફતો. તેથી તે નવાઈની વાત નથી કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સિવાય આપ (અ.સ.) થી કોઈ અફઝલ નથી. એહલે સુન્નતના મહાન આલીમ, બયહકી પોતાના સંકલનમાં પયગમ્બર (સ.અ.વ.) ની હદીસને લખી છેઃ

“જે કોઈ આદમ (અ.સ.) ના ઈલ્મને જોવા ઈચ્છે, નુહ  (અ.સ.)  ના તકવાને, ઈબ્રાહીમ (અ.સ.) ના હીલ્મને, મુસા (અ.સ.) ની ઈબાદતને તો તેણે હ. અલી બિન અબી તાલીબ (અ.સ.) ની તરફ જોવું જોઈએ.”

(આમાલી એ શેખે તુસી, પાના નં. ૪૧૬, મજલીસ-૧૪)

નીચેની હદીસ મનાકીબમાં બે જગ્યાએ જોવા મળે છે :

“જે કોઈ આદમ (અ.સ.) ના ઈલ્મને જોવા ઈચ્છે છે, નુહ (અ.સ.)ની બુદ્ધિને, યહ્યા બીન ઝકરીયા (અ.સ.) ના ઝોહદને અને મુસા બીન ઈમરાન (અ.સ.) ની તાકતને, તો તેણે અલી બીન અબી તાલીબ (અ.સ.) ની તરફ જોવું જોઈએ.”

(અલ મનાકીબ, પાના નં. ૮૩ હ. ૭૦, પાના નં. ૩૧૧ હ. ૩૪૯)

ઈમામ અલી (અ.સ.) અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) :-

ઈન્સાનના સ્વભાવમાં છે કે તે કમાલને પસંદ કરે છે અને એવી વ્યક્તિને પણ કે જે તેનો માલિક હોય છે. તેટલાં જ માટે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જે મહબુબે ખુદા છે, બધાના ચહીતા છે. તે જ પ્રમાણે ઈમામ અલી (અ.સ.) પણ મહબુબે ખુદા છે કારણકે આપને આયતે મુબાહેલામાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના ‘નફસ’ કરાર દિધા છે અને આપણે જાણીએ છીએ કે દરેક ઈન્સાન પોતાના “નફસ” ને ચાહે છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ઘણી હદીસોમાં પોતાના અને ઈમામ અલી (અ.સ.) ના સંબંધ પર ભાર દીધો છે.

“જે કોઈ અલી અ.સ.ને ચાહે છે તેણે મારી સાથે મોહબ્બત કરી છે”

“અય અલી (અ.સ.)! જે કોઈ તમારો ચાહવાવાળો મોહીબ છે તે મારો ચાહવાવાળો છે અને જે કોઈ તમને ધિક્કારે છે તે મને ધિક્કારે છે.”

એક શખ્સે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને પૂછયું :

અય અલ્લાહના રસુલ! શું તમે અલી (અ.સ.) ને ચાહો છો ? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“શું તું નથી જાણતો કે અલી (અ.સ.) મારાથી છે અને હું તેમનાથી છું.”

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની અલી (અ.સ.) પ્રત્યેની મોહબ્બત સ્પષ્ટ છે, શું દરેક ઇન્સાન પોતાની ઝાતને નથી ચાહતો?

મનાકીબમાં એક હદીસ રાવીઓના સિલસિલાથી નકલ થઈ છે :

“અલ્લાહ (ત.વ.ત.) એ મને ચાર સહાબીઓથી મોહબ્બત કરવાનો હુકમ કર્યો છે અને મને જણાવ્યું છે કે તે પણ તેઓને ચાહે છે.”

સહાબીઓએ પુછયું :

અય અલ્લાહના રસુલ! તેઓ કોણ છે? અમો પણ તેઓમા શામીલ થવા ઈચ્છીએ છીએ. અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“અલી (અ.સ.) તેમાંથી એક છે.”

પછી આપ (સ.અ.વ.) ચુપ થઈ ગયા.

પછી ફરીવાર ફરમાવ્યું :

“અલી (અ.સ.) તેમાંથી એક છે.”

પછી પાછા શાંત થઈ ગયા.

આયશા બયાન કરે છે:- પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાના જીવનની આખરી ક્ષણોમાં તેમના સહાબીઓને ઈચ્છા વ્યક્ત કરી કે, “મારા મહબુબને મારી પાસે લાવો.”

આપ (સ.અ.વ.)ની ગુઝારીશના અનુસંધાનમાં હું (આયશા) મારા પિતા (અબુબક્ર) ને શોધવા માટે નિકળી. મારા પિતાને જોઈને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પોતાનો ચહેરો તેમનાથી ફેરવી લીધો. બીજી વખત આપે ફરમાવ્યું “મારા મહબુબને મારી પાસે લાવો.” પછી હફસા તેના પિતા ઉમરને લાવી અને પયગમ્બર (સ.અ.વ.) એ પોતાનો ચહેરો તેની તરફથી પણ ફેરવી લીધો જેવી રીતે અબુબક્ર તરફથી ફેરવી લીધો હતો. મેં કહ્યું કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) નો ઈશારો ફકત અલી (અ.સ.) તરફજ છે તેમના સિવાય બીજુ કોઈ નહિ. લોકોએ અલી (અ.સ.) ને બોલાવ્યા. જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અલી (અ.સ.) ને જોયાં, તેમને ગળે લગાડયા અને તેમના કાનમાં એક હજાર હદીસો ફરમાવી. દરેક હદીસમાંથી અલી (અ.સ.) એ બીજી હજાર હદીસોને વર્ણવી.

ઈબ્ને અબ્બાસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી વર્ણવે છે :

“અલી (અ.સ.) મારી સાથે એવી રીતે છે જેવી રીતે મારૂં માથું મારા શરીરની સાથે છે.”

એ વાત સ્પષ્ટ છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની અલી (અ.સ.) સાથે મોહબ્બત કૌટુંબીક સંબંધના લીધે ન હતી, પરંતુ અલી (અ.સ.) ની ફઝીલત અને શ્રેષ્ઠતાના કારણે હતી. નીચે આપ (અ.સ.) ની અમુક ફઝીલતોનું વર્ણન છે :

ઈમામ અલી (અ.સ.) નું ઈલ્મ

હ. અલી (અ.સ.) એ કયારેય કોઈ દુન્યવી શખ્સ પાસેથી ઈલ્મ નથી લીધું, પરંતુ તેમનું ઈલ્મ ઈલાહી બખ્શીસ હતું. તેથી તેમનું ઈલ્મ તેમના સાથીઓ કરતા ચઢીયાતુ છે. તેમા કોઈ આશ્ચર્ય નથી, એહલે સુન્નતની કિતાબોમાં પણ આપ (અ.સ.) ને “સૌથી વધારે ઈલ્મવાળા તરીકે યાદ કરવામાં આવ્યા છે.” તે સંદર્ભમાં અમુક હદીસો નીચે મુજબ છે:

(૧) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

 “મારા પછી મારી ઉમ્મતમાં સૌથી વધારે ઈલ્મવાળા અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) છે.”

(૨) અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી વર્ણવે છે :

“હિકમતને  (લોકો વચ્ચે) દસ ભાગમાં વહેંચવામાં આવી છે, તેમાંથી અલી (અ.સ.) ને નવ ભાગ અને બીજા બધા લોકોને ફકત એક ભાગ આપવામાં આવ્યો છે.”

દુનિયાની બધી પ્રગતિ લોકોને દેવામાં આવેલી હિકમતના પ્રમાણમાં છે. બધાજ અલી (અ.સ.) ની હિકમત લોકોની હિકમત કરતા નવગણી છે. કારણકે આ હિકમતનો સ્ત્રોત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) છે, જેમણે લોકોને જણાવ્યું :

“હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેનો દરવાજો છે. જે કોઈ ઈલ્મ હાસીલ કરવા ચાહે તેણે આ દરવાજાથી આવવું જોઈએ.”

(૩) આયશા ઈમામ અલી (અ.સ.) ના વિષે કહે છે:

“આપ (અ.સ.) લોકોમાં સુન્નત વિષે સૌથી વધારે ઈલ્મવાળા છે.”

કાશ! કે આયશાએ ખુદ આન હદીસ ઉપર અમલ કર્યો હોત તો જંગે જમલને ટાળી શકાત, જેથી ઘણા બધા બેગુનાહ મુસલમાનોની જાન બચી જાત.

(૪) જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પોતાની ચહીતી દિકરી જ. ફાતેમા ઝહરા (સ.અ.) ની શાદી હ. અલી (અ.સ.) સાથે કરી, ત્યારે ફરમાવ્યું :

“(અય ફાતેમા)! મેં તમારી શાદી મારા કુટુંબના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાથે કરી છે. તે ઈલ્મમાં સૌથી વધારે આલીમ અને ફઝીલતમાં સૌથી વધારે શ્રેષ્ઠ અને ઈસ્લામમાં સૌથી પહેલા છે.”

ઈમામ અલી (અ.સ.) અને ઈબાદત:

ઈમામ અલી અ.સ.ની અજોડ ઈબાદત પણ તેમના ઇલ્મની જેમજ ઉચ્ચ દરજ્જાની છે, તેનો કોઈ સમોવડીયો નથી (પવિત્ર પયગમ્બર સ.અ.વ. સિવાય). તેમની દુઆઓ, તેમની મુનાજાત, ખોફે ખુદમાં રાત્રીના અંધકારમાં રડવું અને તેમના લાંબા સજદા એવા હતા કે અલ્લાહ ખુદ ફરીશ્તાઓમાં તેમની ઈબાદત ઉપર ફખ્ર કરે છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે: એક સવારે, જીબ્રઈલે અમીન ખુશખબર લઈને આવ્યા. મેં તેમને પૂછ્યું: “એય મારા દોસ્ત, કઈ ચીજે તમને આટલા ખુશ કર્યા ?” તેમણે જવાબ આપ્યો, “અય્ મોહમ્મદ શા માટે હું ખુશ ના થાવ. આજે, અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ તમારા ભાઈ અને તમારા વસીને એવુ મહાન સ્થાન આપ્યું છે જેણે મને ખુશ કરી દીધો.” મેં તેમને પૂછ્યું, “અલ્લાહે મારા ભાઈ અને ઉમ્મતના ઈમામને શું નવાજ્યું છે ?

તેમણે કહ્યું: “ગઈ રાત્રે અલ્લાહે અલી અ.સ.ની ઈબાદત ઉપર ફરીશ્તાઓમાં ફખ્ર કર્યો. તેણે ફરીશ્તાઓને કહ્યું, ‘અય્ મારા ફરિશ્તાઓ, મારી ઉમ્મતમાં મારા નબી પછી મારી હુજ્જતે મારી અઝ્મતની સામે પોતાને જુકાવી દીધી છે. હું તમને ગવાહ બનાવુ છુ કે તે મારી મખ્લુકનો ઈમામ અને મારા સર્જનનો રક્ષક છે.”

અલી અ.સ.ની ઈબાદતના આશ્ચર્યજનક પ્રસંગોના વર્ણનથી પુસ્તકો ભરાય જાય, ઉદાહરણ પૂરતી એક હદીસ વર્ણવીએ:

ઝીરાર બિન ઝમરહ મોઆવિયાને અલી અ.સ.ની ફઝીલતો વર્ણવતા કહે છે: “હું અલ્લાહને ગવાહ બનાવું છુ કે મેં અલી અ.સ.ને ઘણી વાર રાતના અંધકારમાં જોયા છે કે તેઓ મેહરાબે ઇબાદતમાં ઉભા છે પોતાની દાઢીને પકડી છે, એવી રીતે તડપી રહ્યા છે જેવી રીતે સાંપ કરડી ગયો હોય અને એક અદના (નાના) બંદાની જેમ બેસાખતા ગીર્યા કરતા હતા. તેમના રોવાનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યો છે:

‘અફસોસ, સફર બહુજ લાંબો છે પરંતુ ભાથું ખુબ ઓછું છે. રસ્તાઓ ભયાનક છે અને મંઝીલ ઘણી બલંદ છે’

આ સાંભળી મોઅવિયા રડવા લાગ્યો. તેણે તેના આંસુ તેની આસ્તીનથી લુછ્યા અને ત્યાં હાજર મજ્મો પણ આ સાંભળી રડવા લાગ્યો. મોઅવિયાએ ઈકરાર કર્યો “ખરેખર અબુલ હસન અવાજ હતા જેવું તમે કહો છો”

ઈમામ અલી (અ.સ.) અને ઈમામત:

ઈમામ અલી અ.સ.નું અજોડ ઇલ્મ અને ઈબાદત તેની પુરતી દલીલ છે કે ઈમામત અને ખિલાફત તેમનોજ હક હતો. તદ ઉપરાંત, એહલે સુન્નતની કિતાબોમાં ઘણી હદીસો છે જે સંપૂર્ણપણે આ હકીકતને બયાન કરે છે. તેમાંથી સૌથી નોંધપાત્ર હદીસે સકલૈન, હદીસે મન્ઝેલત, હદીસે યવ્મુદ્દાર (ઝૂલ અશીરા) અને હદીસે ગદીર છે કે જે મુતવાતીર છે.  ઘણી કિતાબોમાં ઈમામ અલી અ.સ.ની ઈમામત આ હદીસોના આધારે સાબિત કરવામાં આવી છે. આ હદીસો ઉપરાંત, તેવી ઘણી હદીસો છે જે સ્પષ્ટપણે અલી અ.સ.ની ઈમામતને સ્થાપિત કરે છે. તેમાંથી અમુક નીચે વર્ણવી છે:

૧. પવિત્ર પયગમ્બર સ.અ.વ. એ અલી અ.સ.ને ફરમાવ્યું: “તમારા જમણા હાથમાં અંગુઠી પહરો જેથી તમો અલ્લાહની નઝ્દીકી હાસિલ કરી લો.” ઈમામ અલી અ.સ: એ કહ્યું: “યા રસુલલ્લાહ, હું કઈ અંગુઠી પહેરું?” પવિત્ર પયગમ્બર સ.અ.વ. એ કહ્યું: “લાલ અકીક, આ તે પહાડ છે જેણે અલ્લાહની વેહ્દાનીયત, મારી નબુવ્વત અને તમારી વિલાયતનો ઈકરાર કર્યો છે.”

પહાડો પણ તે હકીકતથી વાકેફ છે કે વીલાયત ફક્ત અલી અ.સ. માટે છે અને બીજા કોઈ માટે નહિ.

૨. ઇબ્ને બુરયદા વર્ણવે છે કે પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ ફરમાવ્યું:

“દરેક નબીનો એક વસી અને જાનશીન છે અને મારો વસી અને જાનશીન અલી (અ.સ.) છે.

૩. આ પેહલા અલી અ.સ.ની ઈબાદત બાબતે હદીસ બયાન કરી તેમાં અલ્લાહ ફરમાવે છે:

(અય્ ફરિશ્તાઓ) હું તમને ગવાહ બનાવુ છુ કે તે (અલી અ.સ.) મારી મખ્લુકના ઈમામ અને મારા સર્જનનો રક્ષક છે.”

૪. અમ્ર બિન મય્મુન ઇબ્ને અબ્બાસથી વર્ણવે છે કે  પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ ઈમામ અલી અ.સ.ને ફરમાવ્યું: “તમે મારા પછી મોમીનોના રક્ષક છો”

શબ્દ (મારા પછી) સ્પષ્ટપણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી કોઈ અંતર વિના તરતજ અલી અ.સ.ની જાનશીની તરફ નિર્દેશ કરે છે. વલીનું ખોટું અર્થઘટન ચહીતો કરવું અયોગ્ય છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ચહિતા હોવું કોઈ અર્થ નથી દર્શાવતું, શું ઈમામ અલી અ.સ. પવિત્ર પયગમ્બરના સમયમાં મોમીનોના ચહિતા ન હતા ?

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી અ.સ.ની ઈમામતની જાહેરાત કરવામાં કોઈ કસર નહોતી રાખી. અસંખ્ય પ્રસંગોએ,  આપ (સ.અ.વ.)એ અલી અ.સ.ને મુસલમાનોના ખલીફા અને ઈમામ તરીકે સ્થાપિત કર્યા હતા. એક જગ્યાએ આપે તેમને  લોકીની વચ્ચે બલંદ કરી ને જાહેરાત કરી “અલી મુસલમાનોના ખલીફા અને ઈમામ છે”

બીજા સ્થળે તેમણે ભારપૂર્વક જણાવ્યું: “અલી કુરાનની સાથે છે અને કુરાન અલીની સાથે, તે બંને ક્યારેય જુદા નહિ પડે.”

ક્યારેક આપે (સ.અ.વ.) અલી અ.સ.ને હકનું માપદંડ અને તેની ધરી જણાવ્યા:

“અલી હકની સાથે છે અને હક અલીની સાથે. તે બંને ક્યારેય જુદા નહિ પડે ત્યાં સુધી કે કયામતના દિવસે મને હવ્ઝ ઉપર ન મળે.

બીજી એક હદીસમાં આપે આગાહી કરી:

નજીકમાંજ એક ફીતનો જાહેર થશે અને જયારે આવું બને તો તમે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)નું દામન પકડી લેજો, કારણ કે બેશક તેઓ હક અને બાતીલમાં ભેદ કરનારા છે.”

આપ (સ.અ.વ.)એ તે પણ ફરમાવ્યું: “જે કોઈ અલીથી દૂર થશે તે મારાથી દૂર થયો અને જે મારાથી દૂર થયો તે અલ્લાહથી  દૂર થયો”

ઈમામ અલી (અ.સ.) અને કુરઆન :

ઘણા બધા સુન્ની આલીમો અને તફસીરકારોએ કુરઆનની ઘણી બધી આયતોને ઈમામ અલી (અ.સ.) સાથે સંબંધિત હોવાનો ફેસલો આપ્યો છે. તેઓએ હ. રસુલે ખુદા (સ.અ.વ.)ની ઘણી હદીસોના ટેકામાં આયતો ટાંકી છે. જેમાં ઈબ્ને હજરે મક્કી, ખતીબે બગદાદી, ગન્જી શાફેઈ, ઈબ્ને અસાકીર, શેખ સુલેમાન કુન્દુઝી હનફી જેવા મશહુર ઓલમા શામિલ છે.

ઈબ્ને અબ્બાસે ફરમાવ્યું :

“કુરઆનમાં ત્રણસો આયતો અલી (અ.સ.) ના બારામાં નાઝીલ થઈ છે.”

ઈબ્ને અબ્બાસે આ હદીસ પવિત્ર પયગમ્બર સ.અ.વ.થી ફરમાવી છે:

તે બધી આયતો જેની શરૂઆત “યા અય્યોહલ્લઝીન આમનુ (અય્ ઈમાન લાવનારાઓ)”  થી થાય છે તેનાથી મુરાદ અલી (અ.સ.) છે.

બીજા શબ્દોમાં, જ્યાં મોઅમીનોને સંબોધન કરવામાં આવ્યું છે (અય ઈમાનવાળાઓ) ત્યાં અલી (અ.સ.) સૌથી પ્રથમ છે.

અલી (અ.સ.) ને સમર્પીત થવું :

ઈમામ અલી (અ.સ.) લોકોના ઈમામ અને હાદી છે, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના ચહીતા છે, ઈલાહી ઈલ્મના માલીક છે, અલ્લાહની ઈબાદત અને ઈતાઅતમાં સૌથી આગળ છે, હક અને બાતીલને સૌથી શ્રેષ્ઠ જુદા કરનાર છે, કુરઆનના સમોવડીયા છે અને અલ્લાહના દોસ્તો માટે આદર્શ નમુના છે.

પયગમ્બર (સ.અ.વ.) ની વફાત બાદ, ઉમ્મતની જવાબદારી એ છે કે ફક્ત અલી (અ.સ.) ને સમર્પિત થાય (બીજા બધાને છોડીને) અને તેમના હુકમોનું પાલન કરે. તેમની ઇતાઅત મરજીયાત નથી બલ્કે તમામ લોકો ઉપર અને ખાસ કરીને મુસલમાનો ઉપર વાજિબ છે. આ વિષે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની હદીસો અદભૂત છે. અમે અમુકનું વર્ણન અહીં નીચે કર્યુ છે:

(૧) જ. સલમાન (ર.અ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.) થી આ હદીસ બયાન કરી છે :

“તમારા પર હ. અલી બીન અબી તાલીબ (અ.સ.) ની ઈતાઅત જરૂરી છે, કારણકે તેઓ તમારા મૌલા છે. તેથી તમે તેમને ચાહો. તેઓ તમારાથી અફઝલ છે તેથી તેમને વળગી રહો. તેઓ તમારા દરમ્યાન આલીમ છે, તેથી તેમને માનનીય જાણો. તેઓ જન્નત તરફ તમારા આગેવાન છે, તેથી તેમનો આદર કરો. જ્યારે તેઓ તમને આમંત્રણ આપે તો તેને સ્વીકારો અને જ્યારે કોઈ હુકમ આવે તો તેમની ઈતાઅત કરો. તેમને તેવી રીતે ચાહો જેવી રીતે તમે મને ચાહો છો. તેમને તેવી રીતે માનનીય જાણો જેવી રીતે તમે મને માનનીય જાણો છો. જે કાંઈ મેં તમને અલી (અ.સ.) વિષે બતાવ્યું છે તે મારા પાલનહારનો હુકમ છે, કે જે તે બલંદ મરતાબાવાળો છે.”

આ હદીસ એટલી સ્પષ્ટ છે કે તેને સમજુતીની જરૂરત નથી. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ નિશ્ચિત રીતે એકરાર કર્યો કે જે કાંઈ તેમણે અલી (અ.સ.) વિશે બયાન કર્યુ તે તેમની વ્યકિતગત ભલામણ નથી, પરંતુ તે ઈલાહી હુકમ છે. અગર મુસલમાનોએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની ફકત આ એક હદીસ ઉપર ધ્યાન દીધું હોત તો તેઓ હાલના બળવા પ્રેરિત, ગુમરાહી અને મુંઝવણ ભરેલા હાલાતથી બચી ગયા હોત.

(૨) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાના ભરોસાપાત્ર સહાબી જ. અમ્મારે યાસીરને ફરમાવ્યું :

“અય અમ્માર! અગર તમે અલી (અ.સ.) ને એક રસ્તે ચાલતા જુઓ અને લોકોને બીજા રસ્તે ચાલતા જુઓ તો અલી (અ.સ.) નું અનુસરણ કરો અને લોકોને છોડી દો કારણકે અલી (અ.સ.) તમને કયારેય ગુમરાહ નહી કરે એટલા માટે કે તેઓ હંમેશા હકના રસ્તા ઉપર છે.”

મુસલમાનોએ દુર્ભાગ્યપણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની વાતને અવગણી. તેઓએ અલી (અ.સ.) ને છોડી દિધા અને બીજાઓનું અનુસરણ કર્યુ અને આ રીતે તેઓ ઈસ્લામની પસ્તીનું કારણ બન્યા. તેમ છતા દરેક યુગમાં એવા મુસલમાનો થઇ ગયા ભલે પછી થોડા જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના હુકમને વળગી રહ્યા અને ઈમામ અલી (અ.સ.) અને તેમની મઅસુમ વંશજને સમર્પિત રહ્યા.

અલી (અ.સ.) પ્રત્યે મોહબ્બત :

મોહબ્બત તે ઈતાઅત અને સમર્પણનું ખુબ જ મહત્વનું પરિબળ છે. હકીકતમાં બિનશર્તી ઈતાઅત મોહબ્બત વગર શકય નથી. મોહબ્બત ઈતાઅત અને સમર્પણની સખ્તીને આસાન કરી દે છે. ઈમામ અલી (અ.સ.) તે શખ્સીયત છે જેણે દરેક મોઅમીનના દિલમાં પોતાની જગ્યા બનાવી છે અને ખરેખર તેઓની નજરમાં આપ (અ.સ.) સૌથી વધારે ચહિતા છો. તે હદીસો જે અલી (અ.સ.)ને મોહબ્બત કરવાની ફઝીલતનું વર્ણન કરે છે એ એટલી બધી છે કે તેના માટે ઘણી બધી કિતાબોને ઘણા ભાગોમાં લખવાની જરૂર પડે. અમે આ તકનો લાભ લઈને તેમાંથી અમૂક હદીસોનું અહીં વર્ણન કરીએ છીએ.

(૧) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“મોઅમિનના અઅમાલનામાનું શીષર્ક અલી બીન અબી તાલીબ (અ.સ.) ની મોહબ્બત છે. જે કોઈ એમ ઈચ્છે કે મારા જેવું જીવન જીવે અને મારા જેવું મૃત્યુ પામે અને તે જન્નતમાં રહે કે જેના વૃક્ષો મારા પરવરિદગારે વાવ્યા હોય તો તેણે અલી (અ.સ.)થી  અને તેમના દોસ્તોથી મોહબ્બત કરવી જોઈએ. મારા અને (અલી અ.સ. પછી) તેમના ફરઝંદો કે જેઓ ઈમામ છે તેમની પૈરવી કરો., તેઓ મારી નસ્લમાંથી છે. તેઓ મારા ફરઝંદ છે અને મારી તીનતમાંથી પૈદા કરવામાં આવ્યા છે. અલ્લાહે તેમને રિઝક અને ઈલ્મ અતા કર્યુ છે. જહન્નમ તેઓ માટે છે જેઓ તેમના ફઝાએલ અને ઉચ્ચ મરતબાનો ઇન્કાર કરે. મને તેઓ સાથે કોઈ લગાવ નથી અને કયામતના દિવસે અલ્લાહ તેઓને મારી શફાઅતથી મેહરૂમ રાખશે.”

(૨) જ. જાબીર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારી (ર.અ.) એ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી ફરમાવ્યું:

એકવાર જ. જીબ્રઈલ (અ.સ.) મારા માટે એક લીલા રંગનો કાગળ લાવ્યા જેના ઉપર સફેદ રંગનું લખાણ હતું:

“મેં અલી (અ.સ.) ની મોહબ્બતને મારી તમામ મખ્લુક પર વાજીબ કરાર દીધી છે, એટલે આ સંદેશો મારા તરફથી બધાને પહોંચાડી દો.”

(૩) અબુ બરઝા ફરમાવે છે : અમે બધા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની પાસે બેઠા હતાં ત્યારે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું :

‘કયામતના દિવસે કોઈપણ એક ડગલું આગળ નહિં જઈ શકે જ્યાં સુધી તે ચાર સવાલોના જવાબ ન આપે (૧) તેણે ઝીંદગી કેવી રીતે પસાર કરી (૨) તેણે શરીરનો કેવો ઉપયોગ કર્યો (૩) તેણે માલ કેવી રીતે મેળવ્યો અને કયાં ખર્ચ કર્યો (૪) શું તે અમો અહલેબૈત (અ.સ.) ને મોહબ્બત કરતો હતો.”

તે વખતે ઉમરે પુછયું : કોઈપણ માણસ આપના ચાલ્યા જવા પછી આપની સાથે કેવી રીતે મોહબ્બત કરી શકે?

તેના જવાબમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાનો હાથ અલી (અ.સ.) ના માથા ઉપર રાખ્યો અને તેમને નઝદીક લાવતા ફરમાવ્યું:

“બેશક મારા જવા પછી અલી (અ.સ.) ને ચાહવું મને ચાહવા સમાન છે.”

(૪) મનાકીબમાં આ હદીસને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) થી પોતાના રાવીઓના સિલસિલાથી બયાન કરે છે. હ. રસુલે ખુદા (સ.અ.વ.) એ આ રીતે લોકોને ચેતવ્યા:-

“અય અલી! અગર કોઈ શખ્સ અલ્લાહની ઈબાદત એટલી કરે જેટલુ જ. નુહ (અ.સ.) તેમની ઉમ્મતમાં રહ્યા (એટલે કે ૯૫૦ વર્ષ) અને ઓહદના પહાડ જેટલું સોનું રાહે ખુદામાં આપે અને એનું જીવન એટલું લંબાવવામાં આવે કે ૧૦૦૦ હજ પગપાળા અદા કરે અને સફા અને મરવાની વચ્ચે તેને નાહક મારી નાખવામાં આવે પરંતુ તેના દિલમાં અગર તમારી  મોહબ્બત અને વિલાયત ન હોય, તો તે જન્નતની સુગંધ પણ નહિં સુંઘી શકે. તે જન્નતમાં કયારેય દાખલ નહિ થઇ શકે.”

અલી (અ.સ.) ની મોહબ્બતના બારામાં અસંખ્ય હદીસો હોવા છતાં, જેમાંથી અમે ફકત અમુકનું વર્ણન કર્યુ, તે કેવી રીતે શકય છે કે કોઈ તેમની સાથે દુશ્મની અને અદાવત રાખે? ફકત તેઓ જ અલી (અ.સ.) ના દુશ્મન હોય શકે જેમના વિષે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે :

“અય અલી! અરબમાંથી કોઈપણ તમારી સાથે દુશ્મની નહી રાખે સિવાય કે જેનો જન્મ નાજાએઝ રીતે થયો હોય, અન્સારમાંથી કોઈપણ તમારી સાથે દુશ્મની નહી રાખે સિવાય કે જેઓ યહુદીઓ છે. માનવજાતમાંથી બચેલા બીજા લોકોમાંથી કોઈ તમારી સાથે દુશ્મની નહિ રાખે સિવાય કે જેને તરછોડી દેવામાં આવ્યા હોય.”

Categories: Articles | Leave a comment

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝમાંથી છે જે રમઝાન મહીનાની રાત્રીમાં તેઓ બાજમાઅત અંદાજે વીસ (20) રકાત રોજ પઢે છે.

તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાય પ્રવર્તે છે:

 1. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અને અબુ બક્ર અને ઉમરની ખિલાફતના શરૂઆતના સમયમાં તરાવીહ પ્રચલિત ન હતી.
 2. તરાવીહ બિદઅત છે.
 3. મુસ્તહબ નમાઝો એટલેકે નાફેલા નમાઝ જે ફુરાદા અદા કરવાની હોય છે.

તરાવીહ:

તરાવીહ ‘તરવીહ’શબ્દનું બહુવચન છે જેનો અર્થ ‘બેસવું’થાય છે. તરાવીહ એટલે કે નાફેલા નમાઝ જે રમઝાન મહીનાની ચાર રકાત નાફેલા નમાઝ પછી આરામ અને રાહત માટે બેસીને પઢવામાં આવતી હતી તે તરાવીહ કહેવાતી. પાછળથી મુસ્તહબ નાફેલા જે બાજમાત વિસ (20) રકાત પઢાતી તેને તરાવીહ કહેવામાં આવી.

(બેહાલ અન્વાર, ભાગ-1, પા. 363, ફતહ અલ બારી, ભાગ-4, પા. 294, ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 694,

શરહ અલ ઝરકાની, ભાગ-1, પા. 237,  અલ નીહાયા, ભાગ-1, પા. 274 (લીસાન અલ અરબ).

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં તરાવીહનું અસ્તિત્વ ન હતું.

સુન્ની ઓલમાઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતથી તરાવીહનું ખરાપણું સાબીત નથી કરી શકતા. તેઓ બધા એકમત છે કે તેને ઉમર બીન અલ ખત્તાબે 14 હીજરીમાં પોતાના ખીલાફત કાળ દરમ્યાન શરૂ કરી. તેનું અસ્તિત્વ ન તો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં હતુ ન અબુ બક્રના ખીલાફત કાળ દરમ્યાન.

ઉમરે તે અદા કરવાનો હુકમ પોતાની રાય પ્રમાણે આપ્યો. તેણે કબુલ કર્યું કે તે એક બીદઅત છે પરંતુ એક સારી બીદઅત. રસપ્રદ વાત એ છે કે તે પોતે બાજમાઅત તરાવીહ અદા કરવામાં નિયમિત ન હતો પરંતુ તેને ઘરે ફુરાદા પઢતો હતો. આ હકીકતને કસ્તલાની, ઈબ્ને કુદામા, કલ્કશનદી જેવા નામાંકિત સુન્ની ઓલમાએ જાહેર કરી છે.

ઈબ્ને શહાબ કહે છે: પવિત્ર પયગમ્બર વફાત પામ્યા અને આ રીતે અબુબક્ર અને ઉમરની ખિલાફતના આરંભકાળ સુધી ચાલ્યું.

(સહીહ બુખારી, ભાગ-1, પા. 343)

કસ્તલાનીએ નોંધ્યું: ઉમર આ નમાઝને બિદઅત કહેતો હતો કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) આ નમાઝને બાજમાઅત પઢવાનો હુકમ આપ્યો ન હતો. અબુબક્રના ઝમાનામાં તે રાત્રીના પહેલા ભાગમાં પઢવામાં ન્હોતી આવતી. તે દરરોજ રાત્રે પઢવામાં નહોતી આવતી. ઉપરાંત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સમયમાં જે નમાઝ અદા કરવામાં આવતી તેમાં આટલી રકાત ન હતી.

(ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 657)

ઈ. કુદામા કહે છે: તરાવીહનો સંબંધ ઉમરથી આપવામાં આવે છે, જ્યારથી તેણે તેને ઉબય ઈબ્ને કાબને બાજમાઅત અદા કરવા કહ્યું અને તેણે તેમ કર્યું.

(અલ મુગની, ભાગ-2, પા. 166)

અલ અયનીનો મત: ઉમર તેને બિદઅત કહે છે કારણકે પયગમ્બરે તેને સુન્નત તરીકે સ્થાપિ ન હતી. અબુ બક્રની ખિલાફતના કાળમાં તેના પર અમલ થતો ન હતો.

(ઉમદા અલ કારી, ભાગ-11, પા. 126)

કલ્કશનદી ઉમેરે છે: ઉમરના મુખ્ય કાર્યોમાંથી તરાવીહનું સ્થાપના કરવું છે જે રમઝાન મહીનામાં પેશ ઈમામ સાથે અદા કરવામાં આવે. આ હી.સ. 14 માં કરવામાં આવ્યું.

(મસર અલ અનાફાહ ફી મઆલીમ અલ ખીલાફા, ભાગ-2, પા. 337)

અલ બાસી, સુયુતી, સખતેવારી અને અન્યોએ પણ લખ્યું છે: તરાવીહની સુન્નતને પહેલીવાર સ્થાપિત કરનાર ઉમર બીન ખત્તાબ છે. તેઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે રમઝાનની નાફેલા પઢવાનો હુકમ ઉમરની બીદઅતોમાંથી એક બિદઅત છે.

(મહાઝેરાત અલ અવાલી, પા. 149, શર્હ અલ મવાકીફ)

ઈબ્ને સાદ, તબરી અને ઈ.અસીર એ નોંધ કરી છે: આ હી.સ. 14 નો વાકેઓ છે જ્યારે પુરૂષો માટે એક ઈમામ અને સ્ત્રીઓ માટે એકની નિમણુંક કરી હતી.

(તબકાતે ઈબ્ને સાદ, ભાગ-3, પા. 281, તારીખે તબરી, ભાગ-5, પા. 22, કામીલ ભાગ-2, પા. 41, ઈબ્ને જવઝી દ્વારા તારીખે ઉમર બીન  ખત્તાબ, પા. 52)

અલ બાસી, ઈબ્ન અલ તીન, ઈબ્ને અબ્દ અલ બર, કહલાની અને ઝરકાનીએ આ વિષે નોંધ્યું છે કે કહલાની ઉમરના શબ્દો (આ બીદઅતે હસન છે) વિષે કહે છે: અગર કોઈ વસ્તુ બિદઅત હોય તો તે પસંદગીપાત્ર કે સારી ન હોઈ શકે. તે હંમેશા ગુમરાહીનો અર્થ આપશે.

(સુબુલ અલ સલામ, ભા.2, પા. 10, અલ મુજતહીદ ભા.1, પા. 210, શર્હ ફુરકાની, અલ મુસનીફ, ભા.5, પા. 264)

તરાવીહની શરૂઆત

ઈબ્ને શહાબ, ઉરવા બી. ઝુબૈર, અબ્દુલ રેહમાન બી અબ્દુલ કારીથી રિવાયત છે કે:

અમો ઉમર બીન ખત્તાબ સાથે રમઝાનની એક રાત્રે મસ્જીદમાં ગયા. લોકો પોતાની ફુરાદા નમાઝમાં મશ્ગુલ હતા અને કેટલાક પોતાના કબીલાવાળા સાથે વ્યસ્ત હતા. આ જોઈ ઉમર બીન ખત્તાબે કહ્યું: હું જો તેમને એક પેશ ઈમામ પાછળ એક  સાથે કરી દઉ તો તે સારૂ થશે. પછી તેણે ઉબેય ઈબ્ને કાબને તેમના પેશ ઈમામ તરીકે પસંદ કર્યો. બીજી રાત્રે અમો મસ્જીદમાં ગયા તો જોયું કે લોકો બાજમાઅત તે નમાઝ અદા કરી રહ્યા છે. ઉમરે કહ્યું: આ પ્રશંસનિય બિદઅત છે. અગર આ લોકો રાત્રીની ઉંઘ પછી ઉઠીને આ નમાઝ પઢે તે રાત્રીના પહેલા ભાગમાં પઢવા કરતા બેહતર છે.

(સહીહ બુખારી, ભા.1, પા. 342, અબ્દુલ રઝઝાક, ભા.4, પા. 285)

તરાવીહની રકાતના બારામાં વિભીન્ન મંતવ્યો:

તરાવીહ જેનો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જીવનકાળ દરમ્યાન કોઈ અંશ પણ મળતો નથી તેના બિદઅત હોવાને સાબિત કરવા તેની રકાતોના બારામાં પ્રવર્તતો ગુચવાડો પણ દલીલ છે.

પ્રચલિત માન્યતા વિસ (20) રકાતની છે પરંતુ ઘણા બધા આલીમોએ તેને નકારી કાઢે છે:

કહલાની, સુબુલ અલ સલામના લેખક આને રદ કરે છે અને કહે છે: વિસ (20) રકાતવાળી કોઈ હદીસ સહીહ નથી. જો આપણે સહીહ હદીસની વાત કરીએ તો તે 11 રકાતની છે અને 20 રકતવાળી નમાઝ બિદઅત છે.

(સુબુલ અલ સલામ, ભા.2, પા. 11)

શૌકાની નાએલ અલ અવતારમાં કહલાનીનું અનુસરણ કરતા તેમના મતે તેને બિદઅત બતાવે છે. તેના મતે રમઝાનની નાફેલાનો ફતવો યા તો બાજમાઅત પઢવાનો યા ફુરાદ પઢવાનો મળે છે. તેથી તેને તરાવીહ સુધી સીમીત કરવાનું કે ચોક્કસ રકાઅત પઢવાનું કે ચોક્કસ સુન્નત નમાઝ અદા કરવા સુધી સીમીત કરવાનું કોઈ કારણ અમને મળતું નથી.

(નાએલ અલ અવતાર, ભા. 3 પા. 53)

અલ્લામા મજલીસી લખે છે: ઈબાદતનું ઉત્તમ રૂપ હોવા છતાં તેને એક ખાસ સમય અને તરીકાથી તેને મર્યાદિત કરવી અને તેને મુસ્તહબ ગણવું તે બિદઅત અને ગુમરાહી છે. કારણકે સુન્નીઓ આને તાકીદભરી સુન્નત ગણાવે છે અને તેનું અદા કરવું મઝહબની નીશાનીઓમાંથી હોવાનું જાણે છે.

(બેહારૂલ અન્વાર, ભા. 29 પા. 51)

માહે રમઝાનની નાફેલાની રકાતની સંખ્યા બારામાં મતભેદ:

સુન્ની ઓલમાઓ દરમ્યાન આ નાફેલાની રકાત બારામાંવિરોધાભાસ છે તેનું કારણ એ છે કે આ બારામાં તેમની પાસે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી સીધી કોઈ કડી (હદીસ) jજોવા મળતી નથી. ઘણા સુન્ની ઓલમાઓ મુજબ 20 રકાત છે, અન્યોએ તેની રકાતની સંખ્યા વિવિધ રીતે નોંધી છે તેમાં 36 રકાત, 23 રકાત, 16 રકાત, 13 રકાત, 24 રકાત, 34 રકાત અને 14 રકાત જોવા મળે છે.

ઈબ્ને કુદામા 20 કહે છે, નવઈએ 20 નોંધી છે, અબુ હનીફા એ 20, શાફેઈ 20, માલેક 36, મોહમ્મદ બીન નસ્ર મરૂઝી એ 11, કસતાની એ 20, સરાખસી, હનફી, બગવી, મવરૂદી અને જુઝાએરીએ 20.

(અલ મુગની ભા.2, પા. 168, અલ મસબુત, ભા. 2, પા. 145, ઉમદા અલ કારી ભા. 11, પા. 127,

અલ ઈખ્તીયાર ભા. 11 પા. 127, અલ તેહઝીબ ફી ફિકહ  અલ શાફેઈ ભા. 2 પા. 368, અલ હાદી અલ કબીર ભા. 2 પા. 368)

શીઆ ઓલમા મુજબ તે પહેલી 20 રાત્રીઓમાં 20 રકાત છે અને આખર દસ રાત્રીઓમાં 30 રકાત છે અને વધારાની 100 રકાત કદ્રની રાત્રીઓમાં (19, 21, 23) જેની કુલ સંખ્યા 1000 ની થાય છે.

નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાનો વસ્તુ વિચાર

શાફેઈ નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાને મકરૂહ જાણે છે. જ્યારે અન્યોએ નાફેલા નમાઝને ઘરમાં ફુરાદા પઢવાને સહીહ જાણ્યું છે. આમ તરાવીહ વિષે સુન્ની ઓલમા એકમત નથી. ભલે પછી મોટાભાગનું વલણ બાજમાઅત પઢવાનું હોય.

સુન્ની ફકીહોનો મત:

અબ્દુર રઝઝાક ઈબ્ને ઉમરથી: માહે રમઝાનની નાફેલા બાજમાઅત ન બજાવવી જોઈએ.

તેણે મુજાહીદથી રિવાયત કરી છે કે એક વ્યકિત ઈબ્ને ઉમર પાસે આવ્યો અને કહ્યું: હું માહે રમઝાનની નાફેલા બાજમાઅત અદા કરૂ છું. ઈબ્ને ઉમરે પુછયું: શું તું તીલાવતની સાથે પઢે છે? તેણે કહ્યું: હા, ઈબ્ને ઉમરે કહ્યું: તો તું ગધેડા સમાન ચુપ છે. અહીંથી ચાલ્યો જા અને તારા ઘરે ફુરાદા આ નમાઝ પઢ (બાજમાઅતના બદલે)

(અલ મસબુત ભા. 1 પા. 144)

આજ પુસ્તકના બીજા ભાગમાં તેણે નોંધ્યું છે કે તહાવીએ મોઅલ્લા, અબુ યુસુફ અને માલીકથી રિવાયત કરી છે કે આ લોકો એ મતના છે કે શકય હોય ત્યાં સુધી નાફેલા નમાઝ ઘરમાં અદા કરવી જોઈએ. શાફેઈ કહે છે: તરાવીહ ફુરાદા (એકાંતમાં) પઢવી જોઈએ જેથી તે રીયાકારી ન ગણાય.

તરાવીહ વિષે શીઆ ફકીહોનો ફતવો:

તમામ શીઆ ફકીહો નિર્વિવાદપણે નાફેલા મુસ્તહબ નમાઝોને બાજમાઅત અદા કરવું બિદઅત ગણે છે. સય્યદ મુર્તુઝા (ર.અ.) જાહેર કરે છે: જ્યાં સુધી બાજમાઅત તરાવીહનો પ્રશ્ન છે તે કોઈ શંકા વગર બિદઅત છે. આ અંગે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પેશનગોઈ કરી હતી:

અય લોકો રમઝાન મહીનાની રાત્રીની નાફેલા નમાઝ જમાતની સાથે પડવી એક બિદઅત છે.

(મનલા યહઝરહુલ ફકીહ, ભા.2 પા. 137, માહે રમઝાનની નમાઝનું પ્રકરણ)

Categories: Articles | Leave a comment